Tuesday, May 31, 2016

Instead of accepting the nomadic families the authorities still choose to reject them....

The Living Conditions of the Nat and Vansfoda families
in Khoda Village
17 families belonging to Nat and Vansvadee (Jogi) nomadic community stay in a settlement located on the outskirts of Khoda village of Banaskantha’s Tharad block. The settlement has been their home for many years now. While these families remain on the move through out the year they gather back in the settlement to spend the monsoon months. Most nomadic communities across Gujarat do not move/wander during the monsoon period. 

These 17 families possess  Voter-ID Cards, Ration Cards bearing the address of Khoda village, their houses in the settlement  are Kuccha huts with hay roofs. VSSM has been striving to ensure these families are allotted plots to build their homes. VSSM has also filed applications for the same, its been long since we  submitted all the relevant documents in the office of the Mamlatdar. Inspite of producing all the necessary  documents there has been no progress in the direction of processing the applications.  

Until now the families had been receiving water in the settlement, but that too has been turned off. It is believed that an RTO office is coming up on the land where these families are staying right-now. The families aren’t against any construction  on this land, they aren't asking for the plots on that very piece of land, all they are requesting is a piece of land anywhere  so that they can build home and have a permanent address. When the authorities do not process the applications for such a long time it reflects their attitude and makes us question their willingness to work for the voiceless and the marginalised.

At present the families are being pressurised to vacate the place without  telling them where to go. VSSM has requested the authorities to do what is rightful and just for these families. Let us hope for the best.

It pains us immensely when we see thousands of nomadic families survive in absolutely inhumane conditions. Almost 7 decades of independence and our country has huge populations who do not have food at the end of the day. How shameful is that for us as a society and country. After filing the applications we had been expecting allotment of plots, instead what the authorities are doing is shooing them away from the place they called home for several years. 

How wonderful it would have been if the families were given the same priority as is been given to a RTO office!


બનાસકાંઠાના થરાદ તાલુકાના ખોડાગામમાં નટ અને વાંસવાદી (જોગી)ના કુલ 17 પરિવારો વર્ષોથી ગામમાં રહે છે. ધંધા અર્થે ગામથી થોડો સમય બહાર જાય પણ વળી પાછા આ ગામમાં જ આવીને રહે છે. આ પરિવારો પાસે આ ગામના મતદારકાર્ડ, રેશનકાર્ડ પણ છે. આ પરિવારો ગામથી દૂર પડતર જગ્યા પર ઘાસના છાપરાં બાંધીને રહે છે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે VSSM દ્વારા છેલ્લા ચાર વર્ષથી રજૂઆત થઈ રહી છે અને પ્લોટની માંગણી સંદર્ભની દરખાસ્ત તમામ દસ્તાવેજ સાથેની મામલતદાર કચેરીમાં જમા પણ કરાવી છે પણ કોણ જાણે આ દિશામાં કોઈ કાર્યવાહી કેમ થતી નથી.

આ પરિવારો જ્યાં રહે છે ત્યાં પીવાના પાણીની સુવિધા કરી હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં આ પરિવારો રહે છે ત્યાં કદાચ આર.ટી.ઓ કચેરી બનવાની છે. આરટીઓ કચેરી ભલે બને આ પરિવારો તેનો વિરોધ નથી કરતા. ના તેઓ હાલમાં જે જગ્યા પર રહે છે તે ફાળવવાની જીદ કરતા પણ ક્યાંક તો તેને સ્થાયી સરનામું આપવાની માંગ કરે છે. જે આ દેશના નાગરિક હોવાના નાતે તેમનો અધિકાર પણ છે. પણ સમાજના સૌથી છેવાડે રહેતા આ પરિવારો પ્રત્યે સૌ દુર્લક્ષ સેવી રહ્યા હોય તેમ લાગે છે. હાલમાં તેમના ઉપર આ જગ્યા ખાલી કરવા સૌ દબાણ કરી રહ્યા છે. પણ ક્યાં જઈને રહેવું તેનો વિકલ્પ કોઈ આપતા નથી. VSSMએ આ પરિવારો સાથે ન્યાયીક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. જોઈએ શું થાય છે..

પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ આવી અમાનવીય સ્થિતિમાં આપણા જ દેશના નાગરિકોને જીવવું પડે તે આપણા સૌ માટે શરમજનક છે. વળી તેમને કાયમી સરનામું આપવાની જગ્યાએ હડહડ કરતા તેમને કાઢી મુકવાનું સૌ હોંશથી કરી રહ્યા છે. કાશ આર.ટી.ઓ. કચેરીની જેમ આ પરિવારો પણ સરકારની પ્રાથમિકતામાં હોત...

ખોડામાં રહેતા નટ અને વાંસફોડા પરિવારો જે સ્થિતિમાં રહે છે તે આ સાથેના ફોટોમાં જોઈ શકાય છે

Monday, May 30, 2016

VSSM helps Gadaliyaa families file applications for residential plots...

The tin-shades that are home to these Gadaliyaa families
The Saurashtra region of Gujarat has vast concentration of nomadic and de-notified communities. The settlements could be found scattered across the region, since no government machinery has yet reached these communities they remain deprived of their fundamental rights and basic documents. 

Kanubhai filling up the necessary  forms..
61 Gadaliyaa families stay in the Veerpur village of Rajkot’s Jetpur block. The village hosts their monsoon settlement. The families who earn their living from hand crafting iron tools  remain on the move through  large part of the year. You must be aware that this community derives  its name Gadaliya from the way they wander, with their belongings laden on a Gaada/bullock cart. Most of these families do not have voter ID cards, ration cards, Adhar UID card etc… the requests for the same have been made to the government but nothing much has been achieved yet….

Natubhai Makwana of Rajkot approached VSSM informing us about the presence of these families and requesting us to help them attain their rights. VSSM’s Kanubhai visited the settlement and met up with the residents and one Devrajbhai Gadaliya  a helpful and zealous member of the community  who has always worked for the betterment of his community. The arrival of Kanubhai to the settlement brought quite a relief to  Devrajbhai.

Kanubhai has prepared and submitted to the Collector’s office the applications for allotment of  residential plots, along with the applications for plot he is also filling up forms for Ration card, voter card etc. 

VSSM has religiously brought to the notice of the government, gaps that exist in reaching to these communities who struggle is to  attain  their primary needs, we hope the administration and government are able to resolve these issues at the earliest…

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુરગામમાં 61 ગાડલિયા પરિવારો વર્ષોથી ગામમાં અસ્થાયી વસવાટ કરે. પરંપરાગત લોખંડમાંથી ઓજારો બનાવવાનું કામ કરે અને તે માટે વર્ષના આઠ મહિના વિચરણ કરે. ગાડા પર સામાન લઈને વિચરતા આ ગાડલિયા પરિવારોમાંના મોટાભાગના પાસે મતદારકાર્ડ, આધારકાર્ડ કે રેશનકાર્ડ જેવા પુરાવા ના મળે. સરકારમાં રજૂઆતો પણ કરેલી પણ નક્કર પરિણામ ના મળે.

રાજકોટના નટુભાઈ મકવાણાએ આ પરિવારોને મદદરૃપ થવાનું vssmના કાર્યકર કનુભાઈને કહ્યું અને કનુભાઈ વસાહતમાં ગયા. વસાહતમાં ઉત્સાહી યુવાન દેવરાજભાઈ પણ પોતાના કુટુંબીજનોનું ભલું થાય તે માટે ખુબ મહેનત કરતા. તેમને પણ કનુભાઈના આવવાથી હાશકારો થયો. 

કનુભાઈએ આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની અરજીઓ તૈયાર કરીને કલેક્ટર કચેરીમાં દાખલ કરી. સાથે સાથે રેશનકાર્ડ, મતદારકાર્ડ વગેરે અરજીઓ પણ તૈયાર કરવાનું તેઓ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં આ સમુદાયોની વસતિ વધારે છે અને સ્થિતિ પણ ખરાબ છે. વિચરતી જાતિઓના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે એક મુદ્દાનો કાર્યક્રમ સરકારી સ્તરે થાય તો જ આ જાતિઓના તમામ પ્રશ્નોનું સમાધાન થઈ શકે. ગુજરાતમાં આ માટે અમે ખુબ રજૂઆતો કરી છે.આશા છે આ સરકાર આ બાબતનું વહેલીતકે સમાધાન લાવે..

ફોટોમાં આ પરિવારોએ પતરાંમાંથી ઊભા કરેલા છાપરાં અને તેમના રહેણાંક અર્થે પ્લોટ અને રેશનકાર્ડના ફોર્મ ભરતા vssmના કાર્યકર કનુભાઈ