Friday, June 28, 2019

People of Dudhva dig lake in their village and return the favour to nature...

Mittal Patel meets villagers during lake deepening work
“On Navoni Agiyar, the entire village comes together to desilt, deepen and clean the village lakes!!”

Caring and nurturing the common property resources was the responsibility of all, the villagers ensured that all of these were well taken care of. Hence, there were certain days earmarked in a year when the villagers would collectively do the maintenance jobs required for up-keeping these resources.

Mittal Patel discusses water management with the elders of
Dudhva village
This was shared to us by Bhagwanbhai, the Sarpanch of Sui village,  when we were working on deepening the lake in his village. A short video shares Bhagwanbhai’s enlightening talk, do find  time and listen to it. The wisdom behind these traditional practices is the reason the communities faced fewer challenges in the past.

All of us who understand the value of water, draw water from underground, have forgotten our duty to deepen the lakes that were instrumental in recharging the groundwater.

After a lot of convincing, meetings, discussions, hassles to sensitise people toward the need to conserve water and to contribute for preserving their resources we have deepened 70 lakes in Banaskantha with community participation and contribution. But 70 is nothing. There is a  need to upscale the efforts to do 1000s more.

The monsoon has arrived and we have suspended our task of deepening the lakes.

However, my humble request and advise is once the monsoon is over spare a day, come together, bring your tractors along, collect contribution to hire a JCB and deepen the lakes of your village. This is a task much crucial  and required than building temples.

If we decide to work 8 days in eight months the lakes will thrive and so would the life the  water  of these lakes support. If this

happens no one will need to say, “I don’t remember when was this lake last deepened!!” If we remain diligent there will be no need to teach our coming generations they will learn from observing us perform our responsibility.

VSSM’s Naran and Bhagwan are tirelessly working  to prepare and sensitise the village leaders and population. It is an honour to have them on our team.

The image is of a meeting we had with the village elders of Dudhva during the lake deepening works.

 નવોણી અગિયારે આખુ ગામ તળાવ ખોદવાનું કામ પોતાની મેળે કરતું...
એવું સુઈગામના દુધવા ગામના સરપંચ ભગવાનભાઈએ કહ્યું. 
તેમના ગામમાં અમે તળાવ કર્યું એ વખતે તેમની સાથે થયેલી વાત વિડીયોમાં છે.. સમય કાઢી સાંભળજો.. ઘણું સમજાશે...

સરકાર કે કોઈ સંસ્થાની મદદ વગર ગામલોકો પોતાની રીતે આ કામ કરતા. 
પાણીનું મહત્વ સમજનારા આપણે લોકો આજે તળાવ ઊંડા કરવાની આપણી પોતાની જવાબદારી ભૂલી ગયા છીએ..

બનાસકાંઠામાં અમે 70 તળાવ ગામોને સાથે રાખી, તેમની સાથે માથાકૂટ કરી, તેમને સમજાવી લોકભાગીદારીથી કરી શક્યા પણ 70 થી કશુંયે ના થાય.

પેલું આભા ફાટ્યું છે ત્યાં થીંગડું ક્યાં દેવું એવો તકાજો છે..

ચોમાસું આવ્યું હવે તળાવ ગાળવાનું બંધ કર્યું. પણ ચોમાસા પછી મહિનામાં એક દિવસ પોતાના ટ્રેક્ટર અને ગામ ફાળો ભેગો કરીને જેસીબી લાવી પોતાના ગામનું તળાવ ગાળવાનું સૌ કરજો. આ તો મંદિર બાંધવા કરતાય મોટુ ધર્માદુ છે...

આઠ મહિનામાં આવી રીતે આઠ દિવસ કામ થશે તોય ખોદાયેલા તળાવોમાં જમા થયેલો કાંપ નીકળી જશે અને તળાવ તળાવ જેવા રહેશે.

પછી કોઈને કહેવું નહીં પડે કે અમને યાદ નથી અમારુ તળાવ ક્યારે ગળાયું હતું.. એ ગાળેલું જ દેખાશે...

