Friday, May 29, 2015

Antyoday and BPL Ration Cards for Nomadic Tribes of Gujarat

I have no worries now that the organisation is standing besides me!!!!

Mittal Patel of VSSM giving Antyoday and BPL Ration Cards to Nomadic Tribes
Mittal Patel of VSSM giving Antyoday and BPL Ration Cards
to Nomadic Tribes
On 5th May 2015 I happen to visit a settlement in Diyodar. 48 families from here had recently been allotted Antyoday and BPL Ration Cards for Nomadic Tribes of Gujarat. I also had an opportunity to distribute the newly allotted cards. A conversation with one of the recipients  from Bharthari Community Devabhai Bharthari remained in my thoughts. He was all happy and cheery on receiving the ration card. Access to many of the government welfare schemes would be much easy now. “I had spend Rs. 1000 to get this card and still couldn’t get it, but the Vicharta Samuday Samarthan Manch -VSSM and Naranbhai (VSSM team member)  made it possible. I lost my young son Dinesh to cancer, I was left absolutely helpless but the organisation stood by me. I had lost the courage to take care of Dinesh’s young widow Narmada  and their 6 month old daughter.  Naranbhai worked hard to ensure that Narmada starts receiving widow pension. She atleast has some regular income. Now that we have our names in BPL list and an Antyoday card my worries will decrease considerably. I am trying to convince Narmada to remarry and start life afresh but she isn’t ready to do so, she is like a daughter to me now and I have to take care of her. I work errands and  earn a little. Had we met earlier (with the organisation) my son wouldn’t have had succumbed to cancer. God’s wish!!” some heart churning account by Devabhai, listening to which gave a sense of comfort that our efforts are such a help to families like Devabhai’s. 

Me handing over the ration card to Devabhai….the efforts that made this possible were of Naran..

vssm મારી પડખે ઉભી છે મને હવે કોઈ ચિંતા નથી..
તા.૫ મે ૨૦૧૫ના રોજ દિયોદરમાં વિચરતા પરિવારોની વસાહતમાં જવાનું થયું. ૪૮ પરિવારોને અંત્યોદય અને BPL રેશનકાર્ડ મળ્યાં હતાં એનું વિતરણ પણ કર્યું. જેમને કાર્ડ મળ્યાં હતાં એમાં દેવાભાઈ ભરથરી પણ હતાં. કાર્ડ મળવાથી એ ખુબ ખુશ હતાં. તેમણે પોતાની વાત કરતાં કહ્યું, ‘ રેશનકાર્ડ મેળવવા રૂ.૧,૦૦૦ ખર્ચી નાખ્યા છતાં કાર્ડ મળતું નહોતું. સંસ્થા અને નારણભાઈ(vssmના કાર્યકર)ના હોય તો અમને આ કાર્ડ મળે જ નહિ.. મારો જુવાન દીકરો દિનેશ કેન્સરની બિમારીમાં મરી ગયો. હું નોંધારો થઇ ગયો પણ સંસ્થા મારી પડખે ઉભી રહી. દિનેશની વહુ નર્મદા અને એની ૬ મહિનાની દીકરીની જવાબદારી મારા માથે આવી. હિમ્મત હારી ગયો હતો પણ નારણભાઈએ મારી વહુનું પેન્શન બાંધી આપવામાં મદદ કરી. હવે અંત્યોદય કાર્ડ અપાવ્યું અને મારું નામ પણ BPL યાદીમાં દાખલ થયું. હવે બહુ ચિંતા નથી. નર્મદાને બીજું ઘર કરવા સમજાવું છું પણ એને બીજે જવું નથી એટલે એને દીકરીની જેમ સાચવું છું. નાનું મોટું કામ પણ કરુ છું એમાંથી પણ આવક થાય છે. સંસ્થા અમને મોડી મળી વહેલાં મળી હોત તો કદાચ દિનેશ આજે જીવતો હોત.. પણ ભગવાનને જે ગમ્યું તે ખરું..’

દેવાભાઈના મોઢેથી આ વાત સાંભળીને નિરાંત અનુભવાય છે.. કોઈ પણ વંચિત પરિવારને આપણા કાર્યથી આનંદ થાય એનાથી વિશેષ સંતોષની વાત એકેય નથી હોતી... 
દેવાભાઈને કાર્ડ આપવામાં સરકાર અને નારણ થકી મારે નિમિત બનવાનું થયું...

Tuesday, May 26, 2015

VSSM Team at Dangaa of Dafer Community of Gujarat

Dafer and their endless plight of neglect and suffering…..
VSSM Team at Dangaa of Dafer Community
VSSM Team at Dangaa of Dafer Community
at  Bhojva Village of  Viramgaum Block

Time and again we keep writing about the plight of the Dafer community in the regions we work. The Dafer feature in the government’s list of 14 most marginalised communities in the state.  On a scale of 1 to 10 if the challenge to get the nomadic communities accepted and settled within any village boundary is 9.5 settling the Dafer families can be rated at 11 - impossible. The Dafer Families face subjective attitude of the society at large as well as the authorities especially the police. They are subjected to abuse not because they have done anything illegal but just because they were categorised as a Criminal Tribe by the Britishers. The British left our country long ago leaving the legacy of harassing these families. . 

