Showing posts with label Flood Relief. Show all posts
Showing posts with label Flood Relief. Show all posts

Tuesday, December 16, 2025

Ration Distribution and Livelihood Support After the Floods...

Mittal Patel meets the villagers of flood affected areas

“What you gave us as groceries was very helpful. We spent many days staying in the school. The Sarpanch did whatever he could to support us there and helped us survive. Today we finally returned home. Our house was filled with thick mud, so we cleaned everything. Our bedding and all household belongings were soaked and ruined. What use are groceries otherwise? Everything we had was damaged. I felt like crying, but even crying felt meaningless. What you have given us now is truly valuable. If there is flour in the house, one can soak it in water and at least eat something—but earlier, we had nothing at all.”

The Bajaniya families living in Vavna Bhakhri shared these words with heavy hearts. The village Sarpanch, Shri Bhala, protected and supported these families during the time of disaster. Through volunteers associated with VSSM, we delivered ration supplies to them so their hardships could be eased.

Many of these families earn their livelihood by selling cutlery, but all their cutlery stock was submerged and damaged by floodwater. We will also help them restart their vending work so they can earn a living again.

Let us all come together to support families affected by this disaster. We are grateful to everyone who helped VSSM in this effort.

 "તમે કરિયોણું આલ્યું તે ખૂબ હારુ કર્યું. આટલા દાડા નિશાળમાં કાઢ્યા. સરપંચ સાહેબે નિશાળમાં અમને એમનાથી થાય તે સગવડ આલી જીવાડ્યા. આજે જ અમે ઘેર આયા. ઘરમો નકરો ગારો ભર્યો તો એ બધુ સાફ કીધું. ગોદડા ન બીજુ બધી ઘરવખરી પલડી જઈ. કરિયોણું તો સેનું રે? એ બધુ પલડી જ્યું. રોધવાનો વિચાર થતો પણ હું રોધવું એ પ્રશ્ન હતો. આ તમે આલ્યું તે હવ ખાસુ. લોટ હોય ન્ ઘરમો તો પોણીમ્ પલાળીન્ ખઈ હકાય.. પણ કશું નતું."

વાવના ભાખરીમાં રહેતા બજાણિયા પરિવારોએ ભારે હૈયે આ વાત કરી. ગામના સરપંચ શ્રી ભલા એમણે આ પરિવારોને આફતની ઘડીમાં સાચવ્યા. VSSM સાથે સંકળાયેલા સ્વજનો મારફત અમે એમને રાશન પહોંચાડ્યું.જેથી એમના દિવસો ટૂંકા થાય.

આ પરિવારોમાંથી ઘણા કટલરી વેચવાનું કરતા એમનો કટલરી નો સામાન પણ પાણીમાં પલળી ગયો.  ફરીથી ફેરી કરવાનું કરી શકે એ માટે પણ મદદ કરીશું.. જેથી એ ફરીથી રોજી રળી શકે.

સૌ સાથે મળીને આફતમાં આવેલા પરિવારોને સાચવવાનું કરીએ... VSSM ને આ કાર્યમાં મદદ કરનાર સૌ સ્વજનોના આભારી છીએ.

VSSM distributed ration kit to flood affected villages

Mittal Patel distributes ration kits

Mittal Patel meets villagers of Bhakhri village




Wednesday, August 23, 2023

VSSM helps over 500 flood affected families in Junagadh with the help from their well-wishers...

Nomadic families of Junagadh receives flood relief kit
with the help of VSSM

"I just could not fathom what to do when gushing waters came & flooded our house. If we tried to save our belongings there was a danger of losing our lives. So I just picked up the kids and took a bus & left the village. We stayed wherever we got shelter. I kept on thinking of what would have happened to our belongings that we left behind in the village, My mind was just blank as it kept on thinking of this."  With a heavy heart Kakukaka  who lost everything in the floods that devastated Junagadh said this.

Another instance of Parasben who had just two days back given birth to a baby girl. She was resting on her cot when floods suddenly came. She was not destined to rest.  She just got hold of her baby & started wading through knee deep waters in search of a shelter. She found a roof under which she took shelter.  However she was worried about her temporary shelter. Once the flood water recedes she had to return back to her temporary shelter. .Whether anything would be left of her shelter was a big question that worried her & she could not sleep the whole night.  When she reached there in the morning, there was no roof in existence. They had barely managed to put up a roof after doing hard labour. They had absolutely no savings to fall back upon & restart their lives. They were totally dependent on the help that they would get in the form of food packets. There was no work available for them to earn a living. 

Such tragic stories were seen in plenty. It was heart wrenching.

The Collector of Junagadh, Shri Ranavasiya is a very sensitive & humane person. He called us up after flood waters receded to check whether we could help.  All  the families that were badly affected were nomads. Collector knew that we work for nomads so he remembered to call us for help.

