|
Nomadic Families with their SolarLights |
|
VSSM Co-ordinators distributing Solarlights to Nomads |
The idea of illumination in someone's house is a matter of fortune. People from the Nomadic & De-notified communities usually stay in kachcha houses. In the evening, if they have food grains they have to prepare dinner by 5-00 p.m., since they don’t have electricity facility. Many don’t even have ration card, they cannot purchase kerosene to light the lamp. In the night, many times, when they go to relieve themselves, they come across snakes, scorpion etc. Only they can tell you what is sheer darkness. Nomadic communities were friendly with dark nights but they too had dream of having electricity/light in their houses. But all this was not possible.
|
Shri Maharshibhai explaining about the use of Solarlights |
Shri Maharishibhai, Rituben from Mumbai were much concerned about the condition of Nomadic communities. What should be done? They met their friends and they mutually decided to donate Solar lights among nomads. They donated solar lights to 100 families of Kangsiya, Devipujak, Gadaliya, Bavri, Vansforda communities staying in Kuvadva, Sat-Hanuman, Tankara, Hadbatiyali of Rajkot. Shri Maharshibhai explained to them about how to use solar lights.
Solar light costing Rs.800/- was not taken by those families for free but they paid Rs.100 each accordingly to their capacity.
|
Shri Maharshibhai with nomadic families |
We are grateful to Maharshibhai, Rituben and Sparsh Foundation, because without your support, love and affection for the community this would not have been possible.
Special thanks to the Nomadic community for their feeling of not taking things for free. A lot of love to Kanubhai and Chhayaben because of whom all this was possible in the settlement. All this is possible because of the devoted field workers like you who are with us.
#vssm #Nomadictribes #light #dnt #kangsia #Devipoojak #bavri #gadliyaMaharshi K Dave Kanubhai Bajaniya
|
Shri Maharshibhai donated Solar lights to nomadic families |
કોઈના
ઘરમાં અજવાળું કરવાનો વિચાર આવે એ ઘડી ધનભાગ જેવી. વિચરતી વિમુક્ત જાતિઓ
છાપરામાં રહે. સાંજે 5 વાગે ઘરમાં અનાજ પડ્યું હોય તો લાઇટ ના હોવાના લીધે
જમવાનું બનાવી લેવાનું. કેટલાક પાસે તો રેશનકાર્ડ પણ નથી એટલે ઘાસતેલેય નથી
જેને બાળીને દીવો કરી શકાય. રાતમાં એકી પાણી માટે જવાનું થાય ને ઘણી વખત
એરું, સાપ, વીંછીનો ભેટોય થાય.
|
Nomadic Families with their Solarlights |
ઘોર અંધારું કોને કહેવાય એ આ લોકોને
પૂછો તો ખ્યાલ આવે. આવા અંધારા સાથે વિચરતી જાતિઓએ કમનેય દોસ્તી કરી પણ
અંદરથી ઝુંપડા વીજળીકરણ યોજનાની મદદની ઝંખના ખરી. પણ એ બધું કઈં થયું નહિ...
મુંબઈમાં રહેતા મહર્ષિભાઈ, ઋતુબેનને વિચરતી
જાતિઓની સ્થિતિનો ખ્યાલ આવ્યો.
જીવ બળ્યો. શું કરવું એ વિચારી એમણે એમના મિત્રોએ ભેગા થઇને સોલાર લાઈટ
આપવાનું નક્કી કર્યું.
|
Nomadic Families with their Solarlights |
રાજકોટના કુવાડવા, સાતહનુમાન, ટંકારા,
હળબટીયાળીમાં રહેતા 100 જેટલા કાંગસિયા, દેવીપૂજક, ગાડલીયા, બાવરી,
વાંસફોડા વગેરે સમુદાયના પરિવારોને સોલાર લાઈટ આપી સાથે મહર્ષિભાઈએ આ લાઈટ
કેમ વાપરવી એ પણ સમજાવ્યું...
મૂળ 800 ની કિંમતની લાઈટ મફત નથી લેવી એમ કહીને પોતાની શક્તિ પ્રમાણે 100 રૂપિયાની કિંમત પણ પરિવારોએ આપી.
|
Nomadic Families with their Solarlights |
આભાર મહર્ષિભાઈ, ઋતુબેન અને સ્પર્શ ફાઉન્ડેશન તમારી લાગણી આ સમુહ માટે ના હોત તો આ શક્ય નહોતું.
વિચરતી જાતિઓનો આભાર ખાસ માનીશ મૂળ તો મફતનું ના લેવાનું ભાવના જાગી એ માટે.
વસાહતમાં આ બધું જેમનાથી શક્ય બન્યું એવા કનુભાઈ અને છાયાબેનને ખુબ
પ્રેમ.. તમારા જેવા સંનિષ્ઠ કાર્યકર સાથે હોવાના કારણે આ બધુંયે કામ થઇ શકે
છે.
|
Nomadic Families with their Solarlights |
#vssm #Nomadictribes #light #dnt #kangsia #Devipoojak #bavri #gadliya Maharshi K Dave Kanubhai Bajaniya