Collector Shri K. Rajesh in Madari Settlement |
‘Chone hu na kanak divri, kodiyu mati nu thai ujwalu koi gruh garib nu toy mare ghanu…”
The current living condition of Madari families |
Loosely transliterated it means…
“I may not be a golden lamp, but it would be enough for me if I can lit up a house of a poor like a lamp of clay…”
Since my childhood I have been extremely fond of this poem. I am unaware of its origins, but the message never fails to evoke a thought, “What if each individual lived like this lamp of clay. The world would be such a magical place to live…”
The current living condition of Madari families |
The District Collector of Surendranagar, Shri K. Rajesh lives these lines. He has committed himself and his team to resolve the issues of the nomadic communities of Surendranagar. Recently, he personally visited the Madari settlement of Thangadh, understood their living conditions and announced that they shall receive Antyoday ration cards and residential plots. And like a concerned member of the family he also expressed his resentment towards all who have been addicted to tobacco etc.
The current living condition of Madari families |
Compassion and sensitivity aren’t the qualities one can borrow. They lie deep within us. We are glad that officers like Shri K. Rajesh have never allowed their sensitivity to be overtaken by power and position, that they have never walked away from their line of duty, they have always performed their duties with great humility and integrity.
It is often said that the king gets to know about the status of his subjects only when he sees it for himself, he lives within them in disguise. This was true for Shri Rajesh too, who on witnessing the living conditions of the madari families instructed his officers to issue Antyoday ration card to all these families.
We are delighted to have Shri Rajesh as the head of Surendranagar. The files that have piled on for ages are sure to be dusted off.
Our gratitude and appreciation for the officer Shir K. Rajesh. We wish other officers draw inspiration from individual like Shri Rakesh.
May we be instrumental in changing the lives of thousands of poor.
The tireless efforts and hard work of our team member Harshad are bringing results.
In the picture – Shri Rajesh in the Madari settlement and the current living conditions of the Madari families.
'છોને હું ના કનક દીવડી કોડિયું માટીનું થઈ
ઉજ્જવાલુ કોઈ ગૃહ ગરીબનું તોય મારે ઘણુંયે....'
આ પંકિત્ નાનપણથી ખુબ ગમે.. કોણે લખી છે એ ખ્યાલ નહીં પણ આ પંક્તિમાં લખ્યા પ્રમાણેનું જીવન સૌ જીવે તો દુનિયા કેવી રૃડી થઈ જાય એવું સતત થયા કરે....
સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી કે. રાજેશ પણ આ પંક્તિને ચરીતાર્થ કરતું કાર્ય કરી રહ્યા છે.. સુરેન્દ્રનગરમાં રહેતી વિચરતી વિમુક્ત જાતિના તમામ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ કટીબદ્ધ છે.
થાનગઢમાં આવેલી મદારી વસાહતમાં તેઓ પોતે પહોંચ્યા અને સૌની સ્થિતિ જોઈને રહેણાંક અર્થે પ્લોટ તેમજ સૌને અંત્યોદય કાર્ડ આપવાની જાહેરાત કરી.
સાથે વ્યસન કરનાર લોકોને મીઠી ટકોર પણ કરી.
સંવેદનશીલતા કોઈ પાસેથી ઉધાર નથી લઈ શકાતી. માણસમાં એ પડી જ છે. પણ ક્યાંક એના ઉપર ધૂળ ચડી ગઈ હોય છે.. પણ કે. રાજેશન જેવા અધિકારીઓએ ક્યારેય તેમની સંવેદનશીલતા પર ઘૂળ ચડવા નથી દીધી જેનો રાજીપો છે...
રાજા દેશાટન માટે નીકળે તો એને પ્રજાની સાચી સ્થિતિ સમજાય...આ વાત પણ કલેક્ટર શ્રીના કિસ્સામાં સાચી ઠરી...
અમે તો મદારી પરિવારોને રહેવા પ્લોટ આપવાની જ વાત કરેલી પણ કલેક્ટર શ્રીએ આ પરિવારોની હાલત જોઈને તમામને અંત્યોદય રેશનકાર્ડ આપવા માટે પણ પૂરવઠા અધિકારીને સૂચના આપી..
કલેક્ટર શ્રી પ્રત્યે રાજીપો વ્યક્ત કરુ છું.
વર્ષોથી સુરેન્દ્નનગરમાં કચેરીમાં રવડતી ફાઈલો પર કામ થવાનું એ નક્કી છે..
શ્રી કે.રાજેશ પ્રત્યે આદરભાવ... અને આભાર...
હજારો વંચિતોના જીવનમાં ઊજાસ પાથરવામાં કુદરત નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના....
અમારો કાર્યકર હર્ષદ સતત વિચરતી જાતિઓની આ વસાહતોમાં થાક્યા વગર લાગ્યો રહ્યો છે. તેની મહેનતનું આ પરિણામ છે...
સાથે અન્ય અધિકારી પણ શીખ લે એમ ઈચ્છીએ...
ફોટોમાં કલેક્ટર શ્રી મદારી વસાહતમાં તથા મદારીઓની રહેણાંકની સ્થિતિ
#MittalPatel #VSSM #NomadicTribes #Collector_surendranagar #DNT #Empthy #condition_of_nomads