It is our duty to help all who are in distress. There is no distinction made on the basis of caste or creed. Our colleagues of VSSM felt that a small help like distribution of food packets may not be enough.  Rameshbhai, Ghulambhai & Ghanshyambhai  went across the banks of river Kalwa and surveyed about 500 families who had badly suffered in the floods. They recommended that we should help by giving them Foodgrains, Tarpaulin, Blankets, Clothes etc. To give all these items to over 500 families meant that our need for funds increased tremendously. But we had to help them. 

We were hopeful of help from our well-wishers. We and respected Shri Rashminbhai Sanghvi sent one appeal to our well wishers. Within a short time we got required funds by way of donations from our well wishers. With the available funds we could help over 500 families.

The families like that of Parasben said that all the items like foodgrain, tarpaulin, clothes etc were like God sent.  Parasben said that she being pregnant & her husband being handicapped it would have been difficult for them to survive. But with this help they are now in a position to overcome tough times. Kakukaka appreciated that the kit that we gave was really substantial help, quite unlike small kits that others normally give.

The government administration was with us at the time of kit distribution. The long term solution lies in providing concrete houses to these people who are staying on Government land. We discussed this issue with the Collector. He, being sensitive to the issue, said that the Government will definitely help. Nothing can happen without Governement's approval. 

The affected families & the Government officers were happy when they saw the kit that we were distributing. Several well wishers came together to help. We are thankful to them for responding positively to our one call. We at VSSM are thankful to them for their faith in us.

'કેવું ઘસમસતું પાણી આવ્યું. ઘડીક તો શું કરવું કશું સમજાયું નહીં. સામાન બચાવવાની લાય કરીએ તો જીવથી જઈએ એવું હતું એટલે છોકરાં છૈયા લઈને બસ નીકળી ગયા. જ્યાં આશરો મળ્યો ત્યાં રહ્યા. ઘરની શું સ્થિતિ થઈ હશે, સામાન રહ્યો હશે કે કેમ? વિચારી વિચારીને મગજ કાણું થઈ ગયેલું.' જુનાગઢમાં આવેલા પુરમાં જેમનું બધુ તારાજ થઈ ગયું એવા કાકુકાકાએ વલોવાતા હૈયે આ વાત કરી.

તો પારસબહેને દીકરીને જન્મ આપે બે જ દિવસ થયા હતા. સુવાવડી ખાટલો પકડીને બેસે. પણ પારસબહેનના નસીબમાં ખાટલો નહોતો. પૂરના પાણી આવ્યા કે એમણે નાનકીને લઈને ગોંઠણ સમાણા પાણીમાં આશરો શોધવા નીકળવું પડ્યું. માથુ ઢાંકવા જગ્યા મળી પણ ચિંતા એમના છાપરાંની હતી. આશરો કાયમી નહોતો. પાણી ઓસરે કે એમને છાપરે પાછા ફરવાનું હતું. આ છાપરામાં કશું બચ્યું હશે કે કેમ તેની ચિંતામાં એ ઊંઘી પણ ન શક્યા. પાણી ઓશર્યું ને છાપરે પહોંચ્યા તો છાપરાંનું અસ્તિત્વ જ નહોતું રહ્યું. એક હતું છાપરુ એવું થઈ ગયેલું. દાડી મજૂરી કરીને પેટિયું રળતા આ પરિવાર પાસે બેંકમાં એવી કોઈ જમા પૂંજી નહોતી કે એ ઉપાડી લાવી ઘર સંસાર ફેર શરૃ કરે. 

માથે હાથ દઈને કોઈ ફૂડ પેકેટ આપી જાય તો એના ઉપર નભે.

કામ પણ મળવાનું શરૃ નહોતું થયું.

આવી તો અનેક લોકોની વિપદાઓ.. બધી લખીએ તો કાળજુ કંપી જાય.

જુનાગઢ કલેક્ટર શ્રી અનીલ રાણાવસિયા બહુ સંવેદનશીલ અધિકારી એમનો પુરના પાણી ઓસર્યા એ વેળા ફોન આવ્યો ને નુકશાન પામેલા પરિવારોને આપણે કોઈ મદદ કરી શકીએ કે કેમ તે અંગે પુછ્યું.

જેમની પાસે માલીકીની પોતાની જગ્યા, જમીન, ઘર હોય તેમને નુકશાની ભરપાઈ કરવાનું સરકાર કરે. પણ જેઓ સરકારી જમીન પર નાનકડા ઘર કે ઝૂંપડાં વાળીને રહે તેમને કેસડોલ એ પણ નજીવી રકમની મળે એ સિવાય કશું નહીં. લાગણીશીલ અધિકારી આ બધુ જાણે. એ ફૂડપેકેટ ને અન્ય જે થાય તે કરે પણ સંપૂર્ણ બેઠા કરવા જે મદદની જરૃર પડે તે ન કરી શકે.

વળી આ બધા પરિવારો અમારા એટલે કે વિચરતી જાતિના એટલે કલેક્ટર શ્રીને અમે યાદ આવ્યા.

