Mittal Patel with Sarpanch Shri Kumbhaji and Rani Maa |
"I did not have to spend a single penny for the election. I have worked a lot for the poor people of my village; hence the village elected me as their Sarpanch. Once again!"
Shri Kumbhabhai, Sarpanch of Delthi village of Banaskantha's Vav block, shared the above. And he was speaking the truth; he played a pivotal role in bringing the benefits of various government schemes to the widow, handicapped, impoverished elderly, and other low-income families in need to support. He took the necessary measures and followed up on each application with the government office.
Rani Maa is a destitute elderly from the village; after Kumbhabhai shared her plight with our team member Bhagwanbhai, we sent a monthly ration kit to her. Along with the widow pension, the ration kit helps provide food security to Rani Maa. Recently, when we were in the village to meet Rani Maa, Kumbhabhai was also present, and Rani Maa showered praises on him and all his excellent work. "It is my duty to work for you all!" Kumbhaji had said.
But isn't it the duty of all Sarpanchs? How many of them try to identify the people in need of support and bring it to the government's notice? And it continues; how many follow-ups until the issue has been resolved?
In fact, my meeting with Kumbhaji reminded me of my visit to a village in Sabarkantha, where I met 18 women, primarily destitute or widowed. All of them are poor, but none receive any welfare support from the government. And no one was keen to ensure these women were linked with government welfare programs. Only one woman, who was not related to any of these Ba but was empathetic towards their condition, made efforts to ensure some benefit reached them. All these older women stayed in mud houses, yet, their income certificates the Panchayat had issued were all above Rs. 1.20 lacs. On the other hand, Sarpanch, like Kumbhaji, makes sure the required is done to bring the government benefits to those who need them the most.
We salute Sarpanch like Kumbhaji and pray that this story inspires other sarpanches to fall in line!
"ચૂંટણીમાં મારે એક રૃપિયો ખર્ચવો નથી પડ્યો. પણ મારા ગામના ગરીબગરબાની મે ખુબ સેવા કીધી. એટલે ગામે મને ફેર જીતાડ્યો."
બનાસકાંઠાના વાવતાલુકાના દેથળીગામના સરપંચ શ્રી કુંભાભાઈએ આ કહ્યું. એમની વાત પણ સાચી હતી. ગામમાં રહેતા વિધવા બહેનો, વૃદ્ધ નિરાધાર અને વિકલાાંગ વ્યક્તિઓ આ બધાને સરકાર દ્વારા જે સહાય મળે તે સહાય અપાવવામાં એમની ભૂમિકા મહત્વની. અલબત એમણે એ માટે ઘણી દોડાદોડી કરી.
ગામમાં રહેતા નિરાધાર રાણીમાને VSSM માંથી રાશનકીટ મળે તે માટે તેમણે અમારા કાર્યકર ભગવાનભાઈને કહેલું ને અમે રાણીમાને રાશન આપવાનું શરૃ કર્યું. મૂળ સરકારી પેન્શન સાથે અમારી કીટ રાણી મા માટે મોટા ટેકા જેવી. અમે રાણીમાને મળવા ગયા ત્યારે કુંભાજી પણ ત્યાં હાજર. રાણીમાએ એમના ભરપૂર વખાણ કર્યા. કુંભાજીએ કહ્યું, મારી ફરજ છે ને મારે કરવાનું હોય.
પણ ફરજ તો દરેક ગામના ઘણી - સરપંચની પણ કેટલા સરપંચ ગામમાં રહેતા સાચા જરૃરિયાતમંદને શોધી તેમની તકલીફોની વાત સરકારી સુધી પહોંચાડે? વળી પહોંચાડવું જ પુરતુ નથી પહોંચાડ્યા પછી સમાધાન પણ શોધી કાઢે.
સાચુ કહુ તો કુંભાજીને મળ્યા પછી હમણાં સાબરકાંઠાના એક ગામમાં ગયેલી તે ગામ યાદ આવ્યું. જ્યાં એક સાથે લગભગ અઢાર બાઓને હું મળેલી જેમાંના ઘણા નિરાધાર હતા, ઘણા વિધવા હતા. આર્થિક સ્થિતિ નબળી પણ તેમને સરકારની સહાય મળતી નહોતી. ગામના કોઈને એમને સહાય મળે તેમાં રસ નહોતો. એક બહેન જેમને આ બધા બા સાથે કોઈ નાતો નહીં પણ માનવતાના ધોરણે એ પ્રયત્નો કર્યા કરે. પણ આ બધા બા કાચા ઘરોમાં રહે. છતાં આ બાઓમાંથી કેટલાકને તો આવકના દાખલાય 1.20 લાખથી વધુની આવકના પંચાયતે કાઢી આપેલા. ત્યારે કુંભાજી તો સામે ચાલીને કોઈ બાકી રહી ન જાય તેનો ખ્યાલ રાખે. આવા સરપંચને સલામ કરવાનું મન થાય..
બાકી કુંભાજી જેવા સરપંચોને સલામ ને જેઓ હજુ આ ભૂમિકામાં નથી આવ્યા તેમને ભગવાન સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના...
#MittalPatel #vssm #mavjat #elderlycaregiving #SarpanchElection
Rani Maa receives ration kit under VSSM's Mavjat Karyakram |
Mittal Patel meets Rani Maa |
Rani Maa is a destitute elderly ,after Kumbhabhai shared her plight with our team member Bhagwanbhai, we sent a monthly ration kit to Rani Maa |