Friday, August 25, 2017

Devipujak Women cry their hearts for the losses they endured due to Floods


Shantaben Devipujak bursting into tears as we approached her

I usually do not share pictures that portray immense pain and sorrow. However, I felt the need to share this picture of Shantaben to express and share her pain. It is my humble request to all of you to refrain from building any other judgements….


Devipujak Women sharing the horrifying experience with
Mittal Patel during her visit to Kharia/ Patni Odha Settlement

“We do not want to continue living here, can’t you arrange for our settlement towards some higher grounds, Ben?? The floods of 2015 had left us in similar plight, we have stood up with great difficulties and the situation is once again the same this year… we were on that neem tree for so many days. We have just buried 200 quintals of grains and our dead cattle!! And look at this land we farmed on, see what water has done to it!! In 2015 the government had given machines to restore our land but this year no other support has come from them…” Shantaben Devipujak (Patni) and all the residents of Patniodha had similar plights to share. The pain of losing all they had was so terrible that most of these families were in tears while narrating their stories. Patni odha is a hamlet of Khariya village. And the village has been completely ravaged in the recent floods. The families have received no assistance from the government except some cash.


Meeting with Mittal Patel - A discussion for further course of
actions & preparations for future...

The flood waters gushed in with such intensity that the families could not manage to save their cattle that were tied in the yards. The poor lives drowned to death! The families did share the agonizing pictures of their dead animals…


These families have been finding it difficult to overcome the trauma, they are unable to sleep peacefully, water and the fear of it has taken away their peace. They have sent they elderly and children to stay with relatives. It feels certain that we need to shift them to another area because these poor families cannot repeatedly bear the brunt of nature.

VSSM is prepared to extend interest free loans for buying cattle and help them with repairs of their current homes. But the crucial task is to find alternate land to settle them… we will be talking to the government in this regard… Hope all of us can work together for this cause!!

આમ તો કોઈનો રડતો ફોટો મુકવો ગમે નહીં ને આવું મુકવુંય યોગ્ય માનું નહીં. પણ આજે જેમની વાત કરવી છે તેમાં શાંતાબહેને વ્યક્ત કરેલી લાગણી મુકવા પણ આ ફોટો મુકુ છું. આને જુદી રીતે ના લેવા સૌ સ્વજનોને વિનંતી....
‘અમારે અહીંયા નથી રહેવું બેન, બીજે ક્યાંક ઊંચાણે વસાવવાનું ના કરી હકો? 2015ના પુરમાંય આવી જ દશા થયેલી તે માંડ માંડ ઊભા થ્યા ને ફરી 2017માં. તણ દાડા લીમડા માથે બેસી રયા. 200 મણ અનાજ આંય દાટ્યું ને ચાર ભેંસોય! ખેતીની અમારી જમીન તો તમે જોઈન શું હાલ કર્યા પોણીએ? 2015માં તો જમીન હરખી કરવા સરકારે મશીન આલ્યાતા પણ આ ફેરા તો કોય નહીં...’
ખારિયાનું પરુ પટણીઓઢા. એમાં રહેતા શાંતાબહેન દેવીપૂજક(પટણી) અને અન્ય તમામે આ વાત કરી. વાત કરતા કરતાં એ એને એમના જેવા બીજા બહેનો રડી પડ્યા. સરકાર પાસેથી #કેસડોલ સિવાયની એકેય રકમ આ પરિવારોને મળી નથી.
પાણી એવું આવ્યું કે, ખીલે બાંધેલી ભેંસો, ગાય, બળદ કે બકરાં કશુંયે તેઓ છોડી ના શક્યા. પાણીમાં ગૂંગળાઈને કેટલા વને આ અબોલ જીવોનો જીવ ગયો હશે? ખીલે બંધાયેલા મરેલા આ જીવોના ફોટો એમણે બતાવ્યા. કંપારી છુટે એવું એ દૃશ્ય હજુએ ભુલાતુ નથી.
પાણીની એવી ફડક બેસી ગઈ છે કે રાતના સરખુ ઊંઘીએ નથી શકતા. આ પરિવારોએ બાળકો અને ઘરડાંઓને સગા વહાલાંઓના ઘેર મોકલી દીધા છે. તેમના રહેણાંકની વ્યવસ્થા બદલાવવી જોઈએ એ તો નક્કી જ. વારંવાર કુદરતની થપાટ સામે ઝઝૂમવાનું એમનાથી હવે થવાનું નથી.
vssm ભેંસો લાવવા કે અન્ય વ્યવસાય માટે વગર વ્યાજે લોન આપશે. ઘરેય ઠીક કરીશું પણ અગત્યનું એમની રહેણાંકની વ્યવસ્થા બીજે કરવાનું છે... સરકારમાં રજૂઆત કરીશું. આપણે સૌ પણ આ માટે આપણા લેવલથી કોશીશ કરીએ તેવી અપેક્ષા રાખુ છુ...

No comments:

Post a Comment