Mittal Patel plated Jambu Plant last year which have grown big |
"The crematorium of our village wore a haunted look. There wasn't a single tree to stand under when cremation rituals were performed. Once the rites were over, everyone would spread across in the neighbouring farms to rest under the shade of a tree while the pyre burnt. However, last year with your help, we began planting trees at the crematorium, which has given it a soothing green cover. People now come to the crematorium to enjoy the shade of these trees." Bharkawada's ex-sarpanch Jayantibhai shared this very encouraging feedback.
Shri Girishbhai Raval, a retired forest officer, stays in the village. The plantation was carried out under his guidance; he also actively took care of the planted trees. As a result, 2471 of the 2500 trees we planted with Rosy Blue's help have survived and grown. The community has replaced the 29 who could not withstand the heat.
"Ben, we have planted 45 varieties of trees; it is this diversity that will keep the soil and our environment healthy." Hasmukhbhai, a resident of Bharkawada tells me.
The plantation drive of Bharkawada had made it as front page news of local daily Divya Bhaskar. The same article was also covered in the nation edition Dainik Jagran.
"Ben, we know the responsibility of nurturing and raising these trees. We promise to raise all the trees we plant." I remember Haribhai and Bhikhabhai had promised me. "All of us have come together to put our efforts and raise these trees."
We are grateful to Rosy Blue Pvt Ltd. And the community for being instrumental in turning this tiny nook green and lush…
જુઓ અમે વાવેલા કેવા ઉછર્યા તે...
"અમારા સ્મશાન પાસેથી અમે પસાર થતા તો ભેંકાર લાગતું. ડાધુઓ અગ્નિસંસ્કાર માટે કોઈને લઈને સ્મશાનમાં આવે તો છાંયડો ન મળે. એટલે બધા અગ્નિદાહ આપીને આસપાસના ખેતરમાં જ્યાં છાંયડો મળે ત્યાં વિખરાઈ જાય. એક વર્ષ પહેલાં અમારા સ્મશાનની આ હાલત હતી. પણ તમારી મદદથી અમે સ્મશાનમાં વૃક્ષો વાવ્યા ને આજે સ્મશાન હરિયાળુ થઈ ગયું. લોકો હવે અમસ્તા સ્મશાને બેસવા આવી શકે એવું રળીયામણુ થયું.."
આ શબ્દો છે બનાસકાંઠાના ભરકાવાડા ગામના પૂર્વ સરપંચ જયંતીભાઈના. ગામમાં નિવૃત ફોરેસ્ટ અધિકારી ગીરીશભાઈ રાવલ રહે. એમના માર્ગદર્શન હેઠળ વૃક્ષો વાવ્યા ને એ પોતે સક્રિય રીતે આનું ધ્યાન રાખે. પરિણામે અમે રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી.ની મદદથી વાવેલા 2500માંથી 2471 વૃક્ષો આજે ઉછરી રહ્યા છે. જે 29 બળ્યા તે પણ આ ચોમાસે ગામે વાવી દીધા.
ગામના હસમુખભાઈએ કહ્યું, બેન અમારા સ્મશાનમાં 45 જાતના વૃક્ષો અમે વાવ્યા છે. જુદા જુદા વૃક્ષો વાવીયે તો એ જમીનને તંદુરસ્ત રાખે અને પર્યાવરણ માટે પણ એ સાનુકુળ.
એક વર્ષ પહેલાં જ્યારે વૃક્ષો વાવ્યા ત્યારે દિવ્યભાસ્કરના પહેલાં પાને હેડલાઈન છપાઈ હતી. શ્વાસારોપણના નામે. આજ હેડલાઈન સાથે પછી આખા દેશમાં દૈનિક જાગરમાં છપાયેલું.
એ વખતે મે પણ જાંબુ વાવેલો જે ફોટોમાં જોઈ શકાય એવડો થઈ ગયો..
ગામના હરિભાઈ અને ભીખાભાઈએ કહેલું કે, "બેન જવાબદારી પૂર્વક કહીએ છીએ જેટલા વાવશું એ બધા ઉછેરીશું.. ને સાચે ગામનો સંપ સરસ એટલે એકબીજાના પૂરક બની સૌ વૃક્ષોને સાચવે છે દર રવિવારે સૌ શ્રમદાન પણ કરે"આભાર રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. અને ગામલોકોનો તમારી મદદથી અમે બનાસકાંઠામાં હરિયાળી પાથરવામાં નિમિત્ત બની શક્યા છીએ..
#MittalPatel #vssm #TreePlantation
Mittal Patel with Sarpanch , Retired Forest Officer and other villagers at Bharkawada tree plantation site |
2471 of the 2500 trees we planted with Rosy Blue's help have survived and grown |
Bharkawada Tree Plantation site |
Bharkawada Tree Plantation site |
Bharkawada Tree Plantation site |
No comments:
Post a Comment