Mittal Patel meets Alisingbhaihis wife Manjuben and small children to listen to their painful incident |
Within 15 days of husbands passing away, widowed wives walking out of their marital homes and leaving behind their small children can be heart-wrenching, isn't it?
I found it difficult to believe when Vinodbhai, my team member, shared the above. But when he took me to Panchmahal's Gajapura village of Ghoghamba block to meet Alsingbhai and his wife Manjuben and listen to this painful incident in their own words, I found it difficult to believe.
Alsinghbhai's two elder brothers met with an accident when traveling on their motorbike. The brothers died on the spot. Together these brothers had five children, and the youngest was still on mother's milk.
Losing two sons came as a devastating blow for the family. Alsingbhai was the youngest, and along with his father he tried to take care of the situation, however, wives of both the brothers walked out of the house in less than 15 days of their death. They did not even choose to take the children along. One took the breastfed daughter along, but when Alsingbhai offered to raise the infant, his Bhabhi left her without second thoughts.
"Now consider me their kaka or father; they are my responsibility now!" Alsingbhai shared this poignant truth.
And it is not just Alsingbhai; even his wife has risen to the occasion and accepted these children as her own.
When Vinod learned about this situation, he immediately filled up forms for Palak Mata-Pita Scheme to help ease the financial burden on Alsingbhai's shoulders. The amount has begun arriving in the children's account, but Alsingbhai has not used a single penny from that amount. "It is children's money; I have no right over it!" Alsingbhai replied in all honesty.
"Didi, both mothers have remarried. I learned about this situation when I met them to get the forms signed. There is a precondition that if the mother is alive but refuses to take care of the children, as she has remarried, we need to attach surviving parent's re-marriage certificate as proof along with the application form. In the absence of this signed document, the benefits under the scheme do not commence. I visited the mothers to get the document signed, but the ladies refused to sign the forms. They did not want Alsingbhai to benefit from it." Vinod shared these details while I was still trying to comprehend how can a mother leave her small children behind and walk away!
I was at a loss for words! I could not believe How a mother could be so stone-hearted.
Eventually, Vinod had to seek support from community elders to resolve the issue. The documents were signed, and children began receiving financial support under the Palak- Mata Pita scheme.
VSSM plays a crucial role in ironing away the technical and social nitty-gritty to ensure the needful are linked to various welfare schemes launched by the government for the benefit of the poor. For example, we have linked 20 children to the Palak Mata Pita scheme this year.
પતિ ગુજરી ગયાના પંદર દિવસમાં જ પત્ની સાસરીયું એ પણ નાના બાળકોને નોંધારા મુકી ત્યજી દે એ વાત જ કાળજુ કંપાવનારી લાગે ને?
અમારા કાર્યકર વિનોદે મને જ્યારે આ કહ્યું ત્યારે પ્રથમ તો હું પણ મા આવું કરે એ વાત માનવા તૈયાર નહીં. પણ પછી વિનોદ મને પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગજાપુરાગામ લઈ ગયો ને હું મળી અલસીંગભાઈ અને તેમના પત્ની મંજુબહેનને અને એમના મોંઢેથી બધુ સાંભળીને નવાઈ લાગી.
વાત જાણે એમ બની. અલસીંગભાઈના બે મોટાભાઈ બાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા ને વચમાં અકસ્માત થયો. બે ભાઈઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ બેઉ ભાઈને મળીને કુલ પાંચ સંતાન.
પરિવાર પર તો મૃત્યુના સમાચાર સાંભળી આભ ફાટ્યા જેવું થયું. નાના પાંચ બાળકોમાં એક દીકરી તો હજુ ધાવતી. અલસીંગભાઈ બેઉ ભાઈ પછી સૌથી નાના. એમણે ને એમના પિતાએ બધુ સંભાળવા કોશીશ કરી. પણ પતિની ચિતા હજુ બરાબર ઠરીએ નહોતી ને બેઉ ભાઈની પત્નીઓ બાળકોને મુકીને જતી રહી. હા ધાવતી દીકરીને મા સાથે લઈ ગઈ પણ અલસીંહભાઈ કહે, "નાનકી સિવાયના ચારેય નાના જ હતા ને એમની એમને નહોતી પડી તો પછી નાનકી માટે દયા શું કામ ખાવી. મે ભાભી પાસે જઈને કહ્યું, તમારે નાનકી ને ન રાખવી હોય તે એ પણ આપી દો, હું ઉછેરીશ. ને એમણે કશીયે દલીલ વગર આપી દીધી.
બસ હવે હું જ એનો બાપ ક્યો તો એ ને કાકા ક્યો તો એ..."
અલસીંગભાઈ તો ભાઈ હતા એ બાળકોને સાચવવાનું નક્કી કરે પણ એમના પત્નીએ પણ પાંચેય બાળકોને પોતાના કર્યા.
અમારા વિનોદના ધ્યાને આખો કિસ્સો આવતા એણે પાલક માતા પિતા ફોર્મ આ બાળકો માટે ભરાવ્યા જેથી અલસિંગભાઈને ટેકો રહે.
બાળકોને સહાય મળતી થઈ ગઈ. પણ આજ સુધી અલસીંગભાઈએ એક રૃપિયો પણ બાળકોના નામે સરકારમાંથી આવેલો વાપર્યો નથી. એ પૈસા તો બાળકોના મારો એમાં હક ન લાગે એવું એ કહે.
હું જ્યારે અલસિંગભાઈ અને બાળકોને મળી ત્યારે આવા કુમળા છોડ જેવા બાળકોને મુકીને જવાનો જીવ બાળકોની માનો કેમ ચાલ્યો હશે એ મને મૂંઝવતુ હતું. ત્યા અમારા વિનોદે કહ્યું, "દીદી મા જતી રહી.એ બીજે પરણી પણ ગઈ. જ્યારે પાલક માતા-પિતા યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું હતું ત્યારે મા હયાત હોય તો એ બાળકોની હવે સંભાળ રાખતી નથી એના લગ્ન થઈ ગયા છેનો દાખલો આપણે ફોર્મ સાથે જોડવો પડે જો માતા -પિતા બેમાંથી કોઈ એક જીવતું હોય તો. આ દાખલા વગર સહાય ન મળે. હું એ દાખલો લેવા બાળકોની મા પાસે ગયો તો કોઈ ફોર્મમાં સહી ન કરી આપે. મૂળ સહાય અલસીંગભાઈને મળવાની ને એટલે...."
સાંભળીને મારી પાસેના શબ્દો ખુટી પડ્યા. ખેર વિનોદે ગામના આગેવાનોને વચમાં નાખી સહી કરાવી ને બાળકોને સહાય મળતી થઈ.. પણ એક મા આવું કરી શકે? માન્યમાં ન આવે એવી વાત....
VSSM વિવિધ સેવાકીય પ્રવૃતિ કરે તેમાંનું એક સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે તકવંચિત, વિચરતી જાતિઓને જોડવાનું... બસ એના ભાગરૃપે ઘોઘંબા તાલુકાના લગભગ 20 થી વધુ નોંધારા બાળકોને પાલક માતા પિતા યોજના સાથે જોડવાનું કર્યું.