આ કામ આપણે કરીશું.. તો આપણી પછીની પેઢીને તળાવનું મહત્વ સમજાવવુંયે નહીં પડે એ તો વધારોનો નફો... એ પોતાની આપણને જોઈને જ સમજી જશે...
દુધવા ગામમાં તળાવ ખોદાઈ રહ્યું તે વેળા ગામના સરપંચ અને અન્યોને મળવાનું થયું તેની તસવીર...
કાર્યકર નારણ અને ભગવાને ખુબ મહેનત કરી ગામોને સરસ રીતે તૈયાર કર્યા...આવા કાર્યકરો અમારી પાસે હોવાનો અમને ગર્વ છે..

#MittalPatel #VSSM #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation


Sunday, June 23, 2019

VSSM has managed to finish deepening of 70 lakes with the support from our well-wishers and communities...

Mittal Patel discusses Water Management with the villagers
During 2018-19 with the support from our well -wishers and communities, VSSM has managed to finish deepening of 70 lakes. Thank you all for welcoming  the idea and standing by us.  

Mittal Patel meets villagers for Water Management
We dream of making Banaskantha green, and the first step towards it was saving the water and recharging the water ground water level. To enable the idea, we initiated the process of  deepening the lakes under the guidance of respected Shri Rashminbhai. The first couple of years 2016 and 2017  remained tremendously difficult. Mostly because the village communities refused to support. They would donate generously, in lakhs towards construction of bird feeders and temples around their village but when asked to ferry the excavated soil resulting from the deepening of lake, no one was prepared to do it for free!! Under such circumstances, to ask them to make financial contribution towards  the  task  of lake deepening  was out of question.

Ongoing lake deepening work
The mammoth task seemed challenging nonetheless, we weren’t prepared to make any amendments in our list of prerequisites. Amidst extreme working conditions we managed to deepen just 17 villages until 2017. Gradually, the village elders and communities began to understand us and in 2018-19 we have successfully deepened 70 lakes.

Our well-wishing friends have played an important role in the process, even the government aided deepening of 15 lakes and the cherry on the cake has been  the support we have received from the communities. The wisdom and large heartedness they have portrayed is worth saluting.

The lake deepened with the help of VSSM
We are glad to witness this change with people coming together to give back all we have taken from our mother Earth.

After water it is trees we are planning to focus on, with the  upcoming Tree Plantation drive we have planned in Banaskantha villagers have already begun working for it. Before the onset of monsoon they have begun digging pits, filling it up with organic manure. Once the rains arrive we shall start planting  native trees in these villages.

VSSM has specially appointed a team to work on the tree plantation drive. Hope together we achieve the most.

And to the Mother Earth, hope we all understand your pain and give back all that we have taken from you.

 સૌના સહયોગથી 2018-19માં અમે બનાસકાંઠાના 70 તળાવોનું કામ પુર્ણ કરી શક્યા.. આપ સૌ પ્રિયજનો આગળ આ કામની વધામણી...

બનાસકાંઠાને હરિયાળુ કરવાનું સ્વપ્ન અમે સેવ્યું. પહેલું કામ તળાવો ઊંડા કરવાનું આદરણીય રશ્મીનભાઈના માર્ગદર્શનથી શરૃ કર્યું.

પણ 2016 થી લઈને 2017સુધીમાં આ કામમાં ઘણી તકલીફ પડી. લોકો સહયોગ ના કરે. 
ગામમાં મંદિર બાંધવા કે ચબુતરા કરવા લાખો રૃપિયા ભેગા થાય પણ તળાવ ખોદાય એની માટી મફત કોઈ ના ઉપાડે. આવામાં ગામ ફાળો આપે એ વાત તો વિચારી જ નહોતી શકાતી.

પણ અમે તળાવ ખોદાવવામાં કરેલા નિયમોમાં કોઈ બાંધછોડ નહોતા કરવા ઈચ્છતા એટલે તકલીફો વચ્ચે 2017 સુધીમાં માંડ 17 તળાવો ખોદાવી શક્યા હતા.

પણ પછી લોકો અમને સમજ્યા અમે લોકોને અમે સમજાવી શક્યા ને 2018-19માં અમે 70 તળાવો કર્યા.

આ તળાવો ઊંડા કરવામાં vssmસાથે સંક્ળાયેલા સ્નેહીજનોએ ખુબ સહયોગ કર્યો. સાથે 15 જેટલા તળાવો ઊંડા કરવા સરકારે પણ મદદ કરી. અને હા ગામની મદદ માટે તો ગામલોકોને પ્રણામ કરવા ઘટે...

