
100 families of Vedva Devipujak and Marwari Devipujak communities stay in a settlement in Surendranagar’s Dudhrej town. Most of these families earn their living by working a manual labourers. 27 of these families earn their living by ferrying goods on a hand cart. The hand carts are rented. Everyday these families rent hand carts from the Mehta Market of Surendranagar at the cost of 20 per day. Individuals live Kalubhai have been renting such carts since last 10 years. ( So far Kalubhai must have paid rent enough to own his own hand cart shop) . A year back 7 families were given hand carts under the Manav Garima Scheme, the rest have been left out.
Harshadbhai, a team member of VSSM explained the math to the individuals who had been renting carts. 'With a monthly EMI of 600 you can own a cart in 1.5 year,’ he told them. Harshadbhai requested VSSM to support these families and since we knew Kalubhai Devipujak, Sureshbhai Devipujak and Ratabhai Devipujak we agreed to support them with a loan of Rs. 9000/-

Others from the settlement have also approached VSSM for support ad we intend to provide them with the loan soon.
In the picture - Kalubhai in red shirt, Sureshbhai Devipujak with the parcels and Ratabhai Devipujak with the loaded cart.
ગુજરાતી અનુવાદ....
રૂ.૬૦૦નો હપ્તો ભરીયે તો ૧૫ મહિનામાં લારી આપણી પોતાની થઇ જાય...

vssm ના કાર્યકર હર્ષદે આ પરિવારોને ભાડેથી લારી લો તો માસિક રૂ.૬૦૦ તો ભાડામાં જતા રહે એના કરતાં પોતાની લારી લઈને પછી એનો માસિક રૂ.૬૦૦નો હપ્તો ભરીયે તો ૧૫ મહિનામાં લારી આપણી પોતાની થઇ જાય એ અંગેની સમજણ આપી. જે એમના ગળે ઉતરી. હર્ષદે આ પરિવારોને vssmમાંથી લોન આપવાની વાત કરી. આપણે શરૂઆતમાં વસાહતમાંથી કાળુભાઈ દેવીપૂજક, સુરેશભાઈ દેવીપૂજક અને રતાભાઈ મારવાડી દેવીપૂજક જેઓ vssmને જાણતા હતાં તે દરેકને રૂ.૯,૦૦૦ ની લોન આપી જેમાંથી એમણે લારી ખરીદી જે ફોટોમાં જોઈ શકાય છે.
પોતાની લારી પર કામ કરવાનું શરુ કરે અઢી મહિનાનો સમય થયો. આવક પણ પ્રમાણમાં ઠીક ઠીક થઈ રહી છે. vssmને તેઓ હપ્તા પેટે માસિક રૂ.૫૦૦ આપે છે. બે હપ્તા ભરાઈ પણ ગયા છે. કોઈ ઉપર આધારિત ના રહેતાં પોતાની માલિકીનું સાધન વસાવ્યા પછીનો અનુભવ કહેતાં કાળુભાઈ કહે છે, ‘હર્ષદભાઈએ જે રીતે સમજાવ્યું એ બરાબર હતું. નિયમિત ભાડું આપીએ તોય એ માલિકીની લારી ના કહેવાય. વળી જેમની પાસથી ભાડેથી લારી લીધી હોય એને સમયસર સાંજના પાછી આપી દેવાની હોય.. આવામાં સિઝનમાં વધારે કામ મળે એમ હોય તો પણ દુકાનવાળાના એના સમયે જ લારી પાછી આપી દેવાની. વળી ક્યારેક બજાર પહોંચતા મોડું થાય તો લારી ના પણ મળે. હવે આ બધી ઝંઝટમાંથી ઝૂટકરો મળી ગયો. અમારો સ્વતંત્ર ધંધો થઇ ગયો.’ આ વસાહતમાંથી બીજા ભાઇઓ પણ લારી માટે લોન આપવા કહી રહ્યા છે.. જે કરવાનું પણ છે..
નીચે ફોટોમાં
(૧) લાલ શર્ટ પહેરેલાં કાળુભાઈ દેવીપૂજક
(૨) પાર્સલ જેમણે ઉપાડ્યું છે એ સુરેશભાઈ દેવીપૂજક
(૩) સામાન ભરીને લારી લઈને જઈ રહ્યા છે એ રતાભાઈ મારવાડી દેવીપૂજક