Friday, April 11, 2014

A good initiative : A gap in funding a constriction of a house was plugged with the help of 'Kalupur Commercial Co-operative Bank'

Owning a home is everybody’s dream, a dream people work hard to realise. And nobody understands the yearning of a home better than the families of Nomadic and De-notified tribes. For generations  these communities have been spending their entire lives on roadsides, in shrubs and bushes, on wastelands,  in ghettos. They have been popularly christened ‘People without Address’. However, since last couple of years VSSM is striving to give these communities an identity and a home of their own. VSSM has supported construction of 209 houses so far,  while we are prepping up for supporting construction of another  468  homes. As per the design worked out by VSSM,  constructing a decent minimalistic house costs around Rs. 1.05 lac.  After the families have been allotted residential plots, they can apply for government support for construction of house. The support government provides is Rs. 45,000/- which by no means is enough to construct a house these days, hence, VSSM provides the  matching amount of Rs. 45,000/- . We still remain short of Rs. 15,000/-.  

The first phase of construction of 468 houses has began with 56  families from Deesa block. These  families are willing to contribute the deficit  amount but for people who are daily wage earners saving even so little  is a daunting task.  Finding options to this situation was a  struggle  as we did not want the families to get in to the debt trap of private money lenders. 

VSSM spoke to The Kalupur Commercial Co-operative Bank about this dilemma. The decision makers of the bank showed an instant readiness to lend money to the families. The families were delighted to learn about this development. The bank processed the applications and gave away cheques to the women of the households at a special event organised at the bank premises on 31st March 2014. As  Shri. Ambubhai Patel the Chairman of  Kalupur Bank puts in, this women had been invited to  the bank,  specifically to attune them on the functioning of bank, help them shed their intimidations about such institutions, help them realise how friendly and approachable banks can be…’ The women decided to paying an EMI of Rs. 500/- . 

VSSM has taken up this daunting task of instilling the habit of saving  amongst the families of nomadic tribes, children’s saving groups, individual saving have been opened,  the beginning has been good and we are hoping for it to continue…...

Read in Gujarati..

વિચરતા સમુદાયના ૪૬૮ પરિવારોના ઘર બાંધવાનું આયોજન vssm દ્વારા થઇ રહ્યું છે. જે અંતર્ગત ડીસામાં રહેતા ૫૬ પરિવારોના ઘરનું બાંધકામ પ્રથમ શરુ થયું. સરકાર દ્વારા આ પરિવારોને ઘરના બાંધકામ માટે રૂ. ૪૫,૦૦૦ આપવામાં આવ્યા. પરંતુ આ રકમમાંથી ઘર બાંધી શકાય નહિ. સંસ્થાગત રીતે દાતાઓના સહયોગથી આપણે પ્રત્યેક પરિવારને રૂ.૪૫,૦૦૦ ની મદદ કરી. પણ એક ઘરનો અંદાજ રૂ. ૧,૦૫,૦૦૦ થવા જાય છે. પ્રત્યેક પરિવાર રૂ. ૧૫,૦૦૦ આપશે પણ આપણે જાણીએ છીએ તેમ રોજ લાવીને રોજ ખાવાનું આમાં બચત તો ક્યાંથી થઇ હોય? આ સ્થિતિમાં શું કરવું તે સમજાતું નહોતું. વ્યાજવા પૈસા લેવા જાય તો એનું વ્યાજ જ મહીને માંડ ભરી શકે એમાં મૂડી તો કેવી રીતે ભરે!

