Mittal Patel visits tree plantation site |
In 2019, as a part of our efforts to make Banaskantha green again, we undertook tree plantation drive in villages that agreed to the preconditions for our plantation initiative.
Mittal Patel visits tree plantation site |
Recently, I had to the opportunity to visit 3 such villages; Govali, Diyodar and Makhanu. We believe, equally important to planting the trees is to ensure that the planted saplings are nurtured and looked after. Hence, we had a ‘Vruksh-Mitr’ appointed in the villages where the tree plantation drive was executed. These appointees were responsible to look after the planted trees, they were paid a remuneration that was shared equally by VSSM and community.
Today, as I visited tree-plantation site, it was evident that ‘Vruksh-Mitr’ Narsinhbhai, Dharmabhai and Bachubhai had worked hard. Govali and Makhanu villages have raised more than 850 trees each. While in Diyodar, 400 trees have been raised at the crematorium for Raval community.
VSSM Naran has worked very hard to ensure this initiative is implemented well. Golvi and Makhanu leadership showed tremendous cooperation. It is because of their efforts that seem to have had this impact. Whereas, youth from Raval community worked had to ensure that trees are planted and raised well at the crematorium site.
Mittal Patel visits tree plantation site |
Our gratitude and warm regards to Amoliben, Jahangirbhai and many for supporting this drive.
Tree plantation site |
As monsoon approaches, we hope more villages from Banaskantha decide to join the tree plantation drive this year, we hope the number of villages committing to make their villages free from the rise and spread of prosopis juliflora/gando baval grows rapidly…..
બનાસકાંઠા ને હરિયાળું કરવાના સંકલ્પ સાથે જુલાઈ ૨૦૧૯માં કેટલીક ચોક્કસ શરતો સાથે કેટલાક ગામોમાં વૃક્ષારોપણ કર્યું.
Tree plantation site |
જે ગામોએ શરતો માન્ય રાખી એવાં ગામોમાંના ગોલવી, દિયોદર અને મખાણુ ગામની મુલાકાત લીધી.વૃક્ષારોપણમાં સૌથી અગત્યનું છે વૃક્ષો વાવ્યા પછી તેની માવજત નું કામ. આ માટે અમે ગામની ભાગીદારીથી વૃક્ષમિત્રોની પસંદગી કરી. આ વૃક્ષમિત્ર ઝાડ ની માવજત નું કામ કરે. જેમને મહેનતાણામાં અડધું મહેનતાણું ગામલોકો આપે અને અડધું VSSM માંથી મળે.
આજે મુલાકાત લીધેલા આ ત્રણેય ગામોમાં જ્યાં વૃક્ષારોપણ કર્યું છે તે સાઇટ પરના ત્રણેય વૃક્ષ મિત્રો નરસિંહભાઈ, ધરમાભાઈ અને બચુભાઈએ ખુબ મહેનત કરી છે.
Tree plantation site |
ગોલવી અને મખાણુમાં તો સાડા આઠસો, આઠસો જેટલા વૃક્ષ ઉછેર્યા છે. જ્યારે દિયોદરમાં રાવળ સમાજની સ્મશાનભૂમિમાં ચારસો જેટલા વૃક્ષ થયા છે.
કાર્યકર નારણની આ બાબતે ઘણી મહેનત રહી.. તો ગોલવી અને મખાનું સરપંચે પણ ખૂબ સહયોગ કર્યો. અલબત્ત એમની ભાવના હતી માટે જ આ કામો થયા. તો રાવળ સમાજની સ્મશાન ભૂમિ માટે રાવળ યુવાનોની મહેનતને સલામ..
આ કાર્યમાં મદદ કરનાર અમોલીબેન, જહાંગીર ભાઈ અને અન્ય સૌને પ્રણામ..
Tree plantation site |
Tree plantation site |
આવનારા ચોમાસામાં બનાસકાંઠાના વધારે ગામો આ કાર્યક્રમમાં જોડાયા અને પોતાના ગામની સાથે બનાસકાંઠાને હરિયાળો કરવાનું સ્વપ્ન જુએ એમ ઈચ્છિયે.
સૌથી સુંદર કામ જે ગામોમાં થશે એમને ઈનામ આપવાનું પણ કરીશું.
ડિસેમ્બર 2019 થી બનાસકાંઠામાં પાણી નું કામ પણ પાછું ચાલુ કરીશું. પાણી નું કામ શરૂ કરતા પહેલા રસ ધરાવતા ગામના સરપંચ અને આગેવાનોની એક સંયુક્ત બેઠક કરવાનું આયોજન કરીએ છીએ.
જેમને પણ આ બાબતે રસ હોય એ વ્યક્તિઓ અહીંયા પોતાનું નામ નોંધાવે અથવા અમારા કાર્યકર નારાણ રાવળ -૯૦૯૯૯૩૬૦૩૫ પા સંપર્ક કરે. જેથી જે તે ગામના વિકાસમાં અમે કેવી રીતે સહભાગી થઇ શકીએ તે અંગે મસલત થઈ શકે.
ગાંડા બાવળ મુક્ત ગામની એષણા રાખવાવાળા ગામોને પણ આવકાર...
આવતા ચોમાસા પહેલાં વૃક્ષો ઉછેરવા માંગતા ગામોની વિગતો મળે તો વધારે સારું આયોજન થઈ શકે.
#Mittalpatel #vssm