રાજીપો.. ઘરતીનું ઋણ ચુકવાનું સુંદર કાર્ય થઈ શક્યું.

હવે વારો છે ઝાડ વાવવાનો.. શરૃઆત કરી દીધી છે. જે ગામો અમને સમજ્યા છે એ ગામોએ તો ખાડા કરવાનું અને તેમાં ખાતર ભરવાનું શરૃ કરી દીધું છે. આગામી દિવસોમાં ઝાડ વાવવાનું કરીશું.

વૃક્ષઉછેર માટેની અમારી નવી ટીમ પણ આ માટે તૈયાર થઈ ગઈ છે..
આશા છે ઉત્તમ કરવાની..

ને હે મા ધરતી તારુ દીધેલું વાલી મા તુજ ને ધરાવું.... 
એવી શુભ ભાવના સાથે સમગ્ર ધરતી પુત્રો તારી પીડા સમજે ને તારુ દોહેલું તને પાછુ આપે એવી તને જ પ્રાર્થના...
#MittalPatel #VSSM ##environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation

VSSM's Water Management initiative has helped make progress in making the marginalized inclusive...

Mittal Patel discusses WaterManagement with the villagers
Mittal Patel meets the peeple of Shirwada Village
Many a times we get asked why did we initiate community water management efforts? An organisation working with the extremely marginalised nomadic and de-notified communities now involving itself in deepening of lakes and talking about raising the ground water-table in water starved regions of north Gujarat came as a surprise to many. But as we have written about it earlier, VSSM was required to engage in water management task to build an inclusive environment for the discriminated communities especially the nomads. Banaskantha is a district that records high concentration of nomadic settlements.  It is also a very feudal towards its approach towards the poor and down trodden. Non-availability of  water is a major issue in this dry, arid and drought prone district. The idea was to initiate a dialogue around water and build their sensitivity not just towards water,  but also the marginalised communities surviving around them. Also the communities who are at the bottom of the social fabric find it extremely difficult to access such life sustaining resources when they are subjected to hostile behaviour  of the villagers.
The lake deepened with the help of VSSM


Water is such issue that it is high time we give it the priority it deserves. Or we rest assured on the coming times that might witness water conflicts. Once we began talking about water, the farmers and village elders began calling us to work in their village. During our talks and meetings with them and the village leaders we would emphasis on how they can in turn work towards the poor from their village, how the village leadership can be more empathetic towards the nomadic and other communities who survive at the margins.

The current living condition of Valmiki Families

We had worked towards deepening of lakes in Shirwada village of  Kankrej block in 2018. Karshanbhai Joshi, the Sarpanch of the village is an extremely humble and polite gentleman. I would call him an ideal Sarpanch. He never hesitated to spend his own resources apart from the government’s for the welfare of the poor and development of the village. Someday I am going to write an article on him.

The current living condition of Valmiki Families
When we were conducting primary meeting in Shirwada, he mentioned to us about the homeless Valmiki  families of his village who survive under extremely poor conditions. Karshanbhai requested us to help him get them house. These families had erected shanties on whatever little space they found around the village. Some even stayed on the government wasteland. We requested for the records of the kuccha houses/shanties these families had built. Once the records are available we could apply to the government for obtaining assistance for construction of  houses. Karshabhai has initiated the process for the same.

Recently, Karshanbhai also requested us to talk to the government  authorities regarding primary issues of these families like ration cards etc. He has been trying his best as a Sarpanch but requested for our involvement in these matters as it might substantiate the efforts.  VSSM’s Naran will work on these matters.

This is one of the examples of how our initiative for water has helped make progress in making the marginalised inclusive. Yes progressive, compassionate  and broadminded leaders like Karshanbhai are a big asset in such progress.

We are hopeful that the 50 Valmiki families of  Shirwada obtain their permanent houses. And hope tribe of Sarpanchs and leaders like Karshanbhai increases.

The current living conditions of Valmiki families and the meeting we had the families. And the lake VSSM helped deepened.