આ પરિવારોની આ મૂંઝવણ અંગે ‘ધી કાલુપુર કોમર્શીયલ કો- ઓપરેટીવ બેંક લિમિટેડ’માં વાત કરી અને એમણે આ પરિવારોને લોન આપવાની તૈયારી દર્શાવી. લોન મળી શકે એ અંગે પરિવારોને જાણ થઇ એ ખૂબ રાજી થયા. બેંકે આ પરિવારોના લોન પેપર તૈયાર કર્યા અને ૩૧મી માર્ચના રોજ આ પરિવારની બહેનોને લોનનો ચેક લેવા અમદાવાદ બોલાવી. મૂળ તો અમદાવાદ બોલાવવા પાછળનો હેતુ બેન્કના ચેરમેન આદરણીય શ્રી અંબુભાઈ પટેલ કહે છે તેમ, ‘આ પરિવારો બેંક જુએ અને સાથે સાથે અહી એમને કોઈ પણ કામ માટે લોન જોઇશે તો મળશે એવી ખાત્રી પણ થશે. બેંક એમના માટે છે એવો ભાવ પણ થશે.’ બહેનો અમદાવાદ આવી. એમને દર મહીને હપ્તો કેટલો ભરશો એવું પૂછ્યું, તો એમને જવાબ આપ્યો, મહીને રૂ.૫૦૦ ભરીશું.’ કાર્યક્રમ પત્યા પછી બહેનોને બેંક, બતાવવામાં આવી. તે પછી એમને અતીથી ડાઇનિંગ હોલમાં માં ખૂબ પ્રેમથી જમાડ્યા પછી વિદાય આપી.

વિચરતા સમુદાયો બચત કરતા થાય તે દિશામાં અમે કામ ઉપાડ્યું છે. તેમના બચતજૂથ બનાવ્યા છે સાથે સાથે  વ્યક્તિગત ધોરણે પણ ખાતા ખોલાવ્યા છે. આરંભ સારો થયો છે એટલે અંત પણ સુખદ રેહશે એવી આશા છે...



Thursday, April 10, 2014

Smt. Bhartiben had pledged the proceeds from the sale of these paintings to VSSM

On 8th March 2014  an exhibition and sale of paintings by Smt. Bhartiben Prajapati was organised at Mantra Art Gallery. Bhartiben had pledged the proceeds from the sale of these paintings to VSSM. The venue for the event, Mantra Art Gallery was supported by noted painter Mrs. Nayna Soparkar. 

The event was able to raise Rs. 1.27 lacs, which has been donated to VSSM.

We are deeply grateful to  Bhartiben  and Naynaben for their compassion and support.  Such gestures reflect the growing sensitivity of society towards the issues of Nomadic and De-notified tribes. It also reaffirms our belief that more and more people need to come together to create a healthy society.

Smt. Bhartiben Parjapati, Mr. and Mrs. Soparkar, Shri. Navinbhai, Vice Chairman, The Kalupur Commercial Co-operative Bank, Shri. Madhav Ramanuj President, VSSM and Mittal Patel, Secretary, VSSM at the inauguration of the Art Exhibition. 

Read in Gujarati..

વિચરતા સમુદાયના લાભાર્થે અમદાવાદના જાણીતા ચિત્રકાર આદરણીય શ્રી ભારતીબેન પ્રજાપતિના ચિત્રોનું પ્રદર્શન સાથે વેચાણનું આયોજન તા.૮ મી માર્ચ ૨૦૧૪ થી કરવામાં આવ્યું. આ પ્રદર્શન માટે જાણીતા ચિત્રકાર આદરણીય શ્રી નયનાબેન સોપારકરે પોતાની મંત્ર આર્ટ ગેલેરી આપી. 
આદરણીય ભારતીબેને પોતાના ચિત્રોના વેચાણથી રૂ.૧.૨૭ લાખ વિચરતા સમુદાયના કામો માટે vssmને અનુદાનમાં આપ્યા. 
વિચરતા સમુદાયો વતી અમે ભારતીબેન અને નયનાબેનનો આ તબક્કે આભાર વ્યકત કરીએ છીએ. સાથે સાથે સમાજમાંથી વિચરતા સમુદાયોના ઉત્થાન માટે જે રીતે લોકો જોડાઈ રહ્યા છે તે માટે વિશેષ આનંદ.. વંચિતોના વિકાસ માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ તો ઘણું કામ થઇ શકે.. 

ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુક્યું તે વખતની તસવીર. જેમાં સુશ્રી ભારતીબેન પ્રજાપતિ, મી અને મીસીસ સોપારકર, ધી કાલુપુર કોમર્શીયલ કો- ઓપરેટીવ બેંક લિમિટેડના વાઈસ ચેરમેન શ્રી નવનીતભાઈ, vssm ના પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર શ્રી માધવ રામાનુજ, vssmના મેનેજિંગ ટ્રસ્ટી સુશ્રી મિતલ પટેલ..