Showing posts with label nomadic life. Show all posts
Showing posts with label nomadic life. Show all posts

Friday, July 22, 2022

VSSM is grateful to Rosy Blue Pvt Ltd. And the community for being instrumental in turning this tiny nook green and lush…

Mittal Patel plated Jambu Plant last year
which have grown big

"The crematorium of our village wore a haunted look. There wasn't a  single tree to stand under when cremation rituals were performed. Once the rites were over, everyone would spread across in the neighbouring farms to rest under the shade of a tree while the pyre burnt. However, last year with your help, we began planting trees at the crematorium, which has given it a soothing green cover. People now come to the crematorium to enjoy the shade of these trees." Bharkawada's ex-sarpanch Jayantibhai shared this very encouraging feedback.

Shri Girishbhai Raval, a retired forest officer, stays in the village. The plantation was carried out under his guidance; he also actively took care of the planted trees. As a result, 2471 of the  2500 trees we planted with Rosy Blue's help have survived and grown. The community has replaced the 29 who could not withstand the heat.

"Ben, we have planted 45 varieties of trees; it is this diversity that will keep the soil and our environment healthy." Hasmukhbhai, a resident of Bharkawada tells me.

The plantation drive of Bharkawada had made it as front page news of local daily Divya Bhaskar. The same article was also covered in the nation edition Dainik Jagran.

"Ben, we know the responsibility of nurturing and raising these trees. We promise to raise all the trees we plant." I remember Haribhai and Bhikhabhai had promised me. "All of us have come together to put our efforts and raise these trees."

We are grateful to Rosy Blue Pvt Ltd. And the community for being instrumental in turning this tiny nook green and lush…

જુઓ અમે વાવેલા કેવા ઉછર્યા તે...

"અમારા સ્મશાન પાસેથી અમે પસાર થતા તો ભેંકાર લાગતું. ડાધુઓ અગ્નિસંસ્કાર માટે કોઈને લઈને સ્મશાનમાં આવે તો છાંયડો ન મળે. એટલે બધા અગ્નિદાહ આપીને આસપાસના ખેતરમાં જ્યાં છાંયડો મળે ત્યાં વિખરાઈ જાય. એક વર્ષ પહેલાં અમારા સ્મશાનની આ હાલત હતી. પણ તમારી મદદથી અમે સ્મશાનમાં વૃક્ષો વાવ્યા ને આજે સ્મશાન હરિયાળુ થઈ ગયું. લોકો હવે અમસ્તા સ્મશાને બેસવા આવી શકે એવું રળીયામણુ થયું.."

આ શબ્દો છે બનાસકાંઠાના ભરકાવાડા ગામના પૂર્વ સરપંચ જયંતીભાઈના. ગામમાં નિવૃત ફોરેસ્ટ અધિકારી ગીરીશભાઈ રાવલ રહે. એમના માર્ગદર્શન હેઠળ વૃક્ષો વાવ્યા ને એ પોતે સક્રિય રીતે આનું ધ્યાન રાખે. પરિણામે અમે રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી.ની મદદથી વાવેલા 2500માંથી 2471 વૃક્ષો આજે ઉછરી રહ્યા છે. જે 29 બળ્યા તે પણ આ ચોમાસે ગામે વાવી દીધા. 

ગામના હસમુખભાઈએ કહ્યું, બેન અમારા સ્મશાનમાં 45 જાતના વૃક્ષો અમે વાવ્યા છે. જુદા જુદા વૃક્ષો વાવીયે તો એ જમીનને તંદુરસ્ત રાખે અને પર્યાવરણ માટે પણ એ સાનુકુળ.

એક વર્ષ પહેલાં જ્યારે વૃક્ષો વાવ્યા ત્યારે દિવ્યભાસ્કરના પહેલાં પાને હેડલાઈન છપાઈ હતી. શ્વાસારોપણના નામે. આજ હેડલાઈન સાથે પછી આખા દેશમાં દૈનિક જાગરમાં છપાયેલું. 

એ વખતે મે પણ જાંબુ વાવેલો જે ફોટોમાં જોઈ શકાય એવડો થઈ ગયો.. 