કોઈ પણ કામ કરતા પહેલાં તે કામ કરીને શું મેળવવું છે તેનો પ્રથમ વિચાર કરવો પડે.
તળાવ ઊંડા કરાવવાનું કામ ખુબ અગત્યનું પણ અમે વિચરતી જાતિઓ સાથે કામ કરીએ તે કામ કરતા તળાવોનું કામ ઘણું નોખું.
જો કે પાણીનું કામ નહીં કરીએ તો આવનારા સમયમાં ટકવું મુશ્કેલ થશે એ વિચાર સાથે પાણીનું કામ અમે શરૃ કર્યું. પણ મુખ્ય ધ્યેય પાણીના કામથી ગામના વંચિતોને શું ફાયદો થશે તે વિચારી તળાવના કામો સાથે વંચિતોના કામને જોડ્યું.
ગામના ખેડુતોની વિનંતી પોતાના ગામમાં તળાવ ઊંડુ કરવા માટે આવે. એ પછી અમે ગામલોકો સાથે બેઠક કરીએ અને સંસ્થાના કામનો મુખ્ય ધ્યેય વંચિતોને મદદનો એ જણાવીએ. અને ગામના વંચિત- ગરીબ પરિવારને ગામ તરફથી વિશેષ શું મદદ મળશે તે અંગે વાત કરીએ.

કાંકરેજના શીરવાડાગામમાં અમે 2018માં તળાવ ખોદાવ્યું. સરપંચ કરશનભાઈ જોષી તો એકદમ ભલા માણસ. સરકારના પૈસા ઉપરાંત પોતે પણ ગામ વિકાસમાં પૈસા ખર્ચે. આદર્શ સરપંચ કેવા હોય તે જોવા માટે તો શીરવાડા જવું પડે. તેમની સેવાકીય પ્રવૃતિઓ વિષે પણ એક લેખ લખીશું.

તળાવ ખોદકામ માટે શીરવાડામાં મીટીંગ થઈ તેમાં તેમણે પોતાના ગામના વાલ્મીકી સમાજના પચાસ પરિવારો કે જેઓ અત્યંત ખરાબ હાલતમાં રહી રહ્યા છે તેમનું પાકુ ઘર બને તે માટે મદદ કરવા કહ્યું.
આ પરિવારોએ જ્યાં જગ્યા મળી ત્યાં કાચુ ઘર કે છાપરુ બાંધી દીધેલું. ટૂંકમાં જગ્યા માલીકીની નહીં. આ ઉપરાંત કેટલાક પરિવારો એવા પણ હતા કે જેમણે સરકારી ખરાબામાં છાપરાંવાળી દીધેલા. 
સરપંચ શ્રી કરશનભાઈને અમે આ પરિવારોએ છાપરાં કે કાચા ઘર બાંધ્યા છે તેની આકારણી આપવા કહ્યું. આકારણી મળે તો ઘર બાંધકામ માટે સરકારમાંથી મદદ મળી શકે.
સરપંચે હા પાડી અને એમણે એ માટેની પ્રક્રિયા પણ હાથ ઘરી.
તાજેતરમાં આ પરિવારોના પ્રાથમિક પ્રશ્નો જેવા કે રેશનકાર્ડ અને અન્ય બાબતે વાત કરવા સરપંચે અમને વિનંતી કરી. ખુબ તકલીફમાં જીવતા આ પરિવારોને સરપંચ એમની રીતે મદદ કરે પણ સંસ્થાગત રીતે સરકારી કામકાજમાં મદદ કરવા એમણે અમને વિનંતી કરી. 
કાર્યકર નારણ તેમને આ બાબતે વધુ મદદરૃપ થશે. 
ટૂંકમાં તળાવોના કામની સાથે વંચિતોના કામો થાય તે જોવાનું અમે કરીએ આવામાં કરશનભાઈ જેવા દરિયાદીલ સરપંચનો સાથ મળે તો ઉત્તમ કામ થાય તે નક્કી.

ગામના 50 વાલ્મીકી પરિવારોને પોતાનું ઘર ઝટ મળે તે માટે અમે કટીબદ્ધ સાથે દરેક ગામના સરપંચ શિરવાડા સરપંચ જેવા બને તેવી અભ્યર્થના...

ફોટોમાં વાલ્મીકી સમાજ સાથે થયેલી બેઠક તેમજ આ પરિવારો જે હાલતમાં રહી રહ્યા છે તે અને અમે ખોદાવેલું તળાવ.

