The parents of Vadia do not prefer to send their children to the government school that exists in Vadia, rendering the school utterly useless. The reason behind this attitude is the nuisance of pimps around the school campus. Parents prefer to avoid their daughters attracting unnecessary attention of this pimps. The teachers also are least bothered and interested in teaching this children. VSSM has made numerous appeals to the concerned authorities to look into the matter following which things would change for better but for a couple of days only. The thought of educating this children kept nagging us all the time.
The history that Vadia possess and the state of affairs that prevail in this village it was desired that the children be moved out of Vadia, to a place that is healthy for their mental and physical wellbeing. In the past 5 years, 10 boys from Vadia have been enrolled in St. Xaviers school and Gurukul. The change these boys as well as their families have undergone is very apparent. This has strengthened our belief that if these children are given a different environment they can flourish.
Hence, after a lot of internal debate, starting this year we have initiated a hostel in Tharad for the children of Vaida. 45 children (in the picture below) have taken admission in this hostel. The challenge for us is getting them enrolled in the school at Tharad. Most of these kids who are from 4th to 6th grades are unable to read or write, because of which the school authorities are showing resistance towards enrolling them. Only 15 children have secured admission yet 30 still remain. We are determined to enrol all these children in the school soon.
ગુજરાતીમાં અનુવાદ..
વાડિયાના બાળકોને સારું ભવિષ્ય આપવાનો નિર્ધાર...
વાડિયામાં સરકારી શાળા છે પણ બાળકો ત્યાં ભણવા જાય નહિ. મૂળ તો સરકારી શાળાની આજુબાજુ દલાલોએ પોતાનું સામ્રાજ્ય ઉભું કરી દીધેલું. એટલે મા- બાપ પોતાના બાળકોને શાળામાં મુકવાનું ટાળે. દેહવ્યાપારથી પંકાયેલા વાડિયામાં પ્રાથમિક શાળાના શિક્ષકો પણ બાળકો પર વધુ ધ્યાન ન આપે.
આ બાળકોના ભણતરની સતત ચિંતા થયા કરે. ગામની શાળા સારી ચાલે એ માટે ઘણી રજૂઆતો કરેલી પણ રજૂઆત કર્યા પછીના ચાર દિવસ સારું ચાલે પછી હતું તેમના તેમ..
વળી વાડિયાના સંદર્ભે બાળકો ગામના વાતાવરણમાંથી બહાર નીકળી ભણતા થાય તે વધારે સારું હતું. ગામના ૧૦ બાળકોને અમે છેલ્લા પાંચ વર્ષમાં સેન્ટ ઝેવિયર્સ school અને ગુરુકુળમાં દાખલ કરેલા. આ બાળકો ખૂબ સારું ભણતા થયા છે અને તેમના થકી એમના પરિવારમાં આવેલું પરિવર્તન પણ અમે જોઈ શક્યા છીએ. એટલે વધુ ને વધુ બાળકો ગામના વાતાવરણમાંથી બહાર નીકળી અને ભણતા થાય તેમ કરવું વધારે જરૂરી હતું.
ઉપરોક્ત બાબતે ઘણા મનોમંથનના અંતે આ વર્ષે વાડીયાના ૪૫ બાળકો માટે આપણે થરાદમાં જ હોસ્ટેલ શરુ કરી અને થરાદની જ એક શાળામાં એમને દાખલ કર્યા. નીચે ફોટોમાં હોસ્ટેલના બાળકો.
(હાલ આ ૪૫ બાળકોમાંથી કેટલાક તો ધો. ૪, ૫ કે ૬ માં ભણી રહ્યા છે છતાં એમને વાંચતા- લખતા આવડતું નથી. આ બાળકોના દાખલા આપવામાં પણ પ્રાથમિક શાળા- વાડિયાના શિક્ષક આના – કાની કરી રહ્યા છે. ગઈ કાલ સુધી ૧૫ બાળકોના દાખલા મળ્યા છે હજુ ૩૦ બાળકોના બાકી છે.)