22 Dafer families live  in Bhojva village of Ahmedabad’s Viramgaum block. Like all Dafer families these families too have kept wandering from village to village sometimes in search of work, sometimes fearing police atrocities or sometimes just because the villagers whose farms they guard and protect asked them to walk out from the village. But Bhojva has been a rather receptive village, its a village they have found peace. The village Sarpanch is a good and noble man, trying his level best to be helpful to these families in all possible manner. VSSM’s efforts and cooperation of the Sarpanch has helped acquiring Voter ID cards Ration Cards, Adhar Cards, Vatsalya Cards to 6 of the 22 families. VSSM is working towards ensuring allotment of residential plots to these families.  The Bhojva panchayat is willing to allot land but now that the governance of village comes under Viramgaum Nagarpalika the dynamics have changed and the chances of getting the residential plots have slimmed down substantially. We are trying our level best ensure that along with families from other nomadic communities in Bhojva these Dafer  families are alloted the plots as well. 

The Additional Officer Shri. Bhalodiya is extremely supportive but the task of plots allotment isn’t gathering momentum. The endless rounds to the concerned offices continue and yet no breakthrough. We also get a sense that there is a dissent towards settling the Dafer in Bhojva as there is abrupt end to their  statement, “ it was ok if they were Bajaniyaa, Meer, Saraniyaa we would have settled them but these are Dafer families….!!!” the rest of the statement is left for us to be understood. 


On 23rd May 2015 we happen to be amidst in the Dangaa of Dafer Communitiy. As it always happens the discussion was very forthright and honest. “Do something so that we get our own land. We aren’t saying settle us in this particular village, the earth is endless, settle us anywhere but give us land….” says Rehmanbhai  Dafer. The heat is unbearable, dust storms erupt anytime, surviving under almost open sky, protecting themselves  from the harshness of these elements becomes  impossible. The dust is everywhere including their food. It is the government’s responsibility to do all that is needed to help this community come out from the shackles of extreme poverty. And why is the government not trying its best to support these families - well we fail to understand!!

Hoping that these families get the attention they deserve, get a small plot to build a home where not the dust but joys and cheer storm in…….

ડફેર – વિમુક્ત સમુદાય પોતાનું કાયમી સરનામું ઈચ્છે છે..
અમદાવાદના વીરમગામ તાલુકાના ભોજવા ગામમાં ૨૨ ડફેર પરિવારો રહે છે..પેઢીઓથી એક ગામથી બીજે અને ત્યાંથી ત્રીજે કામ ધંધાની શોધમાં તો રઝળપાટ કરવો પડે પણ પોલીસની બીકથી પણ રઝળતાં રહેવું પડ્યું છે. ભોજવામાં હવે નિરાંત છે. પોલીસની કનડગત પણ કંઇક અંશે ઓછી થઇ છે. ગામના સરપંચ ભલા માણસ છે એટલે vssmની મદદ અને સરપંચના સહયોગથી ૨૨ માંથી ૬ પરિવારોને મતદારકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, વાત્સલ્યકાર્ડ મળ્યા છે. vssm હવે આ પરિવારોને કાયમી રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે પ્રયત્ન કરે છે. ભોજવા ગામ આ પરિવારોને પ્લોટ આપવા તૈયાર છે પણ હવે ભોજવા ગામનો સમાવેશ વીરમગામ નગરપાલિકામાં થતાં આ પરિવારોને પ્લોટ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે, વિરમગામમાં વસતી અન્ય વિચરતી જાતી સાથે આ પરિવારોને પણ પ્લોટ મળે એ માટે મહેનત કરીએ છીએ.. પ્રાંત અધિકારી ભાલોડીયા સાહેબ ખૂબ મદદ કરે છે પણ કોણ જાણે કેમ કામની ગતિ નથી આવતી. કેટલાં ધક્કા થયા છતાં શું થશે એનો ખ્યાલ નથી આવતો.. કયાંક ડફેર પરિવારોને વસાવવાનો વિરોધ પણ છે. બજાણીયા, મીર, સરાણીયા પરિવારો હોય તો વસાવી દઈયે પણ આ ડફેર?? આગળ કશું બોલે નહિ પણ આપણે સમજી જવાનું...

આજે (૨૩-૫-૧૫)આ પરિવારોના ડંગામાં જવાનું થયું.. એમની સાથેની વાતમાં રહેમાનભાઈ સતત એક જ વાત કહેતા હતાં, ‘હવે આમારી પોતાની જગ્યા જડે એમ થાય એમ કરો ને.. અમે ક્યાં કહીએ છીએ કે અહીયા જ વસાવો દુનિયાના કોઈ પણ છેડે વસાવો પણ હવે અમને અમારી જગ્યા આપો ...’ આવી કાળઝાળ ગરમીમાં ધુળની ડમરીઓ પોતાનું સામ્રાજય સ્થાપિત કરવાં મથતી હોય, ઘણી વખત તો ખાવાનામાંય ધુળ ભેગી થઇ જાય આવી હાલતમાં પોતાનું આવાસ મેળવવાનો એમને અધિકાર છે આર્થિક પાસું નબળું છે એટલે સરકારે જ એને મદદ કરવી ઘટે .. વળી રાજ્ય સરકારે જાહેર કરેલી ૧૪૭ જાતિઓમાંથી ડફેરને તો અતિપછાત ૧૨ જાતિમાં સમાવ્યા છે તો પછી એને પછાત પણામાંથી બહાર લાવવા મહત્તમ પ્રયત્ન થવા જોઈએ પણ એ કેમ થતાં નથી એ સૌથી મોટો પ્રશ્ન છે. 

ઇચ્છીએ કે આ પરિવારો પર સરકારનું ધ્યાન જાય અને એમને પોતાનું કાયમી સરનામું મળે જ્યાં ધૂળનું નહિ પણ પોતાનું સામ્રાજ્ય હોય..