Friday, June 28, 2019

People of Dudhva dig lake in their village and return the favour to nature...

Mittal Patel meets villagers during lake deepening work
“On Navoni Agiyar, the entire village comes together to desilt, deepen and clean the village lakes!!”

Caring and nurturing the common property resources was the responsibility of all, the villagers ensured that all of these were well taken care of. Hence, there were certain days earmarked in a year when the villagers would collectively do the maintenance jobs required for up-keeping these resources.

Mittal Patel discusses water management with the elders of
Dudhva village
This was shared to us by Bhagwanbhai, the Sarpanch of Sui village,  when we were working on deepening the lake in his village. A short video shares Bhagwanbhai’s enlightening talk, do find  time and listen to it. The wisdom behind these traditional practices is the reason the communities faced fewer challenges in the past.

All of us who understand the value of water, draw water from underground, have forgotten our duty to deepen the lakes that were instrumental in recharging the groundwater.

After a lot of convincing, meetings, discussions, hassles to sensitise people toward the need to conserve water and to contribute for preserving their resources we have deepened 70 lakes in Banaskantha with community participation and contribution. But 70 is nothing. There is a  need to upscale the efforts to do 1000s more.

The monsoon has arrived and we have suspended our task of deepening the lakes.

However, my humble request and advise is once the monsoon is over spare a day, come together, bring your tractors along, collect contribution to hire a JCB and deepen the lakes of your village. This is a task much crucial  and required than building temples.

If we decide to work 8 days in eight months the lakes will thrive and so would the life the  water  of these lakes support. If this

happens no one will need to say, “I don’t remember when was this lake last deepened!!” If we remain diligent there will be no need to teach our coming generations they will learn from observing us perform our responsibility.

VSSM’s Naran and Bhagwan are tirelessly working  to prepare and sensitise the village leaders and population. It is an honour to have them on our team.

The image is of a meeting we had with the village elders of Dudhva during the lake deepening works.

 નવોણી અગિયારે આખુ ગામ તળાવ ખોદવાનું કામ પોતાની મેળે કરતું...
એવું સુઈગામના દુધવા ગામના સરપંચ ભગવાનભાઈએ કહ્યું. 
તેમના ગામમાં અમે તળાવ કર્યું એ વખતે તેમની સાથે થયેલી વાત વિડીયોમાં છે.. સમય કાઢી સાંભળજો.. ઘણું સમજાશે...

સરકાર કે કોઈ સંસ્થાની મદદ વગર ગામલોકો પોતાની રીતે આ કામ કરતા. 
પાણીનું મહત્વ સમજનારા આપણે લોકો આજે તળાવ ઊંડા કરવાની આપણી પોતાની જવાબદારી ભૂલી ગયા છીએ..

બનાસકાંઠામાં અમે 70 તળાવ ગામોને સાથે રાખી, તેમની સાથે માથાકૂટ કરી, તેમને સમજાવી લોકભાગીદારીથી કરી શક્યા પણ 70 થી કશુંયે ના થાય.

પેલું આભા ફાટ્યું છે ત્યાં થીંગડું ક્યાં દેવું એવો તકાજો છે..

ચોમાસું આવ્યું હવે તળાવ ગાળવાનું બંધ કર્યું. પણ ચોમાસા પછી મહિનામાં એક દિવસ પોતાના ટ્રેક્ટર અને ગામ ફાળો ભેગો કરીને જેસીબી લાવી પોતાના ગામનું તળાવ ગાળવાનું સૌ કરજો. આ તો મંદિર બાંધવા કરતાય મોટુ ધર્માદુ છે...

આઠ મહિનામાં આવી રીતે આઠ દિવસ કામ થશે તોય ખોદાયેલા તળાવોમાં જમા થયેલો કાંપ નીકળી જશે અને તળાવ તળાવ જેવા રહેશે.

પછી કોઈને કહેવું નહીં પડે કે અમને યાદ નથી અમારુ તળાવ ક્યારે ગળાયું હતું.. એ ગાળેલું જ દેખાશે...

આ કામ આપણે કરીશું.. તો આપણી પછીની પેઢીને તળાવનું મહત્વ સમજાવવુંયે નહીં પડે એ તો વધારોનો નફો... એ પોતાની આપણને જોઈને જ સમજી જશે...
દુધવા ગામમાં તળાવ ખોદાઈ રહ્યું તે વેળા ગામના સરપંચ અને અન્યોને મળવાનું થયું તેની તસવીર...
કાર્યકર નારણ અને ભગવાને ખુબ મહેનત કરી ગામોને સરસ રીતે તૈયાર કર્યા...આવા કાર્યકરો અમારી પાસે હોવાનો અમને ગર્વ છે..

#MittalPatel #VSSM #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation


No comments:

Post a Comment