મદદ તો આફતમાં આવેલા તમામને કરવાની હોય. એમાં નાત જાત ન જોવાની હોય. પણ નાનકડી મદદ ફૂડપેકેટ રૃપે કરવાથી કામ નહીં ચાલે એવું અમારા કાર્યકરને પ્રાથમિક સર્વેમાં લાગ્યું. રમેશભાઈ, ગુલામભાઈ અને ઘનશ્યામભાઈ અમારા કાર્યકર. ત્રણેયે ફરીને કાળવા નદીના પટ પર રહેતા ને નુકશાન પામેલા 500 પરિવારોનો સર્વે કર્યો ને વાસણ, રાશન એ પણ ખાસ્સુ ચાલે એટલું, તારપોલીન, ધાબળા, કપડાં વગેરે આપવાની વાત કરી. 

બજેટ પણ મોટુ થયું. અચાનક આવી પડેલી આફતને પહોંચી વળવાનું હતું. 

મદદ તમે સૌ સ્નેહીજનો કરશો તેવી આશા હતી અને એક અપીલ અમે અને એક અપીલ આદરણીય શ્રી રશ્મીનભાઈ સંઘવીએ કરી અને જોત જોતામાં મદદ મળી ગઈ..

આ મદદથી આપણે 500 પરિવારોને રાહત આપી શક્યા. 

પારસબહેન જેવા ઝૂંપડામાં રહેતા પરિવારોએ કહ્યું, 'તારપોલીન, વાસણ અને રાશનની કીટ જોઈને તમે નહી ંમાનો પણ અમને જાણે ભગવાને મોકલ્યું હોય એવી રાહત થઈ. મારો ઘરવાળો વિકલાંગ છે એક તો આમેય એને કામ શોધવામાં તકલીફ પડે. હું સુવાવડી. બાકી હું કામ શોધી કાઢું. પણ આ બધુ આ સંજોગોમાં શક્ય નહોતું. તમે મદદ કરી તે મારા દિવસો ટૂંકા થઈ ગયા.'

તો કાકુકાકા કહે, 'કીટ તો બધા આપે પણ આવી કીટ આપવી એ આપ્યું કહેવાય.. અમને એનાથી બહુ મોટી રાહત થઈ.'

વહીવટીતંત્ર કીટ વિતરણ વખતે સાથે રહ્યું. મૂળ તો સરકારી જગ્યામાં રહેતા આ પરિવારોને કાયમી વસવાટ માટે જગ્યા મળે તેમ કરવું પણ જરૃરી છે. જગ્યા મળે પોતાના પાક્કા સરસ ઘર થાય તો આ પરિવારોને ઘણી રાહત થાય અને આ કાર્ય તંત્રની મદદ વગર શક્ય નહીં. વળી નસીબજોગે કલેક્ટર પણ ઘણા ભલા. એટલે રાહતકાર્યોની સાથે કાયમી વ્યવસ્થાની વાત પણ કલેક્ટર શ્રીને કરી અને એમણે તુરત એ બાબતે જે પણ કરવું પડશે કરીશુંનું કહ્યું.

રાશનકીટમાં આપેલો સામાન જોઈને પરિવારો રાજી થયા સાથે સાથે વહીવટીતંત્ર પણ. 

આ કાર્યમાં મદદ કરનાર Shri Avinash Kothi, Bhaichand M. Mehta Charitable Trust, Capricon Realty Pvt.Ltd., Captain Enterprises, Shri Chetan Samkuniya, Shri Dharmen Bhaskarrai Shah, Shri Dilipbhai Ratilal Shah, Dr. Virendra Gandhi, Shri Dushyant Natwarlal Dalal, Gems & Jwellery Nation Relief Foundation, Shri Hevang Patel, Smt. Jalpa R. Oza, Shri Jigna Kota Ahir, Shri Kishori J. Udeshi, Lincoln Pharmacuticals, Shri Manish Aacharya, Shri Mayurbhai Nakum, Smt. Meena Radha Krishna, Shri Meet Vinesh Antani, Shri Nitin Patel, Shri Parth Parekh, Smt. Parulben Pramodbhai Shah, Smt. Poorvi Patel, Shri Praful P. Karia, Shri Pramodbhai R. Shah, Shri Priyakant J. Ashara, Shri Rajendrabhai N. Parikh, Rajmal Rikhavchand Mehta Charitable Trust, Shri Ramesh U. Ajmera, Shri Rashmin Chandulal Sanghvi, Shri Sharad Gopaldas Shah, Shreenath Corporation, Shri Ujjvalbhai Rajanbhai Pandya, Shri Vijay Suresh Maniar, Shri Vimal B. Shah, Shri Vishal Patel, Shri Vishnubhai Patilal Patel,Beena Haridas Kanani ,Mayur patel ના અમે ઘણા આભારી છીએ. આપે અમે કરેલી એક અપીલ પર મદદ મોકલી આપી. તમારી આ લાગણી અને અમારા કાર્યોમાં મુકેલી શ્રદ્ધા માટે ઘણી આભારી છું.

