The current living conditions of Dafer families |
Since last few days some unusual activity by police in the Dafer settlement of Vijapur has left the community a bit unsettled and edgy. The police are making rounds to examine whether the Dafer individuals that had been associated with unruly past are spending the night in the settlement!! The community members are unable to understand the reasons for such frequent visits by the police officials. Those accused in the past have served their sentences and are leading a life of honor and dignity by putting in hard work to earn a dignified living. So why than are the police frequenting their settlement when they have left their past far behind.
“It has been an uphill task to improve our image before the society, we have begun securing some work in Vijapur but of course the villagers aren’t yet prepared to allow us residency in their village nonetheless things were looking brighter. But now with the police visiting our settlement so often the villagers have started questioning us. They are getting the impression that are involved in some kind of unlawful activity. We are not liking this constant need of having to prove ourselves and our innocence. Why can’t people think of us as humans and not mere criminals??” requested Umarbhai Dafer, the Dafer community leader of Vijapur.
VSSM endeavors tirelessly for the welfare and development of the Dafer community and such incidents leave us with no choice but to address such frequent outbursts by writing to the top police officers, in this case to the DGP, requesting them to stop treating these families as criminals and initiate the process of allotting them residential plots. We are awaiting their reply…..
The picture reveals the current living conditions of these families, hope the government takes some proactive measures to change the fate of these extremely impoverished families…
The picture has been captured by UK based Shri. Bharatbhai Patel, an extremely compassionate human being and one of our close friends and well-wisher. His compositions share insights into the lives of these extremely marginalized human beings.
ડફેર વસાહતોમાં ફરી પોલીસ
છેલ્લા કેટલાક સમયથી વિજાપુર ડફેર વસાહતમાં રોજ રાતના પોલીસનું આવવાનું શરૃ થયું છે. જે ડફેર ભૂતકાળમાં ગુના સાથે સંકળાયેલા હતા તેઓ વસાહતમાં રાત્રી દરમ્યાન રહે છે કે કેમ તેની તપાસ કરવાની સૂચના પોલીસને આપવામાં આવી છે.
ભૂતકાળમાં જેમના માથે ગુના હતા તે બધા તો સજા ભોગવી ચુકવ્યા છે અને હવે તો મહેનત મજુરી કરે છે. ગુનાહીત જીંદગી તેમણે છોડી દીધી છે ત્યારે પોલીસનું આવું વર્તન સમજાતું નથી.
વિજાપુરના ડફેર આગેવાન ઉમરભાઈ કહે છે, ‘માંડ માંડ અમારી છાપ સુધરી છે. વિજાપુરમાં હવે કામ મળતું થયું છે છતાં આસપાસના ગામલોકો હજી પોતાના ગામમાં કાયમ વસાવવા રાજી નથી. પોલીસની નીત વસાહતમાં હાજરીથી લોકો હવે તમે પાછા આડા રસ્તે ચડી ગ્યા તેવું પુછે છે. આ નથી ગમતું અમે માણસ છીએ તેમ ગણીને અમારો સ્વીકાર કેમ નથી કરવામાં આવતો? અમને ગુનેગાર તરીકે જોવાનું બંધ કરવા અનુરોધ કરીએ છીએ..’
vssm આ પરિવારોને પડતી હાલાકી દુર કરવા દિવસ રાત મથે છે ક્યારેક હવે બધુ ઠીક થયું છે તેવું લાગે ત્યાં પાછા આવા ગતકડાં શરૃ થાય છે ખેર અમારે તો પ્રયત્ન કર્યા કરવાનો છે. ડી.જી.પી.ને ઉમરભાઈની ભાષામાં આ પરિવારોને ગુનેગાર તરીકે જોવાની જગ્યાએ માણસ તરીકે સ્વીકારી તેમના વસવાટના પ્રશ્નને ઉકેલવા લખ્યું છે. જોઈએ શું જવાબ આવે છે.
ફોટોમાં જે સ્થિતિમાં આ પરિવારો રહે છે તેને બદલાવવા સરકાર કોશીશ કરે તેવું ઈચ્છીએ છીએ..
ભરતભાઈ પટેલ જેઓ યુકેમાં રહે છે અને દર વર્ષે વિચરતી જાતિઓની સ્થિતિ અને vssmઆ પરિવારો સાથે થયેલા કામોનું ફોટોશુટ કરે છે. ડફેરની સ્થિતિનો ફોટો પણ તેમણે જ ક્લીક કર્યો છે. આભાર ભરતભાઈ