Showing posts with label pond. Show all posts
Showing posts with label pond. Show all posts

Tuesday, December 16, 2025

From Borewells to Ponds: Ensuring Water Security in Soni...

Mittal Patel visits soni water management site with our
well-wishers

Soni Village in Banaskantha – a village with 100% irrigated farming.

The village has around 400 borewells, and for the past 15 years, water has been available at a depth of 1,000 feet. Ashwinbhai from Soni Village has always stood firmly with our efforts. When we saw the situation, we decided to deepen the village ponds. VSSM constructed three ponds in the village.

These ponds were deepened with the help of the Mahendra Brother Parikh Foundation. When the ponds were completed, our enthusiasm was so high that we visited them even in the heavy rains to see the results.

To see the ponds, the entire team from the Mahendra Brother Parikh Foundation, along with members from Mumbai, came and understood firsthand the village’s condition during rainfall and why rain is so crucial.

We pray that God always allows us to be part of such noble work.

બનાસકાંઠાનું સોની ગામ. ૧૦૦% સિંચાઈથી ખેતી કરતુ ગામ.

ગામમાં આશરે ૪૦૦ જેટલા બોર અને છેલ્લા ૧૫ વર્ષથી ૧૦૦૦ ફૂટે પાણી જતા રહ્યા.

સોની ગામના અશ્વિનભાઈ અમારા કાર્યોમાં હંમેશ ખડે પગે રહે આ સ્થિતિ જયારે અમે જોઈ ત્યારે અમે આ ગામમાં તળાવ ઊંડા કરવાનું વિચાર્યું. ગામમાં ૩ તળાવ VSSM એ બનાવ્યા

આ તળાવ મહેન્દ્ર બ્રધર પરીખ ફાઉન્ડેશનની મદદથી ઊંડું કર્યું. જયારે આ તળાવ બન્યું એટલે અમારો ઉત્સાહ પણ એવો કે અમે આ તળાવ જોવા વરસતા વરસાદે પણ મળ્યા. 

આ તળાવ જોવા માટે મહેન્દ્ર બ્રધર પરીખ ફાઉન્ડેશનમાંથી આખી ટીમ આવી મુંબઈથી આવેલા સભ્યોએ પણ વરસાદમાં શું હાલત હોય અને વરસાદ કેમ જરૂરી છે તે પણ સમજ્યા.  

બસ ભગવાન આવા નેક કામમાં હંમેશા નિમિત્ત બનાવતો રહે તેવી પ્રાર્થના

Mittal Patel with the villagers of soni Village

Soni Water Management site

Mahendra Brother Parikh Foundation from Mumbai
helped VSSM to deepened the lake



Monday, December 15, 2025

VardhanaMuwada Village Pond Filled Through VSSM Efforts...

 VardhanaMuwada village in , Gandhinagar district, has long struggled with water scarcity. Through the efforts of VSSM, the village pond was deepened, and today it is brimming with rainwater and water from the Narmada River.

The villagers came together to celebrate and joyfully welcomed the water. Along with the water, hope, prosperity, and new possibilities for the future have also arrived in the village. 💧🌾

વર્ધાના મુવાડા ગાંધીનગરનું ગામ. પાણી માટે બહુ સંઘર્ષ કર્યો. VSSM થકી તળાવ ઊંડું કર્યું તે તળાવ વરસાદ અને નર્મદાના નીરથી ભરાયું. ગામ લોકો સાથે વધામણાં કરી નીરને આવકાર્યું.

#mittalpatel #vssm





Friday, October 03, 2025

Water Management program takes place in Mojru Juna village of Banaskantha with exceptional support from the village

Mittal Patel with villgers at Mojaru Juna Water
Management site

A pond is not merely a vessel to hold water — it is a lifeline for countless living beings. Indeed, the underbelly of a village also remains alive and vibrant only when the pond is full. We all believed this before technology took hold of our lives. However, once we discovered an easy and accessible solution to extract water from underground, we began to overlook the importance of ponds.

However, since ponds are the very foundation of the ecosystem, we began several years ago, the work of restoring these vital village waterbodies — the heart of the community. So far, we have rejuvenated 376 ponds, which we refer to as *Jal Mandir* (Water Temples). Our goal is to restore 1,000 such *Jal Mandirs* in the coming years.