#MittalPatel #vssm #gujarat #junagadh #floodnews #JunagadhFloods #nomadictribes #rationdistribution #kitdistribution

Nomadic families receives flood kit with the help of VSSM

Parasben feels that with the help of kit they are now
in a position to overcome tough times.

VSSM coordinator reaches Junagadh with the flood kit
to distribute amongst the nomadic families

Nomadic families receives flood kit with the help of VSSM

VSSM help the nomadic families of Junagadh by
giving them Foodgrains, Tarpaulin, Blankets, Clothes etc. 

VSSM helps nomadic families of Junagadh who got affected
by flood

VSSM helps flood affected families of Junagadh by giving
them flood kit

Flood Kit Distribution in Junagadh

Nomadic families receives their flood kits

Nomadic families feels the kit that we gave was
 really substantial help




Monday, June 07, 2021

VSSM with support from well-wishers provided tarpaulin sheets to 528 families from Amreli and surrounding regions...

VSSM with support of their well-wishers provided tarpaulin
sheets to 528 families 

“These sheets (tarpaulin) are strong and sturdy. If used well, we need not worry for the next 2-3 years. The cyclone took away our roof and walls, but these sheets will ease our monsoon pains. This year we will experience some peace during monsoons.” Bhagwanbhai from Amreli’s Bagasara shared this sentiment on receiving a tarpaulin sheet given to cover their roof.  

Cyclone Tauktea devastated Saurashtra. VSSM,with support from Krishnakant Uncle and Indira  Auntie and Milanbhai Shah of Kudrati Upchar Trust provided tarpaulin sheets to 528 families from Amreli and surrounding regions whose roofs were blown away by the cyclone. 

VSSM’s Ramesh, Vinod, Madhuben, Rajnibhai immediately surveyed the condition of the affected, gathered the required information and completed the distribution of the sheets. While Dimpleben poured in efforts to ensure we procured the best quality tarpaulins at the best prices. 

Immensely grateful for the support of our well-wishers and the strength of VSSM’s team.

 'બહુ મજબૂત કાગળ(તારપોલીન) દીધા સે. બે તણ વરહ હુદી આને હરખો હાચવીએ તો કાંઈ થવાનું નથ. અમારુ ચોમાસુ હખેથી નીહરી જશે.. આ વાવાઝોડાએ અમારી વલે કરી નાખી'તી. પણ હવે ચિંતા નથ..'

#અમરેલીના બગસરાના ભગવાનભાઈએ પોતાના છાપરાં પર તારપોલીન ઢાંકતા આ ભાવના વ્યક્ત કરી..

#તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ખુબ નુકશાન કર્યું. અમે અમરેલી અને અન્ય વિસ્તારમાં જ્યાં લોકો ઝૂંપડાં બાંધીને રહેતા અને જેમનું બધુ વાવાઝોડામાં ખતમ થઈ ગયું તેવા 528 પરિવારોને તારપોલીન આપવાનું અમારા પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈન્દિરા આંટી તેમજ પ્રિય મીલનભાઈ શાહ - કુદરતી ઉપચાર ટ્રસ્ટના માધ્યથી કર્યું. આપની આ લાગણી માટે આભારી છીએ.

અમારા કાર્યકર રમેશ, વિનોદ, મધુબહેન, રજનીભાઈ સૌએ જરૃરિયાતવાળા પરિવારોની માહિતી જાતે જઈને એકત્રીત કરી અને વિતરણ પૂર્ણ કર્યું.. 

જ્યારે ડીમ્પલબેને સારી ગુણવત્તાવાળી તારપોલીન એ પણ ઓછા ખર્ચમાં મળે તે માટે ઘણી મહેનત કરી.

આપ સૌ પ્રત્યે રાજીપો...

#MittalPatel #vssm #house

#nomadiclife #denotified

#care #તૌકતે #CycloneTauktae

#saurashtra #gujrat #india

Cyclone Taukatae devastated nomadic families shanties

Nomadic women covered her roof with new tarpaulin sheet 

Cyclone Tauktea devastated Saurashtra



Nomadic families covered their roof with new tarpaulin sheet

The current living condition of nomadic families

Nomadic men covered his roof with new tarpaulin sheet

VSSM gave new tarpaulin sheets to cover their roof

Nomadic families received new tarpaulin sheets to cover their
roof

Nomadic women covered her roof with new tarpaulin sheet

Nomadic families covered their roofs with new tarpaulin sheets
given by VSSM

528 families from Amreli and surrounding regions whose roofs
were blown away by the cyclone



Saturday, August 26, 2017

Nagla, Dodgam & Khanpur - Then during Flood 2015 & in 2017 | No positive different



We first had the opportunity of meeting Nagjibhai during a farmer congregation organized to address the issue of non-removal of flood waters from the villages of Khanpur, Nagla and Doda. This was about the water that had flooded these villages in 2015. Nagjibhai, a lively and positive individual had participated in the gathering. The boundaries of these villages were under 10 feet water for last 8 months and the government had payed to attention to their repeated requests.

