Mittal Patel discusses WaterMangement with the villagers |
Mittal Patel with the people of Khadol village |
In the past people depended on lakes for their potable water
needs but these days drinking water reaches these villages through pipelines.
However, when that fails to happen at certain times they need to rely on other
sources for water.
WaterManagement site before lake digging |
WaterManagement site after lake digging |
Our team members Naran and Bhagwan need a special mention
for their hard-work and passion. It isonly they who have identified such
committed villages.A huge thank you to our well-wishing friends for their
support.
The picture is of the meeting in Kadol village and the
before – after images of the deepening of lake.
'તમે ખુબ મહત્વનું કોમ
કરી ર્યા સો. વાવ,
તળાવ ગળાવવા એ ધરમનું
કોમ. ભાગશાળી મોણસો તળાવ
ખોદાવ અન પરબો બંધાવ.
પણ તળાવ ગળાવવું
એ તો પરબોથી
પણ મહાન કોમ.
અમારો આખો વિસ્તાર સુકો
ભઠ્ઠ. બારે મહિના પોણી
ના મલ. આ
તળાવ ગળાય તો પશુ,
પોમર મુનષ જીવ એ
બધાય ન પોણી
મલ. હવ તો પીવાના
પોણીની સરકારે લાઈન આલીહ
પણ એ કોક
દાડો બંધ રે તો
આખા ગોમમાં મુઢે પીવા
પોણી ના મલ. એક
દિવસ ચકલુ(નળ) બંધ
થાય તો પોણી વના
પોણીના પુરા ટળવળે ઈમ
અમે મોણસ ટળવળીએ. પણ
ધન ધન ને
અભીનંદન દાતાઓન. જીમને તળાવ
ગળાવવાનું નક્કી કર્યું. પોણીની
ભયંકર તકલીફવાળા વિસ્તારોમાં એક તળાવ ગળાય
તો યજ્ઞથી પણ
મોટુ પુન મલ. આ
પુન નિમત્ત બનવાવાળા તમન
બધાન મલશે.'
સુઈગામનું
ખડોલગામના રતનસીંહ દાદાએ આ
કહ્યું. સાંભળીને રાજી થવાયું.
દોઢસે ફૂટે ખારુ પાણી
મળે. પાછુ દોઢસો ફૂટ
સુધીનું તળ સાવ ખાલી.
કેટલાક ખેડુતોએ હજાર ફૂટ
ઊંડા બોરવેલ કર્યા છે.
પણ એ ફેઈલ
થવાનું ઘણું થાય.
પહેલાં તો પીવાનું પાણીએ
ગામલોકો આ તળાવમાંથી
લેતા. પણ હવે પાઈપથી
પીવાનું પાણી મળે છે
પણ ના મળે
તો તળાવના આધારે
રહેવાનું.
ગામનું પોતાનું તળાવ ગળાય
તો ગામે સહભાગીતા
દાખવવી જોઈએ એવું અમે
કહીએ. ખડોલમાં પણ આ
સબબ બેઠક થઈ. જો
કે માટી ખોદકામ
માટે જેસીબી અમે આપીએ
બાકી માટી ઉપાડવાનું ગામના
જ શીરે. આમ
પચાસ ટકાની ભાગીદારીથી જ
કામ થાય છતાં ગામનો
આર્થિક સહયોગ તળાવ ખોદાવવા
માટે મળે તો અમે
રાજી થઈશું એવો ભાવ
પ્રેમપૂર્વક ગામસામે વ્યક્ત કર્યોને સરપંચ શ્રી કાજાભાઈએ
કહ્યું, 'બેન તમને નિરાશ
નહીં કરીએ. લો એકાવન
હજાર મારા તરફથી' ને
બીજા બધાયે કીધુ અમે
સવા દોઢ લાખ અને
થશે તો એનાથીયે વધારે
ફાળો કરીશું.
સાંભળીને
ખુબ રાજી થઈ. મારુ
ગામ મને ગમે એવું
હું જ બનાવું
એ વાત સૌની
ભાગીદારી થાય તો જ
સાચી થાય.
ખડોલના સૌ વડીલોને હૃદયના
પ્રણામ...
કાર્યકર
નારણ ને ભગવાન એમની
લગનને તો સલામ જ
કરવી પડે. એમણે જ
આવા સુંદરગામો ને શોધ્યા છે...
આભાર સૌ પ્રિયજનોનો જેમણે
આ કામમાં નિમિત્ત
બનાવાનું સ્વીકાર્યુ છે..
ખોડલામાં
થયેલી બેઠક ને તળાવ
ખોદકામ શરૃ કર્યું તે
પેહેલાંનીને પછીની તસવીરો...