Mojaru is a beautiful village in the old Banaskantha district. There, we deepened the village pond with the support of the government’s Sujalam Sufalam scheme and the respected Shri Pratulbhai Shroff and the Dr. K.R. Shroff Foundation. In the next year or so, water from Maa Reva-Narmada is expected to reach this pond. Hence, we have prepared the pond to be capable of storing that water. The area’s MLA, Keshaji Chauhan, has made dedicated efforts to bring Reva’s waters to the region's ponds. To ensure that rainwater properly flows into the pond, we also thoroughly cleaned the water channels. We now hope for generous blessings from the rain gods.

Groundwater in the village has sunk to unimaginable depths. Borewells are no longer yielding sufficient water — because the aquifers are empty. When ponds fill, farmers will be able to irrigate directly from them. And when water seeps into the ground, the water table will rise again.

Our team members — Naranbhai, Jayeshbhai, Ratnabhai, Hareshbhai, Jorabhai, and others — remain actively involved in water and environmental initiatives, which makes this work possible. We take great pride in having such committed partners.

We extend heartfelt gratitude to the government and to Pratulbhai — it is thanks to their dedication that this mission has come to fruition. We invite everyone to join in this effort that is being carried out with the pure intent of collective well-being.

તળાવ પાણી ભરવાનું વાસણ માત્ર નથી પણ એ અનેક જીવોને ધબકતા રાખવાનું માધ્યમ. અલબત ગામનું પેટાળ પણ તળાવ પાણીથી ભરાયેલું રહે તો જ ચેતનવંતુ રહે. આ વાત ટેકનોલોજીએ આપણા જીવનમાં સ્થાન નહોતું લીધુ ત્યાં સુધી આપણે સૌ માનતા. પણ પેટાળમાંથી પાણી કાઢવાનો સરળ, હાથવગો ઉકેલ મળ્યો ને આપણે તળાવના મહત્વને ભૂલ્યા.

પણ તળા સમગ્ર જીવસૃષ્ટિનો આધાર એટલે અમે પાછલા કેટલાક વર્ષોથી ગામનું હૃદય એવા તળાવોના જીર્ણોદ્ધારનું કાર્ય આરંભ્યું.

376 તળાવ જેને અમે જલમંદિર કહીએ એનો જીર્ણોદ્ધાર અત્યાર સુધી કર્યો. આવનારા વર્ષોમાં 1000 જલમંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ.

મોજરુ જુના બનાસકાંઠાનું મજાનું ગામ. ત્યાંનું તળાવ અમે સરકારની સુજલામ સુફલામ યોજના તેમજ અમારા આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફ ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનની મદદથી ઊંડુ કર્યું. આ તળાવમાં આવનારા એકાદ દોઢ વર્ષમાં મા રેવા- નર્મદાના નીર આવવાના છે. એટલે નીરને ધારણ કરી શકે એવું તળાવ કર્યું. આ વિસ્તારના ધારાસભ્ય કેશાજી ચૌહાણની મહેનત પોતાના વિસ્તારના તળાવોમાં મા રેવાના પાણી આવે તે માટે જબરી.

વરસાદી પાણી તળાવમાં બરાબર આવે તે માટે અમે આવરા પણ બરાબર સાફ કર્યા છે. મેઘરાજા મહેર કરશે એવી આશા છે.

ગામના ભૂગર્ભજળ કલ્પના ન કરી શકાય એટલા ઊંડા પહોંચ્યા છે. બોરવેલ યોગ્ય માત્રમાં પાણી નથી કાઢી રહ્યા કારણ તળ ખાલી છે. તળાવ ભરાશે તો ખેડૂતો તળાવમાંથી પણ પિયત કરી શકશે. ને પાણી પેટાળમાં જશે તો તળ પણ ઉપર આવશે.

અમારા કાર્યકરો નારણભાઈ, જયેશભાઈ, રત્નભાઈ, હરેશભાઈ, જોરાભાઈ વગેરે સૌ પાણી અને પર્યાવરણના કાર્યોમાં સતત સક્રિય છે એટલે આ કાર્ય થાય છે. આવા સાથીદારો સાથે હોવાનો ગર્વ.

બસ સૌનું ભલું થાય એવી શુભભાવનાથી થઈ રહેલા આ કાર્યમાં સૌ જોડાય તેવી શુભભાવના.

આભાર સરકાર તેમજ પ્રતુલભાઈનો એમની લાગણીથી જ આ કાર્ય સંપન્ન થયું

Mojru Juna Water Management Site

Lake after digging

Ongoing Lake digging