After the meeting was over, Nagjibhai invited us for tea. “I cannot invite you to my home, so have had to bring you to this tea joint... Oh yes but I can offer you a joy ride over my raft!!” said Nagjibhai. We could not comprehend his statement. Why would he offer us a raft-ride, what was raft doing here?? But later when he showed us his house on the other side of the water it all made sense. He had made a make-shift raft to pay a daily visit to his house. The waters that had refused to flow away and which the government had made no efforts to drain had stopped the access to his house.

“How much losses have you suffered?” we inquired as we chatted.

“Close to a crore!” we were shocked on hearing the figure. How can someone be so calm after suffering such huge financial blow? “I must have had some dues remaining to be paid to nature...!” he had laughed it off.
Flood Water gallop every bit of Khanpur Village leaving
no one to escape
Subsequently, over the period of time there was a lot of agitation, the farmers had gone on a hunger strike and their repeated appeals to the government resulted in some action to drain out the water.

The recent floods have again drenched this region and once again these villages are submerged under water.  A day before the disaster struck we had met at Tharad to talk about the ‘still waters that refused to go’ and the ‘government that refused to act’ and had decided to head over to Gandhinagar and the very next day the news that Nagla, Khanpur and Doda villages are under water reached us.

We had to find courage to call up Nagjibhai, his condition was a foregone conclusion but, four days later we spoke to him, “I have told our Chief Minister, how long can we live on charity, think about some long-term plans to resolve this condition because, we cannot live through these  frequent losses!!”

There was a news in the local dailies yesterday of our Chief Minister ordering removal of water within next 24 hours. We all know how things work in government, concrete results should be expected once there are concrete actions in this direction, otherwise…
The pictures are about the water clogged during 2015 floods

This is not just about Nagjibhai here. Most farmers in the region are suffering the same plight. This time Nagjibhai himself feels it is going to be difficult  for him to bear the losses.

The nomadic families can survive on charity but farmers like Nagjibhai… what will they do??

If the government cannot work out a permanent solution the only option left is rehabilitating these families to some other place!!

The pictures are about the water clogged during 2015 floods while the video is about the recent flooding. The farmers will be ruined if the government does not take action as-soon-as-possible. Hope the recent orders turn in to actions soon…

