Saturday, December 19, 2015

Not only Nomads but VSSM too find it frustrating : how many times do we need to justify for our rights!!!

Nomas settlement for which  the officers
instructed to cut off the power and water supply….
"Its a tiring task to explain to the authorities the  conditions in which the nomads survive…..”

One official speaking to another on a phone, “The families staying in Lohanagar locality of Rajkot are refusing to share any information.”

“Why?”

“Actually they have some long pending issues, they along with VSSM’s Kanubhai  had come to our office to present their issues and you had not heard them. Their application for Ration Cards has been pending since last one year and the matter is yet to be resolved… I am in the settlement, if you spare some time I can bring the VSSM  team member and two community leaders to the office??” (The official speaking on phone from the settlement was here to link  the Adhar card Number with the Voter ID Number but the community members refused to cooperate)

“Ok, come over.”

VSSM’s Kanubhai and Gopalbhai Devipujk from the settlement accompanied the official to his office.

“Why aren’t you giving the required information??” asked the officer as Kanubhai and Gopalbhai entered his office.

“What’s the use of sharing more information when our previous issues aren’t addressed?” replied the duo.

“Disconnect their water and power connection!!” instructed the chief officer to the other official, when he heard the reply.

“ Please do that today itself, disconnect the connections immediately and if you can spare some time go and visit the settlement for yourself , the visit will surely  enlighten you on how we live…..” replied Gopalbhai with a smile on his face..

“Sir, they have no water and power connections, these families live in shanties on land owned by railways….” replied the official who had visited teh settlement.

The reply left the lady officer flabbergasted. She was left speechless.

Kanubhai spoke to the main officer, “The nomads have never been allowed to settle in any village, they load their belonging and wander  village to village, never settling at one place. These nomadic families of Rajkot who have applied for Ration cards have been staying in Lohanagar for quite some time, they even have their Voter ID cards. These are extremely poor and deprived families, they need immediate help. If not the Government whom would they turn to in time of need?? We request you to visit their settlement once, to see for yourself to the conditions in which they survive.. you might not need to ask any further questions..”

The lady officer was clueless on how to respond, she just shook her head. Gopalbhai and Kanbhai agreed to help any official who visits the settlement and walked out of the office. What else to say to officials with such narrow mindsets.

We have presented teh case to the District Officer of Food and civil Supplies Department, let us see how it turns out ….


પોતાના અધિકારની વાત સમજાવતા ક્યારેક થાકી જવાય છે...

એક અધિકારીએ બીજા અધિકારીને ફોન પર કહ્યું, ‘લોહાનગર રાજકોટમાં રહેતાં પરિવારો માહિતી આપવાની ના પાડે છે.’
‘કેમ?’
‘એમના પ્રશ્નો પડતર છે અને એ માટે એ લોકો કનુભાઈ –vssmના કાર્યકર સાથે આપણી કચેરીમાં રજૂઆત કરવા આવ્યાં હતા અને આપે એમનાં પ્રશ્નો સાંભળ્યા નહોતા. એમની રેશનકાર્ડની અરજી ૧ વર્ષથી પડતર પડી છે એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી એટલે.. હું વસાહતમાં જ છું જો તમે સમય આપો તો સંસ્થાના કાર્યકર અને વસાહતના બે આગેવાનો સાથે કચેરીમાં આવું?’ (મૂળ આધાર કાર્ડના નંબર સાથે મતદારકાર્ડના નંબરને જોડવાના હોવાથી અધિકારી વસાહતમાં ગયા હતાં પણ એમને મદદ ના મળી. )
‘આવો.’
કનુભાઈ અને વસાહતમાંથી ગોપાલભાઈ દેવીપૂજક અધિકારી સાથે કચેરીએ ગયા. મુખ્ય અધિકારીની ઓફિસમાં દાખલ થયા એટલે તેઓએ કનુભાઈ અને ગોપાલભાઈને જોઇને કહ્યું, ‘કેમ માહિતી નથી આપતાં?’
‘અમારા પ્રશ્નોના ઉકેલ નથી આવતાં પછી અમારી માહિતી લઈને શુ કરવાનું?’’
આ સાંભળી મુખ્ય અધિકારીએ બીજા અધિકારીને કહ્યું, ‘આ લોકોના લાઈટ પાણીના કનેક્શન કાપી નાખો.!’
અધિકારીનું આ વાક્ય સાંભળી વસાહતમાંથી આવેલા ગોપાલભાઈ ભાઈ હસ્યા અને કહ્યું, ‘આજે જ કાપી નાખો અને તમે પણ રૂબરૂ જઈ શકતા હોવ તો જાવ. તમને ખ્યાલ આવશે કે અમે કેવી રીતે રહીએ છીએ.’
મુખ્ય અધિકારીની વાત સાંભળીને વસાહતમાં જઈને આવેલા અધિકારીએ કહ્યું, ‘સાહેબ ત્યાં લાઈટ, પાણીની સુવિધા જ નથી. એ લોકો તો રેલ્વેની જગ્યામાં છાપરાં વાળીને રહે રહે છે..’
મુખ્ય અધિકારીની સ્થિતિ તો કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઈ..
vssmના કાર્યકર કનુભાઈએ અધિકારીને કહ્યું, ‘વિચરતી જાતિનું તો કોઈ ગામ જ નથી હોતું. એ લોકો સામાન લઈને આજે અહી તો કાલે બીજે એમ બધે ફર્યા જ કરે છે. પણ રાજકોટમાં રહેતાં અને જેમના રેશનકાર્ડ માટે અમે માંગણી કરી છે એ હવે ઘણા સમયથી લોહાનગરમાં જ રહે છે. અમે એમના મતદારકાર્ડ પણ કઢાવી આપ્યા છે. આ પરિવારો ખુબ જરૂરિયાતવાળા છે અને એટલે જ એમને મદદની જરૂર છે. આ લોકો સરકાર પાસે મદદ નહિ માંગે તો કોની પાસે માંગશે? એક વખત ખેરેખર એમની વચ્ચે તમે આવો કદાચ એ પછી કશું જ પૂછવાનું નહિ રહે.’
અધિકારી બહેને હકારમાં માથું હલાવ્યું કશો જવાબ એમની પાસે નહોતો. જયારે કનુભાઈ અને ગોપાલભાઈ વસાહતમાં આવતા તમામ અધિકારીને સહયોગ આપીશું એમ કહીને કચેરીની બહાર નીકળી ગયા. નબળી માનસિકતા ધરાવતા અધિકારી સમક્ષ વધારે શુ કહેવું? ખેર રેશનકાર્ડ માટે અમે જીલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે જોઈએ હવે શુ થાય છે...
ફોટોમાં જે વિચરતી જાતિની જે વસાહતના લાઈટ પાણીના કનેક્શન કાપી નાખવાનું અધિકારીએ કહ્યું હતું એ વસાહત જોઈ શકાય છે..