Monday, February 26, 2018

Be like the people of Hadmatiya village...

Mittal Patel meets the leaders at hadmatiya village

“Even birds have their nests then these poor people too need home for shelter! Here we are to sign wherever you say, standing beside you but you please do something to get them a home!” 
When a village panchayat members say this showing their concern about the #NomadicTribes, it can be understood how the heart of the people like us and the ones who work for the rights of Nomadic Tribes may feel happy! 

Until now, we have found only a few villages that may be counted on finger tips, that are really worried about this community. Hadmatiya village is now added in the list of these villages. Vanja(Vansfoda) community families staying in the outskirt of the village, are dear to the villagers and that is why they passed the resolution in the Gram Panchayat meeting to allot land to these families and that Resolution was given to VSSM field worker Kanubhai also.  

The current living condition of vansfoda families
The application to get the plots was sent to government years before but the administration has not taken any action against it. 

Our Prime Minister has a target to provide home to each and every family of our country. Administration will have to take action to reach that target also. If they keep sitting on the files and not let anything happen then how the work will be done? 

When I went to the Hadmatiya village of the Tankara Taluka at Morbi, the leaders of the village came to meet. The Vanjha stay in the hut is the temporary shelter. 

It they get plot then they can have the Permanent house but allotting plot is in the jurisdiction of the system. 

At such a point we would request the system to be like the villagers of Hadmatiya. 


હળમતિયા ગામ જેવા થજો.

‘પંખીઓનેય માળા હોય તો આમને બાપડાંને રેવા ઘર તો જોવે ને? આલો અમે તમારી હારોહાર ઊભા જ્યાં કેશો ન્યાં સહી કરવાય તૈયાર પણ હવે આમને ઘર જડે એમ કરો.’

વિચરતી જાતિઓની ચિંતા કરીને એક ગામની પંચાયતના તમામ સભ્યો ઉપરોક્ત વાત કરે ત્યારે જીવ કેવો રાજી થાય એ આ સમુદાયો સાથે કામ કરનારા અમારા જેવા ને બીજુ આ સમુદાયો જ સમજી શકે.

અત્યાર સુધી આંગળીના વેઢે ગણાય એટલા જ ગામો અમને આ સમુદાયોની ચિંતા કરવાવાળા મળ્યા જેમાં #હળમતિયા ઉમેરાયું. ગામના પાધરમાં રહેતા #વાંઝા(#વાંસફોડા) પરિવારો પ્રત્યે આખા ગામને લાગણી અને એટલે જ જમીન ફાળવવાનો #ઠરાવ કરીનેય પળવારમાં જ કાર્યકર કનુભાઈને આપી દીધેલો.

પ્લોટ મેળવવાની દરખાસ્ત કરે વર્ષો થયા પણ વહીવટીતંત્ર સક્રિય નથી થઈ રહ્યું.
આપણા #વડાપ્રધાનનો ટાર્ગેટ દરેક પરિવારને ઘર અપાવવાનો પુરો કરવાય તંત્રએ સક્રિય થવું પડશે. ફણીધર નાગ ખજાનાની ઉપર બેસી જાય એમ ફાઈલ પર બેસી જઈએ તો કામ કેમ થશે!
#મોરબીના #ટંકારા તાલુકાના હળમતિયાગામમાં ગઈ ત્યારે મળવા આવેલા ગામના તમામ આગેવાનો ને જે ઝૂંપડાંમાં વાંઝા રહે છે એ ઝૂંપડું.

પ્લોટ મળે તો પાકુ ઘર મળે ને એ ફાળવવાનું તંત્રના હાથમાં.....
ત્યારે વહીવટીતંત્રને હળમતિયાગામ જેવા થજોની વિનંતી કરીએ... 

#MittallPatel #VSSM #NomadsOfIndia #NoamdicTriebs #plot #Govtschemes #gujaratgovernment CMO Gujarat PMO India Narendra Modi Collector Rajkot #hadmatiya #morbi #vansfodafamilies #vansfoda #મિત્તલપટેલ #Residentialplots