નાગજીભાઈ પટેલ ખાનપુરના જિંદાદીલ ખેડુત. પહેલીવાર ડોડોગામમાં આયોજીત ખાનપુર,નાગલા અને ડોડોગામના ખેડૂતોની સભામાં તેમને મળવાનું થયેલું. મૂળ તો 2015માં પડેલા વરસાદનું પાણી આ ત્રણે ગામની સીમમાં બે બે માથોડા ભરાયેલું પડ્યું હતું ને ચોમાસાના આઠ આઠ મહિના વિત્યા પછીએ એ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ નહોતી. એ સંદર્ભેની એ બેઠક હતી.
બેઠક પછી નાગજીભાઈએ પોતાના ત્યાં આવવા આમંત્રણ આપ્યું. અમે ગયા. ચા પીધી. પછી એમણે કહ્યું, ‘બારોબાર ચા પીવડાવી હો. મારા ઘેર પીવડાવી હકુ એવી હાલત નથી પણ હા તરાપાની શેર ચોક્કસ કરાવી શકુ.’ એમનું આવું બોલવું પહેલાં તો સમજાયું નહીં. વળી પાછો તરાપો અને એય આ વિસ્તારમાં? પણ પછી દૂર પાણીમાં ગરકાવ થયેલું ઘર બતાવ્યું ને એ ઘરે રોજ આંટો મારવા બનાવેલો તરાપો બતાવ્યો ત્યારે તરાપાનો ભેદ ખ્યાલ આવ્યો. 
વાત વાતમાં પુછ્યું કે, કેટલું નુકશાન થયું? ને એમણે કહ્યું લગભગ કરોડનું !
સાંભળીને અમે અવાક થઈ ગયા. કરોડનું નુકશાન પામેલો માણસ હસી શકે એજ આશ્ચર્યજનક. ‘હશે કુદરતના ઘેર ભરવાનું કોકો બાકી હશે’ એવું એમણે એ વખતે કહેલું.
તે પછી સરકારમાં પાણી ઉલેચાવા ખુબ રજૂઆત કરી, લોકો ઉપવાસ પર બેઠા ટૂંકમાં ઘણા વાના કર્યા ત્યારે જતાં પાણી ઉલેચાયું.
2017માં પુરના પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા તેના આગલા દિવસે અમે પાણી નિકાલની ચિંતા માટે થરાદમાં મળ્યા હતા અને આ માટે ગાંધીનગર ભેગા થવાની વાત કરી ને બીજા દિવસે નાગલા, ખાનપુર અને ડોડગામ પાણીમાં હોવાના સમાચાર મળ્યા.
નાગજીભાઈને તો ફોન કરવાનોય જીવ ના ચાલ્યો. ખબર જ હતી તેમની દશાની. ચાર દિવસે વાત કરી. એમણે કહ્યું, મુખ્યમંત્રીને મે કહ્યું કે, ‘આમ મફતનું ક્યાં સુધી ખાઈશું. પાણી નિકાલનો કાયમી ઉકેલ લાવો. વારે ઘડીએ બેઠા થવાનું અમારાથી નથી થવાનું.’
ગઈ કાલે છાપામાં મુખ્યમંત્રી શ્રીએ આ ત્રણે ગામમાંથી ચોવીસ કલાકમાં પાણી ઉલેચવાની સૂચના આપ્યાનું વાંચ્યું. પણ આતો સરકાર કહેવાય.. મશીનરી ગોઠવાય અને કામ સરૃ થાય ત્યારે સાચુ બાકી... હરી હરી...
અહીંયા નાગજીભાઈની વાત મુકી છે પણ એમના જેવા ઘણાય ખેડુતોની દશા આ જ છે. નાગજીભાઈ ખુદ કહે એમ આ ફેરા બેઠા થવું અઘરુ છે... 
અમે જેમની સાથે કામ કરીએ તે વિચરતી જાતિના કેટલાક માણસો તો લોકો સામે હાથ લાંબો કરી લેશે પણ નાગજીભાઈ જેવા તો ............ 
પાણી નિકાલની કાયમી વ્યવસ્થા નહીં તો બીજે પુનઃવસન એ એક માત્ર જ ઉકેલ...
2015માં તેમના તરાપામાં બેઠા અને પછી ફોટો પણ પડાવેલો આજે એ બધુ પાછુ યાદ કરીને મુક્યું....
(2015માં ભરાયેલું પાણી- લીલારંગનું ફોટોમાં જોઈ શકાય ને 2017માં એજ જગ્યાએ ભરાયેલું પાણી વિડીયોમાં સમજવા ખાતર મુક્યું છે. હવે જાગો, નહીં તો બિચારા આ ખેડૂતોને મરવા વારો આવશે. સૂચના તો આપી છે બસ અમલ ઝટ થાય તો બધુ યોગ્ય નહીં તો...)

Friday, August 25, 2017

Devipujak Women cry their hearts for the losses they endured due to Floods


Shantaben Devipujak bursting into tears as we approached her

I usually do not share pictures that portray immense pain and sorrow. However, I felt the need to share this picture of Shantaben to express and share her pain. It is my humble request to all of you to refrain from building any other judgements….


Devipujak Women sharing the horrifying experience with
Mittal Patel during her visit to Kharia/ Patni Odha Settlement

“We do not want to continue living here, can’t you arrange for our settlement towards some higher grounds, Ben?? The floods of 2015 had left us in similar plight, we have stood up with great difficulties and the situation is once again the same this year… we were on that neem tree for so many days. We have just buried 200 quintals of grains and our dead cattle!! And look at this land we farmed on, see what water has done to it!! In 2015 the government had given machines to restore our land but this year no other support has come from them…” Shantaben Devipujak (Patni) and all the residents of Patniodha had similar plights to share. The pain of losing all they had was so terrible that most of these families were in tears while narrating their stories. Patni odha is a hamlet of Khariya village. And the village has been completely ravaged in the recent floods. The families have received no assistance from the government except some cash.


Meeting with Mittal Patel - A discussion for further course of
actions & preparations for future...

The flood waters gushed in with such intensity that the families could not manage to save their cattle that were tied in the yards. The poor lives drowned to death! The families did share the agonizing pictures of their dead animals…


These families have been finding it difficult to overcome the trauma, they are unable to sleep peacefully, water and the fear of it has taken away their peace. They have sent they elderly and children to stay with relatives. It feels certain that we need to shift them to another area because these poor families cannot repeatedly bear the brunt of nature.

VSSM is prepared to extend interest free loans for buying cattle and help them with repairs of their current homes. But the crucial task is to find alternate land to settle them… we will be talking to the government in this regard… Hope all of us can work together for this cause!!