ગામના હરિભાઈ અને ભીખાભાઈએ કહેલું કે, "બેન જવાબદારી પૂર્વક કહીએ છીએ જેટલા વાવશું એ બધા ઉછેરીશું.. ને સાચે ગામનો સંપ સરસ એટલે એકબીજાના પૂરક બની સૌ વૃક્ષોને સાચવે છે દર રવિવારે સૌ શ્રમદાન પણ કરે"આભાર રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. અને ગામલોકોનો તમારી મદદથી અમે બનાસકાંઠામાં હરિયાળી પાથરવામાં નિમિત્ત બની શક્યા છીએ.. 

#MittalPatel #vssm #TreePlantation



Mittal Patel with Sarpanch , Retired Forest Officer and other
villagers at Bharkawada tree plantation site

2471 of the  2500 trees we planted with
 Rosy Blue's help have survived and grown

Bharkawada Tree Plantation site

Bharkawada Tree Plantation site

Bharkawada Tree Plantation site


Monday, June 07, 2021

Since the well-being of these humans is dear to me, I take the liberty to scold them if required...

Mittal Patel asking Sadik to give up smoking

 “Because you are asking me to, I give up smoking bidi from today!”

“This won’t convince me, take a vow!”

“Your word is our command, Ben. Yet if you insist I vow in the name of our community Goddess.”

And Sadik broke into pieces the bidi pack he was carrying with him.

“If you break your pledge the Goddess will be really angry.”

“Oh Ben, trust me, when I have committed to you, I will not break the pledge till the end of my life.”

“Think twice before committing, you cannot break Ben’s trust.” Sadik’s wife who was standing next to us  warned him.

Sadik and his wife have worked hard, borrowed money to buy a plot with a  dream to build a house upon it.

VSSM, with the support from its well-wishers  and  Government assistance  has helped 29 families of Chapi build houses of their own.  Sadik happened to see these houses coming up and approached us for some help. If you help me, I too will be able to build my own house,” he had shared while requesting for support.

“Why should we help you when you have enough money to waste on  bidi?” I had questioned him when he had come to meet us with this request, with bidi in hand. As I always do, I  gave him a long lecture on these life threatening habits. In his response to my lecture, Sadik pledged to leave smoking bidi.

Since the well-being of these humans is dear to me, I take the liberty to scold them if required. But what is important here is the right they  have given me to rebuke them. It truly is a blessings to have such dear ones. 

'તમે કો'છો તે આજથી આ બીડી મેલી..'

'એમ ન માનું. ખાવ તમારી માતાના હમ..'

'તમન કીધુ એટલે પતી જ્યું બુન તોય વિસવા ના આવતો હોય તો લો મા જોગણી ના હમ'

એમ કહીને સાદીકે બીડીની ઝૂડી મારી સામે તોડી મે કહ્યું,

'જો જો વચન તોડશો તો મા જોગણી તમને ઝાલશે હો...'

'મારી બુન તમન એક ફેરા કઈ દીધુ પસી બધુ આઈ જ્યું..'

સાદીક બોલી રહ્યો હતો ત્યારે એની ઘરવાળી એની બાજુમાં ઊભી હતી એણે કહ્યું,

 'જોઈ વિચારન્ વચન આલજે હો બુન આગળ ખોટા પડીએ એ ના ચાલ..' સાદીક ને એની ઘરવાળીએ મહેનત મજુરી કરીને અને થોડા ઘણા ઉછીના પાછીના કરીને છાપીમાં ઘર બાંધવા પ્લોટ ખરીદેલો. 

મૂળ #છાપીમાં #વિચરતી_જાતિના 29 પરિવારોના ઘર બાંધવામાં સરકારની સહાય ઉપરાંત #VSSM સાથે સંકળાયેલા સ્વજનો મદદ કરે. આ પરિવારોના બંધાતા ઘર જોઈને સાદીકને સરકાર ને સંસ્થા મનેય મદદ કરે તો મારુયે ઘર થઈ જાય એવી લાગણી થઈ. તે આ વાત કરવા એ આવ્યો ને હાથમાં બીડી જોઈ મે એને બીડી પીવા પૈસા છે તો અમે શું કામ મદદ કરીએ વગેરે કહીને ટેવ પ્રમાણે લાંબુ લેક્ચર આપ્યું જવાબમાં સાદીકે બીડી છોડી..

