Thursday, October 13, 2016

Once again VSSM talks about the challenges of getting caste certificates issued...

Webpage of Janseva Kendra
The lack of clarity on part of the authorities results in the persistent issue of: Who is responsible for issuing caste certificates to the nomadic communities? Hence whenever the members of any of these communities approach the officials with their applications for issuance of caste certificates the first thing the officer does is conduct his own online research on the GOG’s digital Gujarat initiative’s webpage of Janseva Kendra. And surprisingly no one from the government's thousands of officials are assigned the responsibility of issuing the caste certificate to nomads ( as seen in the picture) and neither does the government have the updated list of these communities. 

The gaps are much evident in the way the communities are named on this website. For example - the Raval are called Ravaliya, which is a rather derogatory way of addressing this community. The community collectively expressed their  displeasure and the policymakers had changed it to Raval and it was also decided that the caste  certificates will bare the name Raval. But somehow till today Ravaliya instead of Raval is prevalent on government records hence when VSSM’s Naran applied for caste certificates for Raval families it came as a total shock to us when the authorities processing the applications said they would be unable to issue the caste certificates bearing Raval because that surname does not feature in the list. 

Inspite of our repeated requests to erase the duplications, include the sub-sects, change the names where ever necessary and most importantly include the numerous nomadic communities that have still been left out of the government’s list of nomadic communities not much progress has happened. The communities continue to run pillar to post for a basic document like a caste certificate and such gaps does not suit the image of digital and progressive Gujarat!!

સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવાની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. પરંતુ, વિચરતી જાતિના લોકો જ્યારે જાતિ પ્રમાણપત્ર મેળવવા જાય ત્યારે અધિકારી કમ્પ્યુટરમાં ડિજીટલ ગુજરાત અંતર્ગત જનસેવા કેન્દ્ર, ગુજરાતસરકારની વેબસાઈટ પર વિચરતી અને વિમુક્ત જાતિની યાદી તથા પ્રમાણપત્ર આપવાની સત્તા કોની તે તપાસવાનું કરે. ત્યારે ફોટોમાં દેખાય છે તેમ વિચરતી અને વિમુક્ત જાતિઓના કિસ્સામાં પ્રમાણપત્ર આપવાની જવાબદારી નક્કી કરવામાં આવી નથી. ના જાતિનું અપડેટ લીસ્ટ સરકાર પાસે છે.

દા.ત. રાવળ સમુદાયનો ઉલ્લેખ સરકારે યાદીમાં રાવળિયા તરીકે કરેલો. રાવળિયા શબ્દ સમગ્ર રાવળ સમુદાય પ્રત્યે તીરસ્કાર દર્શાવતો લાગતો. આ અપમાનજનક શબ્દ રાવળ સમુદાયની રજૂઆતોના અંતે સરકારે કાઢી નાખ્યો અને આ સમુદાયને રાવળ તરીકે સંબોધવાનું તથા રાવળના નામના જાતિ પ્રમાણપત્ર આપવાનું નક્કી થયું પણ હજુ સુધી રાવળિયા શબ્દ સરકારની યાદીમાં ચાલતો હોવાથી vssmના કાર્યકર નારણે જ્યારે રાવળ સમુદાયનું જાતિ પ્રમાણપત્ર મેળવવા અરજી કરી ત્યારે દિયોદર મામલતદાર કચેરીએ ફોટોમાં દેખાય છે તે આંટીઘૂંટી દર્શાવી તથા રાવળ સમુદાયનો ઉલ્લેખ યાદીમાં નથી રાવળિયા છે એટલે પ્રમાણપત્રના મળે તેમ કહ્યું જે આધાતજનક છે.

સરકારે વખતો વખત બહાર પાડેલા ઠરાવો ચકાસી તેને અપડેટ કરવાની જરૃર છે. સાથે જ જાતિ પ્રમાણપત્ર મેળવવાની સત્તા પણ ફીક્સ કરવાની જરૃર છે. નહીં તો આ જાતિઓ બિચારી પ્રમાણપત્ર મેળવવા ધક્કા જ ખાધા કરવાની જે ડીજીટલ અને ગતિશીલ ગુજરાતમાં યોગ્ય બરાબર નથી...


No comments:

Post a Comment