Tuesday, September 13, 2022

VSSM began providing a monthly ration kit to SanaKaka ...

Mittal Patel meets Sanakaka 

Sanaakaka resides in Halol’s Katol village. A few years ago, his legs lost their ability to function in an accident. There is no one in the family to look after Sanaakaka; he has a Ma Card but did need cash to meet his medical and other needs. Therefore, he sold off his only asset, his tethered home. After the accident the times had been harsh for Kaka, he needed money for treatment. Hence, he made a pact with a buyer that allows him to stay in the house till he lives after which the house is his. The house was sold for Rs 1 lac, the amount kaka used for his treatment.

 Kaka had worked as farm labor all his life, he had lost his wife a few years ago, and the accident has made him a dependent.

The neighbours helped him when needed; some brought him food, mostly leftovers after the family had finished eating.

VSSM began providing a monthly ration kit to Kaka and worked on an arrangement where a lady in the neighborhood would cook meals for him from the ration kit. As a result, Kaka is at peace now; he doesn’t have to depend on others’ sympathy.

Kaka wished for a hand-powered tricycle to increase his mobility. It becomes boring to remain seated inside the house. The front porch outside his home has a leaking roof. Kaka has no choice but to stay confined in the house. Of course, we will repair his house.

And it is not just Sanakaka, VSSM has been supporting 315 destitute elderly,  and the number keeps growing daily. If possible, you can choose to become guardians to these elderlies in need. A monthly ration kit costs Rs. 1400. If you wish to learn more about our Mavjat initiative, call us on 9099936013 between 10 AM and 6 PM.

 
We are grateful to everyone who has supported the initiative to help us bring well-being into the lives of elders like Sanaakaka.

સનાકાકા હાલોલના કાતોલ ગામમાં રહે.. થોડા વર્ષ પહેલાં અકસ્માત થયો ને એમના પગ કામ કરતા બંધ થયા. 
પરિવારમાં દીકરો કે અન્ય કોઈ સાર સંભાળ રાખી શકે તેવું નહીં. મા કાર્ડ હતુ જેના પર તેમની સારવાર થઈ છતાં પૈસાની જરૃર તો પડી. આખરે સનાકાકાએ પોતાનું ઘર જેમાં રહેવાનું આજના સમયમાં તો મુશ્કેલ.આવું જર્જરીત ઘર કાકાએ એક વ્યક્તિને પોતે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમાં રહેશે ને પોતે નહીં હોય ત્યારે એ વ્યક્તિનું એ શરતે એક લાખમાં વેચ્યું ને એ એક લાખમાં પોતાની સારવારમાં ખૂટતુ કર્યું. 

કાકાના પત્ની વર્ષો પહેલાં ગુજરી ગયા. કાકા ખેતમજૂરી કરી પોતાનું પુરુ કરતા પણ અકસ્માત પછી કામ થવાનું બંધ થયું.

આડોશી પાડોશી નાની મોટી મદદ કરે ને કાકાનું ચાલે. પણ કાકા કહે, એ બધુ કવેળાનું કોઈના ઘરે રાંધેલું વધારાનું પડ્યું હોય તો લોકો દઈ જાય. પણ એ બધુ કટાણે... 

અમારા કાર્યકર વિનોદના ધ્યાને આ વાત આવી અને અમે કાકાને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું ને ગામમાં રહેતા એક બહેન કાકાને એ રાશનમાંથી જમવાનું બનાવીને આપી જાય. કાકાને હવે હખ છે. હવે કોઈની ઓશિયાળી વેઠવી નથી પડતી. 

પણ કાકાની ઈચ્છા એમને હાથથી ચલાવવાની સાયકલ મળે તેવી. જેથી એ થોડું ઘણું જાતે ફરી શકે. સતત ઘરે અને એકની એક જગ્યાએ બેસીને એ થાકે. સાથે ઘરમાં રહી શકાય તેવી સ્થિતિ નથી. તેમણે ઘર બહાર નાનકડુ ઢાળિયું કર્યું છે પણ ઢાળિયામાં પતરાં ચુવે. કાકા કહે, ક્યારેક ટૂંટિયું વાળી પડ્યો રહુ. આ છાપરુ સરખુ કરી આપવાનું પણ કરીશું..

અમે આવા 316 માવતરોને અમે દર મહિને રાશન આપીયે અને આ સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. તમે પણ આવા માવતરોના પાલક બની શકો એ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકો ને એક માવતરો માસીક રાશન ખર્ચ 1400 આપી શકો...

સનાકાકા જેવા માવતરોના જીવનમાં સાતા આપવાનું કરી શકીએ છીએ એ માટે મદદ કરનાર આપ સૌના અમે આભારી છીએ...
#MittalPatel #vssm

VSSM began providing a monthly ration kit to SanaKaka

The front porch outside Sanakaka's home
has a leaking roof