Mittal Patel discusses WaterManagement with the villagers |
Mittal Patel meets the peeple of Shirwada Village |
The lake deepened with the help of VSSM |
Water is such issue that it is high time we give it the priority it deserves. Or we rest assured on the coming times that might witness water conflicts. Once we began talking about water, the farmers and village elders began calling us to work in their village. During our talks and meetings with them and the village leaders we would emphasis on how they can in turn work towards the poor from their village, how the village leadership can be more empathetic towards the nomadic and other communities who survive at the margins.
The current living condition of Valmiki Families |
We had worked towards deepening of lakes in Shirwada village of Kankrej block in 2018. Karshanbhai Joshi, the Sarpanch of the village is an extremely humble and polite gentleman. I would call him an ideal Sarpanch. He never hesitated to spend his own resources apart from the government’s for the welfare of the poor and development of the village. Someday I am going to write an article on him.
The current living condition of Valmiki Families |
When we were conducting primary meeting in Shirwada, he mentioned to us about the homeless Valmiki families of his village who survive under extremely poor conditions. Karshanbhai requested us to help him get them house. These families had erected shanties on whatever little space they found around the village. Some even stayed on the government wasteland. We requested for the records of the kuccha houses/shanties these families had built. Once the records are available we could apply to the government for obtaining assistance for construction of houses. Karshabhai has initiated the process for the same.
Recently, Karshanbhai also requested us to talk to the government authorities regarding primary issues of these families like ration cards etc. He has been trying his best as a Sarpanch but requested for our involvement in these matters as it might substantiate the efforts. VSSM’s Naran will work on these matters.
This is one of the examples of how our initiative for water has helped make progress in making the marginalised inclusive. Yes progressive, compassionate and broadminded leaders like Karshanbhai are a big asset in such progress.
We are hopeful that the 50 Valmiki families of Shirwada obtain their permanent houses. And hope tribe of Sarpanchs and leaders like Karshanbhai increases.
The current living conditions of Valmiki families and the meeting we had the families. And the lake VSSM helped deepened.
કોઈ પણ કામ કરતા પહેલાં તે કામ કરીને શું મેળવવું છે તેનો પ્રથમ વિચાર કરવો પડે.
તળાવ ઊંડા કરાવવાનું કામ ખુબ અગત્યનું પણ અમે વિચરતી જાતિઓ સાથે કામ કરીએ તે કામ કરતા તળાવોનું કામ ઘણું નોખું.
જો કે પાણીનું કામ નહીં કરીએ તો આવનારા સમયમાં ટકવું મુશ્કેલ થશે એ વિચાર સાથે પાણીનું કામ અમે શરૃ કર્યું. પણ મુખ્ય ધ્યેય પાણીના કામથી ગામના વંચિતોને શું ફાયદો થશે તે વિચારી તળાવના કામો સાથે વંચિતોના કામને જોડ્યું.
ગામના ખેડુતોની વિનંતી પોતાના ગામમાં તળાવ ઊંડુ કરવા માટે આવે. એ પછી અમે ગામલોકો સાથે બેઠક કરીએ અને સંસ્થાના કામનો મુખ્ય ધ્યેય વંચિતોને મદદનો એ જણાવીએ. અને ગામના વંચિત- ગરીબ પરિવારને ગામ તરફથી વિશેષ શું મદદ મળશે તે અંગે વાત કરીએ.
કાંકરેજના શીરવાડાગામમાં અમે 2018માં તળાવ ખોદાવ્યું. સરપંચ કરશનભાઈ જોષી તો એકદમ ભલા માણસ. સરકારના પૈસા ઉપરાંત પોતે પણ ગામ વિકાસમાં પૈસા ખર્ચે. આદર્શ સરપંચ કેવા હોય તે જોવા માટે તો શીરવાડા જવું પડે. તેમની સેવાકીય પ્રવૃતિઓ વિષે પણ એક લેખ લખીશું.
તળાવ ખોદકામ માટે શીરવાડામાં મીટીંગ થઈ તેમાં તેમણે પોતાના ગામના વાલ્મીકી સમાજના પચાસ પરિવારો કે જેઓ અત્યંત ખરાબ હાલતમાં રહી રહ્યા છે તેમનું પાકુ ઘર બને તે માટે મદદ કરવા કહ્યું.
આ પરિવારોએ જ્યાં જગ્યા મળી ત્યાં કાચુ ઘર કે છાપરુ બાંધી દીધેલું. ટૂંકમાં જગ્યા માલીકીની નહીં. આ ઉપરાંત કેટલાક પરિવારો એવા પણ હતા કે જેમણે સરકારી ખરાબામાં છાપરાંવાળી દીધેલા.
સરપંચ શ્રી કરશનભાઈને અમે આ પરિવારોએ છાપરાં કે કાચા ઘર બાંધ્યા છે તેની આકારણી આપવા કહ્યું. આકારણી મળે તો ઘર બાંધકામ માટે સરકારમાંથી મદદ મળી શકે.
સરપંચે હા પાડી અને એમણે એ માટેની પ્રક્રિયા પણ હાથ ઘરી.
તાજેતરમાં આ પરિવારોના પ્રાથમિક પ્રશ્નો જેવા કે રેશનકાર્ડ અને અન્ય બાબતે વાત કરવા સરપંચે અમને વિનંતી કરી. ખુબ તકલીફમાં જીવતા આ પરિવારોને સરપંચ એમની રીતે મદદ કરે પણ સંસ્થાગત રીતે સરકારી કામકાજમાં મદદ કરવા એમણે અમને વિનંતી કરી.
કાર્યકર નારણ તેમને આ બાબતે વધુ મદદરૃપ થશે.
ટૂંકમાં તળાવોના કામની સાથે વંચિતોના કામો થાય તે જોવાનું અમે કરીએ આવામાં કરશનભાઈ જેવા દરિયાદીલ સરપંચનો સાથ મળે તો ઉત્તમ કામ થાય તે નક્કી.
ગામના 50 વાલ્મીકી પરિવારોને પોતાનું ઘર ઝટ મળે તે માટે અમે કટીબદ્ધ સાથે દરેક ગામના સરપંચ શિરવાડા સરપંચ જેવા બને તેવી અભ્યર્થના...
ફોટોમાં વાલ્મીકી સમાજ સાથે થયેલી બેઠક તેમજ આ પરિવારો જે હાલતમાં રહી રહ્યા છે તે અને અમે ખોદાવેલું તળાવ.
#MittalPatel #VSSM #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation #Valmikicommunity #positive_approach #unto_the_last #Empathy
No comments:
Post a Comment