Monday, May 30, 2016

VSSM helps Gadaliyaa families file applications for residential plots...

The tin-shades that are home to these Gadaliyaa families
The Saurashtra region of Gujarat has vast concentration of nomadic and de-notified communities. The settlements could be found scattered across the region, since no government machinery has yet reached these communities they remain deprived of their fundamental rights and basic documents. 

Kanubhai filling up the necessary  forms..
61 Gadaliyaa families stay in the Veerpur village of Rajkot’s Jetpur block. The village hosts their monsoon settlement. The families who earn their living from hand crafting iron tools  remain on the move through  large part of the year. You must be aware that this community derives  its name Gadaliya from the way they wander, with their belongings laden on a Gaada/bullock cart. Most of these families do not have voter ID cards, ration cards, Adhar UID card etc… the requests for the same have been made to the government but nothing much has been achieved yet….

Natubhai Makwana of Rajkot approached VSSM informing us about the presence of these families and requesting us to help them attain their rights. VSSM’s Kanubhai visited the settlement and met up with the residents and one Devrajbhai Gadaliya  a helpful and zealous member of the community  who has always worked for the betterment of his community. The arrival of Kanubhai to the settlement brought quite a relief to  Devrajbhai.

Kanubhai has prepared and submitted to the Collector’s office the applications for allotment of  residential plots, along with the applications for plot he is also filling up forms for Ration card, voter card etc. 

VSSM has religiously brought to the notice of the government, gaps that exist in reaching to these communities who struggle is to  attain  their primary needs, we hope the administration and government are able to resolve these issues at the earliest…

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુરગામમાં 61 ગાડલિયા પરિવારો વર્ષોથી ગામમાં અસ્થાયી વસવાટ કરે. પરંપરાગત લોખંડમાંથી ઓજારો બનાવવાનું કામ કરે અને તે માટે વર્ષના આઠ મહિના વિચરણ કરે. ગાડા પર સામાન લઈને વિચરતા આ ગાડલિયા પરિવારોમાંના મોટાભાગના પાસે મતદારકાર્ડ, આધારકાર્ડ કે રેશનકાર્ડ જેવા પુરાવા ના મળે. સરકારમાં રજૂઆતો પણ કરેલી પણ નક્કર પરિણામ ના મળે.

રાજકોટના નટુભાઈ મકવાણાએ આ પરિવારોને મદદરૃપ થવાનું vssmના કાર્યકર કનુભાઈને કહ્યું અને કનુભાઈ વસાહતમાં ગયા. વસાહતમાં ઉત્સાહી યુવાન દેવરાજભાઈ પણ પોતાના કુટુંબીજનોનું ભલું થાય તે માટે ખુબ મહેનત કરતા. તેમને પણ કનુભાઈના આવવાથી હાશકારો થયો. 

કનુભાઈએ આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની અરજીઓ તૈયાર કરીને કલેક્ટર કચેરીમાં દાખલ કરી. સાથે સાથે રેશનકાર્ડ, મતદારકાર્ડ વગેરે અરજીઓ પણ તૈયાર કરવાનું તેઓ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં આ સમુદાયોની વસતિ વધારે છે અને સ્થિતિ પણ ખરાબ છે. વિચરતી જાતિઓના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે એક મુદ્દાનો કાર્યક્રમ સરકારી સ્તરે થાય તો જ આ જાતિઓના તમામ પ્રશ્નોનું સમાધાન થઈ શકે. ગુજરાતમાં આ માટે અમે ખુબ રજૂઆતો કરી છે.આશા છે આ સરકાર આ બાબતનું વહેલીતકે સમાધાન લાવે..

ફોટોમાં આ પરિવારોએ પતરાંમાંથી ઊભા કરેલા છાપરાં અને તેમના રહેણાંક અર્થે પ્લોટ અને રેશનકાર્ડના ફોર્મ ભરતા vssmના કાર્યકર કનુભાઈ


No comments:

Post a Comment