On the day of Navoni Agiyaras, our forefathers committed their labour to the benefit of the community. They never worked for themselves on this day. The entire village, equipped with their tools would head over to excavate the mud from the lake and work through the entire day. Those were the days when government aid or grants never existed, the community volunteered to work for the greater good and benefit of others. In short, they cared for their own resources.
VSSM has been working towards widening and deepening the lakes in the villages on the periphery of the Greater Rann. The ever expanding Rann has made the ground water of all these villages very saline. These are the villages where one cannot even sink a bore well.
Mittal Patel discusses WaterManagement with the villagers |
Nonetheless, people who appreciate and value natural resources are striving to make a difference but the damage we have done is so huge that it is always going to be ‘more the merrier’…. We want humongous amount of people joining the force that works towards protection of environment.
Water Management site at Morwada |
Lake deepened |
Mittal Patel visits WaterManagement site |
The images are of the lakes we have deepened.
નવોણી અગિયાસના દાડે અમારા ઘૈડિયા પોતાના સવારથું એકેય કોમ ના કરતા. અગિયારના દાડે ગાડામો તગારા, કોદાડી, પાવડા લઈન આખુ ઘર તળાવ ગાળવા જતું અન આખો દાડો તળાવમો મથતું. તે દાડે સરકારની કોઈ ગ્રોન્ટ બ્રાેન્ટ નતી. હૌ હાથે જ ગોમનું અન પોતાનું ધોન રાખતા.
બનાસકાંઠાના સુઈગામના રણને અડીને આવેલા અંતરિયાળ ગામો જ્યાં પાણી માટે બોરવેલ પણ શક્ય નથી એવા ગામોમાં અમે તળાવો ઊંડા કરવાનું કરી રહ્યા છીએ. આવા જ દુધવા ગામના સરપંચ ભગવાનભાઈએ અમને ઉપરની વાત કરી.
આપણા ઘૈડિયા ઝાડથી લઈને તળાવો ટૂંકમાં કહુ તો કુદરતી સંસાધનોનું જતન કરતા પણ આપણે એમના આ સંસ્કારો ભૂલી ગયા.
ખેર જેને સમજાય છે એ પોતાની રીતે પ્રયત્નો કરે છે પણ આ પ્રયત્નોમાં વધુ માણસો જોડાય તો સોનામાં સુગંધ ભળે.
સુઈગામનું મોરવાડા છ થી સાત ફૂટ ઊંડા જાવ એટલે ખારુ પાણી મળે. મોરવાડાના આગેવાન વિક્રમભાઈ કહે, 'બેન મીઠુ પાણી ભરાય તો ખારા પાણીને ધક્કો લાગે અને ખારાશ ઘટે. એટલે અમારા વિસ્તારમાં પડેલી ખુલ્લી તમામ જગ્યા ત્રણ થી ચાર ફુટ ખોદાઈ જાય અને તેમાં વરસાદી પાણી ભરાય તો અમને ઘણો ફાયદો થાય. ખેડુ આ પાણીથી ખેતી પણ કરી શકે.'
આ વિસ્તારમાં ઊંડા તળાવો ના થાય પણ પહોળા જેટલા કરવા હોય એટલા થાય. અમે ગામમાં બે તળાવો ખોદ્યા. ગામે પણ માટી ઉપાડવાનું પોતાના શીરે લીધું.
એક તળાવમાં તો સરકારે પણ ભાગીદારી કરી. ટૂંકમાં ગામલોકો, સંસ્થા અને સરકારના સંયુક્ત પ્રયાસોથી ગામના તળાવ ઊંડા થયા.
પણ આ વિસ્તારોમાં પાણીના કામોની ખુબ જરૃર છે. ચાર દિવસે પીવાનું પાણી આવે છે... આ વિસ્તારમાં ફરીયે ત્યારે પાણી અને ઝાડનું મુલ્ય વધુ સમજાય...
ફોટોમાં ગાળેલા બે તળાવ જોઈ શકાય છે.. તથા ગામલોકો સાથે તળાવના મહત્વ બાબતે પણ વિસ્તારથી વાત કરેલી તેની ઝલક પણ જોઈ શકાય છે.
#MittalPatel #VSSM #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation
No comments:
Post a Comment