#MittalPatel #VSSM #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation #Valmikicommunity #positive_approach #unto_the_last #Empathy

VSSM have decided to begin intensive work on water conservation and tree plantation...

Mittal Patel discusses Tree Plantation
Why is it that the desserts or rann have sparse  or no human inhabitants? Correct, because they are devoid of water and vegetation. They have no trees and hence no shade. Life does not exist without trees and water, a fact even a 4th grader would know!! How did we forget it? How did we loose the sensitivity towards nature and our environment.

The site selected for tree plantation drive
VSSM’s core work is with the nomadic and de-notified communities, the communities that survive under the elements. For them to be able to live under the shades of the trees they will need trees and  they will  also need water from common resources. With the destruction of the green cover around us and water becoming increasingly scarce, the chances of nomads or even us living peacefully in near future are faint.  

The location selected for Tree Plantation drive
It is for this reason that we have decided to begin intensive work on water conservation and tree plantation.

VSSM has charted a list of prerequisites for conducting a tree plantation drive in a particular village, the village whose  leadership prepared to meet the listed requirements will be selected for plantation drive during the first phase.

Mittal Patel discusses Tree Plantation with the villagers
After Banaskantha, we have had series of meetings in Mehsana’s Khanusa, Sodkha and Pilvai villages and Gandhinagar’s Charda village. The village leadership in all these villages is prepared to take the tree plantation drive forward in their village but the community has to be consulted for their participation. We have scheduled a second round of meetings with them for the same.

The site selected for tree plantation drive
The sites selected for the plantation drive in these villages are very beautiful and appropriate. The next round of meetings will ensure how much the villages are  prepared to commit themselves for financial contribution as well as affirming to take care of the trees planted during the drive. VSSM is insisting for community partnership and contribution because we want them to take ownership of the initiative and not allow it to become VSSM driven program. For the trees to flourish and lakes to brim with water it is important that villagers treat these and other common resources are their own.

Mittal Patel discusses Tree Plantation with the villagers
In the pictures the meetings we had with the villagers and locations selected for the proposed plantation drive.

વૃક્ષ વગર જીવન શક્ય નથી એ વાત સૌએ સમજવી ખુબ અગત્યની..
આમ તો અમારુ મુખ્યકામ વિચરતી વિમુક્ત જાતિઓના ઉત્થાનનું પણ અમે જેમના માટે કામ કરીએ છીએ એ લોકોને પણ સુખેથી રહેવું હશે તો પાણી અને વૃક્ષ તો જોઈશે જ.

The site selected for Tree Plantation drive
વળી પાણી બચાવવાની અને વૃક્ષો ઉછેરવા માટે જોઈએ તેવી સંવેદનશીલતા આપણી છે નહીં. 
માટે એક અભીયાનના રૃપમાં આ દિશામાં કામ કરવાનું નક્કી કર્યું છે.

પ્રથમ તબક્કામાં પોતાના ગામમાં વૃક્ષારોપણ માટે અમારી શરતોને આધિન કામ કરવા તૈયાર ગામોમાં અમે વૃક્ષારોપણ કરવાનું કરીશું.

The location selected for Tree Plantation drive
મહેસાણાના ખણુસા, સોખડા અને પીલવાઈગામમાં તેમજ ગાંધીનગરના ચરાડાગામમાં આ બાબતે બેઠક થઈ. સરપંચ અને ગામના કેટલાક જાગૃત યુવાનો આ કામ માટે તૈયાર છે. 
પણ ગામના સૌ સહભાગીતા દર્શાવે એ માટે હજુ એક બેઠક ગામના
જાગૃત નાગરિકો સાથે કરવાનું કરીશું. પછી આ ગામોમાં વૃક્ષારોપણ કરીશું.

ગામે વૃક્ષારોપણ માટે જે જગ્યા પસંદ કરી છે તે ખુબ સરસ છે...
ખાલી જોવાનું છે ગામનો સહયોગ એમાં આર્થિક પણ અને ઝાડની માવજતનો પણ કેટલો મળે છે અને એ માટે તેઓ કેટલા કટીબદ્ધ છે.
The location selected for
tree plantation drive

કટીબદ્ધતા દર્શાવશે તો ત્યાં કામ કરીશું એ નક્કી... બાકી આ કાર્યક્રમ અમારો ના બનતા ગામલોકોનો બને તો જ કામ કર્યાનો ખરો આનંદ આવે...