આમ તો કોઈનો રડતો ફોટો મુકવો ગમે નહીં ને આવું મુકવુંય યોગ્ય માનું નહીં. પણ આજે જેમની વાત કરવી છે તેમાં શાંતાબહેને વ્યક્ત કરેલી લાગણી મુકવા પણ આ ફોટો મુકુ છું. આને જુદી રીતે ના લેવા સૌ સ્વજનોને વિનંતી....
‘અમારે અહીંયા નથી રહેવું બેન, બીજે ક્યાંક ઊંચાણે વસાવવાનું ના કરી હકો? 2015ના પુરમાંય આવી જ દશા થયેલી તે માંડ માંડ ઊભા થ્યા ને ફરી 2017માં. તણ દાડા લીમડા માથે બેસી રયા. 200 મણ અનાજ આંય દાટ્યું ને ચાર ભેંસોય! ખેતીની અમારી જમીન તો તમે જોઈન શું હાલ કર્યા પોણીએ? 2015માં તો જમીન હરખી કરવા સરકારે મશીન આલ્યાતા પણ આ ફેરા તો કોય નહીં...’
ખારિયાનું પરુ પટણીઓઢા. એમાં રહેતા શાંતાબહેન દેવીપૂજક(પટણી) અને અન્ય તમામે આ વાત કરી. વાત કરતા કરતાં એ એને એમના જેવા બીજા બહેનો રડી પડ્યા. સરકાર પાસેથી #કેસડોલ સિવાયની એકેય રકમ આ પરિવારોને મળી નથી.
પાણી એવું આવ્યું કે, ખીલે બાંધેલી ભેંસો, ગાય, બળદ કે બકરાં કશુંયે તેઓ છોડી ના શક્યા. પાણીમાં ગૂંગળાઈને કેટલા વને આ અબોલ જીવોનો જીવ ગયો હશે? ખીલે બંધાયેલા મરેલા આ જીવોના ફોટો એમણે બતાવ્યા. કંપારી છુટે એવું એ દૃશ્ય હજુએ ભુલાતુ નથી.
પાણીની એવી ફડક બેસી ગઈ છે કે રાતના સરખુ ઊંઘીએ નથી શકતા. આ પરિવારોએ બાળકો અને ઘરડાંઓને સગા વહાલાંઓના ઘેર મોકલી દીધા છે. તેમના રહેણાંકની વ્યવસ્થા બદલાવવી જોઈએ એ તો નક્કી જ. વારંવાર કુદરતની થપાટ સામે ઝઝૂમવાનું એમનાથી હવે થવાનું નથી.
vssm ભેંસો લાવવા કે અન્ય વ્યવસાય માટે વગર વ્યાજે લોન આપશે. ઘરેય ઠીક કરીશું પણ અગત્યનું એમની રહેણાંકની વ્યવસ્થા બીજે કરવાનું છે... સરકારમાં રજૂઆત કરીશું. આપણે સૌ પણ આ માટે આપણા લેવલથી કોશીશ કરીએ તેવી અપેક્ષા રાખુ છુ...

Wednesday, August 23, 2017

Nomads cry-out their sufferings due to recent Floods

From where do we begin??

Patni Odha is a hamlet of Khariya village. Recently the village has been in news for the devastation and loss of life it suffered in the recent floods. Reading and watching about devastation is one thing and witnessing it in person is a totally different ball game.

The village has a substantial population of Devipujak community, almost 100 Devipujak families reside here. This is a community known for its enterprising and hardworking character. The entire village was submerged in water and the flow of the water was so intense that the families took refuge over their roofs and some who did not trust the roofs stayed on the neem trees.

These chiefly agrarian population is facing land erosion and are dealing with the deaths of their cattle wealth. Their goats and buffaloes were swept away while the ones times to the noose drowned to death. “The government has given 5-7 thousand rupees. How are we supposed to manage so much loss with so little money?” questioned a completely shattered Champaben, who now worries of how and where to restart from!!
How we wish such occasions too had a restart option!! VSSM will be supporting these families rebuild their lives but the number of families in need is way beyond our financial ability to provide support.
These families have been talking to VSSM’s Naran and make frequent calls to me.. they have buried the dead cattle but, no one has come to their door step to inquire about the loss nor has any one offered any help!!
VSSM is planning to support these families buy cattle so that they can commence on the path to rebuild their fate……