આ બધા વહાલા છે એટલે એમને વઢી શકુ.. 

પણ અગત્યનું એમણે આ અધિકાર આપ્યો એ છે...કુદરતની કૃપા હોય તો જ આવા સ્વજનો મળે.. એ રીતે હું નસીબદાર

#MittalPatel #nomadiclife

#denotifiedtrivbe #meercommunity

#humanity #people #બનાસકાંઠા

VSSM with support from well-wishers provided tarpaulin sheets to 528 families from Amreli and surrounding regions...

VSSM with support of their well-wishers provided tarpaulin
sheets to 528 families 

“These sheets (tarpaulin) are strong and sturdy. If used well, we need not worry for the next 2-3 years. The cyclone took away our roof and walls, but these sheets will ease our monsoon pains. This year we will experience some peace during monsoons.” Bhagwanbhai from Amreli’s Bagasara shared this sentiment on receiving a tarpaulin sheet given to cover their roof.  

Cyclone Tauktea devastated Saurashtra. VSSM,with support from Krishnakant Uncle and Indira  Auntie and Milanbhai Shah of Kudrati Upchar Trust provided tarpaulin sheets to 528 families from Amreli and surrounding regions whose roofs were blown away by the cyclone. 

VSSM’s Ramesh, Vinod, Madhuben, Rajnibhai immediately surveyed the condition of the affected, gathered the required information and completed the distribution of the sheets. While Dimpleben poured in efforts to ensure we procured the best quality tarpaulins at the best prices. 

Immensely grateful for the support of our well-wishers and the strength of VSSM’s team.

 'બહુ મજબૂત કાગળ(તારપોલીન) દીધા સે. બે તણ વરહ હુદી આને હરખો હાચવીએ તો કાંઈ થવાનું નથ. અમારુ ચોમાસુ હખેથી નીહરી જશે.. આ વાવાઝોડાએ અમારી વલે કરી નાખી'તી. પણ હવે ચિંતા નથ..'

#અમરેલીના બગસરાના ભગવાનભાઈએ પોતાના છાપરાં પર તારપોલીન ઢાંકતા આ ભાવના વ્યક્ત કરી..

#તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ખુબ નુકશાન કર્યું. અમે અમરેલી અને અન્ય વિસ્તારમાં જ્યાં લોકો ઝૂંપડાં બાંધીને રહેતા અને જેમનું બધુ વાવાઝોડામાં ખતમ થઈ ગયું તેવા 528 પરિવારોને તારપોલીન આપવાનું અમારા પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈન્દિરા આંટી તેમજ પ્રિય મીલનભાઈ શાહ - કુદરતી ઉપચાર ટ્રસ્ટના માધ્યથી કર્યું. આપની આ લાગણી માટે આભારી છીએ.

અમારા કાર્યકર રમેશ, વિનોદ, મધુબહેન, રજનીભાઈ સૌએ જરૃરિયાતવાળા પરિવારોની માહિતી જાતે જઈને એકત્રીત કરી અને વિતરણ પૂર્ણ કર્યું.. 

જ્યારે ડીમ્પલબેને સારી ગુણવત્તાવાળી તારપોલીન એ પણ ઓછા ખર્ચમાં મળે તે માટે ઘણી મહેનત કરી.

આપ સૌ પ્રત્યે રાજીપો...

#MittalPatel #vssm #house

#nomadiclife #denotified

#care #તૌકતે #CycloneTauktae

#saurashtra #gujrat #india

Cyclone Taukatae devastated nomadic families shanties

Nomadic women covered her roof with new tarpaulin sheet 

Cyclone Tauktea devastated Saurashtra



Nomadic families covered their roof with new tarpaulin sheet

The current living condition of nomadic families

Nomadic men covered his roof with new tarpaulin sheet

VSSM gave new tarpaulin sheets to cover their roof

Nomadic families received new tarpaulin sheets to cover their
roof

Nomadic women covered her roof with new tarpaulin sheet

Nomadic families covered their roofs with new tarpaulin sheets
given by VSSM

528 families from Amreli and surrounding regions whose roofs
were blown away by the cyclone