ગામોના સરપંચ અને આગેવાનો સાથે કરેલી મુલાકાત તેમજ વૃક્ષારોપણ માટે પસંદ કરેલી જગ્યા ફોટોમાં જોઈ શકાય છે.

#MittalPatel #VSSM #tree_plantation #environment #environment_conservation #world_environment_day #save_environment #save_environment_save_earth 
#Life_Without_Trees

Mittal Patel meets landless Devipujak and Raval families near Gandhinagar...

Mittal Patel listens to nomadic families
How much more will these families endure?

The current living condition of nomadic families
Since the last 40 years, the Devipujak and Raval families have called Delwada village of Gandhinagar’s Manasa their home. And their settlement is yet to receive primary facility like power. We have been trying for years to make it possible for these families to obtain plots upon which they could build their houses. The outcome  hasn’t been positive so far!!

Nomadic family 
Elders Narendrabhai Devipujak and Govindbhai Raval tell us as they share their pain, “even the Neem trees we planted are 35 years old now, they have found a place to grow and blossom but our condition continues to remain the dismal.”

Gandhinagar is at  the heart of Gujarat. When will these families who reel under tremendous difficulties receive place they can raise their home upon?

VSSM’s Tohid and Rizwan have stood beside  them like a rock. We will continue to try our best to ensure these families are not forced to evacuate their current place of residence and that they are provided plots to build their houses.


and pictures share their stories…

કેવી અસહ્ય યાતના આ પરિવારોને વેઠવાની થાય છે.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડા ગામમાં દેવીપૂજક અને રાવળ પરિવારો છેલ્લા ૪૦ વર્ષ કરતા પણ વધારે સમયથી ગામમાં વસવાટ કરે છે. છતાં તેમની વસાહતમાં હજી સુધી લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પહોંચી નથી.

રહેવા માટે પોતાનું ઘર થાય, પોતાની જગ્યા મળે એ માટે તેઓ વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા છે પણ પરિણામ મળતું નથી.

નરેન્દ્ર ભાઈ દેવીપુજક અને ગોવિંદભાઈ રાવળ બંને જણા કે બેન અમે વાવેલા લીમડા આજે 35 વર્ષના થઈ ગયા એમનું ઠેકાણું પડી ગયું પણ અમારું ઠેકાણું પડ્યું નથી.

ગાંધીનગર જીલ્લો ગુજરાતનું હ્રદય. આ જિલ્લામાં અસહ્ય યાતનાઓ વેઠનાર વિચરતી જાતિના પરિવારોને પોતાનો આશરો પોતાનું ઘર ક્યારે મળશે?

એમને મળી ત્યારે એમણે પોતાનું હૈયું ઠાલવ્યું.

કાર્યકર તોહિદ અને રિઝવાન સતત એમની સાથે એમની મદદમાં..

આ પરિવારોને પોતાનું સરનામું મળે જ્યાંથી દબાણના નામે કોઈ એમના છાપરાં તોડે નહિ એ અપાવવામાં અમારાથી શક્ય મદદ કરીશું..

ફોટો અને વિડિયો અા પરિવારોની સ્થિતિનો ચિતાર આપે છે.

#MittalPatel #condition_of_Nomadic_tribes #human_rights #residential_plot #neglected_people #empathy #nomads_of_India

VSSM facilitates the process of desilting and deepening of lakes in Sui’s Morwada village…

On the day of Navoni Agiyaras, our forefathers committed their labour to the benefit of the community. They never worked for themselves  on this day. The entire village, equipped with their tools would head over to excavate the mud from the lake and work through  the entire day. Those were the days when government aid or grants never existed, the community  volunteered to work for the greater good and benefit of others. In short, they cared for their own resources.

VSSM has been working towards widening and deepening the lakes in the villages on the periphery of the Greater Rann. The ever expanding Rann has made the ground water of all these villages very saline. These are the villages where one cannot even sink a bore well.

Mittal Patel discusses WaterManagement with the villagers
Bhagwanbhai, Sarpanch of Dudhwa village shared the above mentioned tradition with us, our forefathers were wise enough to value and care for natural resources that provided for all and how we have moved away from these values.  
Nonetheless, people who appreciate and value natural resources are striving to make a difference but the damage we have done is so huge that it is always going to be ‘more the merrier’…. We want humongous amount of people joining the force that works towards protection of environment.