પટણી ઓઢા ખારીયા ગામનું પરુ. ખારીયામાં પૂરમાં જાનહાની થયાનું અને ઘણુયે નુક્શાન થયાનું આપણે વાંચ્યું. પણ નજરે જોઈએ તો આ બધું વધુ ભયાનક દેખાય.
દેવીપૂજક ખુબ મહેનતુ જાતિ. સ્વબળે આગળ આવવા મથતી આ જાતિના આ ગામમાં 100 ઉપરાંત પરિવાર રહે. પૂરના પાણી એવા ધસમસ્યા કે ઘરની છત માથે ચડાય એ ત્યાં ચડ્યા ને જેને છત ઉપર વિશ્વાસ નહોતો એમણે લીંબડા માથે ખાટલો બાંધ્યો. સાત આઠ જણા એની ઉપર બેસી રહ્યા.
ખેતી અને પશુપાલન કરનારા આ પરિવારોની જમીન ધોવાઈ ગઈ. ભેંસો ને બકરાં મરી ગયા. ચંપાબેને કહ્યું, 'સરકારે પોચ થી હાત હજાર આલ્યા. પણ એટલાથી બેઠું ના થવાય. ભેંસો મરી ગઈ. એ હોત તો ડેરીમાં દૂધ ભરાવી ને ખાત પણ....અને ઘર તો જુઓ ભઈસાબ.. ફેર ચમના બેઠા થઈશું....'
આપણે મદદ કરીશું. પણ આવા લોકોની સઁખ્યા વધુ છે.... ને આર્થિક રીતે અમે નાના છીયે...
કાર્યકર નારણ આગળ આ પરિવારોએ ખુબ વાતો કરી. મારી સાથે ફોન પર વાત કરી, ભેંસો મરી ગયાનું કહ્યું તો અમે કહ્યું, 'સરકારે પૈસા નથી આપ્યા?' જવાબમાં ચંપાબેને કહ્યું ' બકરાં ને બીજુંય ઘણું તો તણાઈ જ ગયું. ખીલે બંધાયેલી ભેંસો મરી ગઈ. ગંધ મારતું તું બધું, તે પાણી ઉતર્યા પછી ખાડા કરી ને એને દાટી દીધી... પણ કોઈ આ બારામાં પૂછવા નથી આવ્યું,ના મદદ માટે કીધું.'
આ પરિવારોને ભેંસ માટે વગર વ્યાજે લૉન આપવાનું પહેલા કરીશું. જેથી એ બેઠા થઇ શકે...બાકીની વિગત એમના જ મોઢે સાંભળો...

Situation speaks louder than the words... Floods uproots the life of NOMADS... What God hath in package for them...

Hathibhai Raval of Umari Village stands on a place where they
once lived with their family - No traces remaining

“Look at the vast span, this is where my farm was, it has now turned into a river bed!! During the floods, we took refuge on trees and watched in distress as water swept away our homes with everything in it, our neem trees, everything!! We were planning to install a bore-well and all the required material we had bought the motor, pipes and likes was swept away as well. This land is ruined, it will never be the way it was, not even after 15 years…. Water melons and musk melons is all we can think of growing!” The apathy of the Rawal and Devipujak families of #Umri village was so harsh it could move you to tears….


“In our entire lives, we have never asked for help from anyone and now we need to extend our hands for tarpaulin, food and grains. We were the ones helping others and now we need to rely on charity and support of others!!”

Another Raval Family before his so called house
Swamped in Flood Silt
The families are tremendously worried about their future, they are clueless on how to go about and face the consequences of this unprecedented natural calamity, with grace and dignity. They were requesting us to find jobs for their young boys.” The natural disasters of such magnitude do not distinguish between the rich and poor, they simply destroy everything that comes in its path.

We are committed to help these 35 families whose lives have been reduced to living under tarpaulin, rebuild their homes and livelihoods while making sure their dignity remains intact!!

'મારુ અહીંયા ખેતર હતું આજે નદીનો પટ થઇ ગયો. ત્રણ દિવસ ઝાડ માથે બેઠા રહ્યા ને અમારી નજર સામે જ અમારું ઘર, ખેતર અને ઘર આગળ ઉગાડેલા લીમડા ને બીજુ બધું જતું રહ્યું. ખેતીની જમીન હતી એટલે બોરવેલ કરાવવાની હોંશ કરી. પાઇપો, મોટર બધું લાવ્યા હજુ કાલ તો બોરવેલ માટે રિંગ આવવાની હતી ને એની પહેલા પાણી ધસમસતું આવ્યું ને બધું લઇ ગયું. 15 વર્ષ મહેનત કરીયે ને તોય આ જમીન ખેતી લાયક નહિ બને. તરબૂત અને ટેટી પાકે એવો નદીનો ભાઠો થઇ ગયો.' 
ઉમરી ગામના રાવળ અને દેવીપૂજક પરિવારોની આ દશા.
'કોઈ દિવસ કોઈ સામે હાથ લાંબો નહોતો કર્યો. અમારી પાસે જમીન હતી પણ હવે અનાજ અને તાડપત્રી માંગવી પડી.'
રાજાને રંક બનાવી દેતી કુદરત આગળ આપણે લાચાર... કેમના બેઠા થશું એ ચિંતા સતાવી રહી છે. ક્યાંક નોકરી જડે તો જુવાન છોકરાઓને નોકરીએ લગાડવાની વિનવણી કરી..
'મેમાન પારોણા આવે તો બેસાડવા ક્યાં? શરમ આવે છે. બીજાને મદદ આલનાર અમને આજે મદદની જરૂર પડી'
અમે બધી જ મદદ કરીશું. પાકા ઘરમાંથી વાદળી પ્લાસ્ટિકમાં આવી ગયેલા 35 પરિવારોને ઘર બાંધી આપીશું.
સ્વમાનપૂર્વક મદદ કરીશું. એમનું જ એમને આપીશું એવા પવિત્રભાવ સાથે. બે બે ભેંસ લઇ શકે એ માટે વગર વ્યાજે લૉન અને ઘર તો બાંધીશું જ..