|
Mittal Patel with Vrukhs Mitra, Sarpanch Shri , ViceSarpanch Shri and VSSM Co-ordinator |
Crematoriums are not the places we frequent; someone reading my stories might think I visit crematoriums often. And I do. Not to attend funerals but to further our efforts to make crematoriums of Banaskantha green to make them beautiful and relaxing.
Recently, I was in Gogapura village of Banaskantha’s Deesa block. We are deepening the lake in this village this year, but two years ago, we planted 1000 trees at the crematorium here. Since I was in the village, I thought of visiting the crematorium and seeing how the trees were doing! It was a beautiful site; the trees were growing well under the care of Bhupatji, the Vriksh Mitra.
On witnessing the trees flourish, the village youth, Sarpanch Kishansinhji, and Vice-Sarpanch Rajubhai, requested a similar tree plantation drive at the crematorium for the Dalit community. The proactiveness of local leadership plays a vital role in carrying out development work in the villages. Each village should have Sarpanch like Kishansinhji.
Planting native trees that help attract birds and bees with their fruits and flowers helps maintain the region's biodiversity.
મૃત્યુ જીવનની ઈતિશ્રી નથી પણ પૂર્ણવિરામ આપ્યા પછી નવીન અનુચ્છેદની પ્રગલ્ભ જીવનની પુનઃ શરૃઆત છે. મૃત્યુ જીવનનું વિરામ સ્થળ છે. વિનોબા ભાવે કહેલી આ વાત જ્યારે પણ કોઈ સ્મશાનમાં જવું ત્યારે અચૂક યાદ આવે.
આમ તો સ્મશાનમાં વળી કોણ જાય? કોઈ પહેલીવાર આ વાંચે ત્યારે એમને થાય પણ ખરુ કે આમ આ બેન આમ જાણે વારંવાર સ્મશાનમાં જતા હોય એમ કેમ લખે છે! પણ જવુ છું હું વારંવાર સ્મશાનમાં અને એનું કારણ સ્વજનને કે કોઈને સદેહે વળાવવા નહીં પણ જ્યારે દૈહિક રીતે વિરામ લીધા પછી શરીર જ્યાં રાખમાં મળે તે સ્મશાન કેવા મજાના હોવા જોઈએ એ વિચાર સાથે સ્મશાનને હરિયાળા કરવાનું અમે બનાસકાંઠામાં શરૃ કર્યું. એટલે વારંવાર સ્મશાનમાં જઈએ.
હમણાં બનાસકાંઠાના ડીસાના ગોગાપુરાગામમાં જવાનું થયું. આમ તો અમે ત્યાં તળાવ ઊંડુ કરી રહ્યા છીએ. પણ આ ગામના એક સ્મશાનમાં અમે બે વર્ષ પહેલાં 1000 વૃક્ષો વાવેલા. આ વૃક્ષો કેવા થયા એ જોવા ગયા ને જોઈને રાજી થવાયું. વૃક્ષો સરસ ઉછર્યા. વૃક્ષમિત્ર ભૂપતજીએ સરસ સંભાળ રાખી.
ગામના એક સ્મશાનમાં વાવેલા વૃક્ષો સરસ ઉછર્યા એ જોઈને ગામના દલીત સમાજના સ્મશાનમાં વૃક્ષો વાવી ઉછેરવા ગામના યુવા અને જાગૃત સરપંચ તેમજ ઉપસરપંચ શ્રી કિશનસીંહજી અને રાજુભાઈએ વિનંતી કરી. આ બેઉ ઘણા ઉત્સાહી છે ગામના વિકાસમાં પોતે સક્રિય રીતે કાંઈક નક્કર કરવાની ભાવના રાખે..
આવા સરપંચ દરેક ગામમાં ઈચ્છનીય.
સાથે ગામના સ્મશાન અને ખરાબાની ખાલી પડેલી જગ્યાઓ પર સારા વૃક્ષો, ફળ અને ફૂલ આવે તેવા વવાય તે પણ ઈચ્છનીય. વૃક્ષ વાતાવરણને સમતુલીત રાખવામાં મદદ કરે છે. બસ એટલે વધારે વૃક્ષો વવાય તેમ ઈચ્છીયે.
#MittalPatel #vssm #TreePlantationDrive #Banaskantha #growtrees
|
Gogapura Tree Plantation site |
|
Mittal Patekl visits gogapura cremotorium tree plantation site |
|
VSSM planted 1000 trees at the crematorium |
|
Mittal Patel discusses tree plantation with Sarpanch Shri |
|
Vruksh Mitra Bhupatji who took very good care of trees |
|
Gogapura tree plantation site |