Water Management site at Morwada
Sui’s Morwada village has no potable water. The moment you go below 7-8 feet the waters are  saline.  Vikrambhai, the community leader from Morwada narrates, “Ben, if we accumulate  sweet water, it will push back the saline water and will decrease the salinity. So if we try digging three-four feet trenches over all the available space in the village it will help us catch more rain water and benefit us. The farmers too will be able to use it for farming,” he opined.

Lake deepened
This underground salinity of the region forbids us from digging deep but one can always dig shallow and wide. We have excavated two lakes here, the community supported in ferrying away the soil. We also received government contribution for one of the lakes here.

Mittal Patel visits WaterManagement site
The collective efforts of the community, organisation and government has resulted in deepening of lakes here. The villages here require more intense efforts, because availability of water has always been a challenge. The region receives water every four days. One will definitely learn to value  water and trees after travelling through this region.

The images are of the lakes we have deepened.

નવોણી અગિયાસના દાડે અમારા ઘૈડિયા પોતાના સવારથું એકેય કોમ ના કરતા. અગિયારના દાડે ગાડામો તગારા, કોદાડી, પાવડા લઈન આખુ ઘર તળાવ ગાળવા જતું અન આખો દાડો તળાવમો મથતું. તે દાડે સરકારની કોઈ ગ્રોન્ટ બ્રાેન્ટ નતી. હૌ હાથે જ ગોમનું અન પોતાનું ધોન રાખતા.

બનાસકાંઠાના સુઈગામના રણને અડીને આવેલા અંતરિયાળ ગામો જ્યાં પાણી માટે બોરવેલ પણ શક્ય નથી એવા ગામોમાં અમે તળાવો ઊંડા કરવાનું કરી રહ્યા છીએ. આવા જ દુધવા ગામના સરપંચ ભગવાનભાઈએ અમને ઉપરની વાત કરી.

આપણા ઘૈડિયા ઝાડથી લઈને તળાવો ટૂંકમાં કહુ તો કુદરતી સંસાધનોનું જતન કરતા પણ આપણે એમના આ સંસ્કારો ભૂલી ગયા.

ખેર જેને સમજાય છે એ પોતાની રીતે પ્રયત્નો કરે છે પણ આ પ્રયત્નોમાં વધુ માણસો જોડાય તો સોનામાં સુગંધ ભળે.

સુઈગામનું મોરવાડા છ થી સાત ફૂટ ઊંડા જાવ એટલે ખારુ પાણી મળે. મોરવાડાના આગેવાન વિક્રમભાઈ કહે, 'બેન મીઠુ પાણી ભરાય તો ખારા પાણીને ધક્કો લાગે અને ખારાશ ઘટે. એટલે અમારા વિસ્તારમાં પડેલી ખુલ્લી તમામ જગ્યા ત્રણ થી ચાર ફુટ ખોદાઈ જાય અને તેમાં વરસાદી પાણી ભરાય તો અમને ઘણો ફાયદો થાય. ખેડુ આ પાણીથી ખેતી પણ કરી શકે.'

આ વિસ્તારમાં ઊંડા તળાવો ના થાય પણ પહોળા જેટલા કરવા હોય એટલા થાય. અમે ગામમાં બે તળાવો ખોદ્યા. ગામે પણ માટી ઉપાડવાનું પોતાના શીરે લીધું.
એક તળાવમાં તો સરકારે પણ ભાગીદારી કરી. ટૂંકમાં ગામલોકો, સંસ્થા અને સરકારના સંયુક્ત પ્રયાસોથી ગામના તળાવ ઊંડા થયા.
પણ આ વિસ્તારોમાં પાણીના કામોની ખુબ જરૃર છે. ચાર દિવસે પીવાનું પાણી આવે છે... આ વિસ્તારમાં ફરીયે ત્યારે પાણી અને ઝાડનું મુલ્ય વધુ સમજાય...
ફોટોમાં ગાળેલા બે તળાવ જોઈ શકાય છે.. તથા ગામલોકો સાથે તળાવના મહત્વ બાબતે પણ વિસ્તારથી વાત કરેલી તેની ઝલક પણ જોઈ શકાય છે.

#MittalPatel #VSSM #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation