“Ben, (the nomadic communities address Mittal Patel as Ben) I presented Katiya to the police yet, they refuse to let us live in peace!! You asked us to give up all the illegal activities so that the police stop coming to the settlement, we did just that. We also don’t like them coming to our homes so I personally went and presented Katiya before Bopal City Police. But, this did not go well with the LCB and SOG of Sarkhej. They feel I should have taken Katiya to them and not Bopal police. The officials of Sarkhej police station are harassing us for this, they come to our dangaa pent out verbal abuse, point at the skirts of our women and talk all rubbish and shit!!” Gafarbhai was narrating all this in a single breath until he could speak no longer and emotions took over. His voice chocked. “it is difficult to tolerate this any longer, Ben!!”
Helplessness hovers over Sakinaben Dafer A concern for the Present & the Future |
Since emotional Gafarbhai Dafer could not speak any further Sakinaben, his wife took the phone. “We do not mind if they come to our settlement if we are at fault but even after all that we have done, their behavior before our young girls…… I told them to be careful and mind their language, I was the age of their mother and yet they refused to behave and correct their language. They have been coming here daily, Ben. Today the villagers have asked us to walk out of the village. According to them the police has asked them to remove us from the village!! We have sent our children and their families to another place. But to us Rethal is home, we even have identity cards and documents from this village. You have been working so hard to ensure we get residential plots allotted here. The villagers have been so supportive but now they too are fed up with the recent police visits. That is why they called us and asked us to leave the village. Where do we go now, Ben??”
The decision to allow a family to stay in a village does not rest with the police. Period. If the culprit has walked up to the police, why harass his family? Punish the culprit. He is with you. We fail to understand this behavior by police. Have we ever tried to understand why do the Dafer feel the need to loot or engage in unlawful activities?? This barbaric behavior by police has crossed limits.
“If the police come to the dangaa, tell them we are not leaving this place. We will continue to stay here, they can do whatever they can still if they continue to abuse, call me.” The assurance to Gafarbhai and Sakinaben calmed them down a little. In the meanwhile, I have tried calling the phone number Gafarbhai has shared with me but no one has answered it yet.
I will continue to write to the officials based in Gandhinagar. And it is not the first time I am doing it and I know it is not the last time either!! Seriously, how many times do we have to write about same issues. We expect the DGP to intervene and take action in this matter but, he seems to be too busy with the visits of Prime Minister, Chief Minister and this and that… Hope he finds sometime soon.. whenever we have asked for an appointment, such programs have taken priority. All of us, we and these communities, are fed up with this…….
‘બેન કટિયાને હાજર કરી દીધો તોય પોલીસ સાલ નહી છોડતી. તમે કીધુ ક હવ ચોખ્ખા થઈ જાવ આપણા માથે ગુનો હોય તો પોલીસ આંટા દે ને? પોલીસ આંટા દે ઈ હારુયે નો લાગે. તે બેન હું બોપલ સીટી પોલીસમાં રૃભરૃ જઈને કટિયાને દઈ આયો. પણ આ વાતની સરખેજ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ને ખબર પડી તારથી ઈમને ઉપાડો લીધો સે. કટિયાને અમારી આગળ કેમ હાજર નો કર્યો? બેન અમારા બૈરાયોના ઘાઘરા હામે હાથ કરીને કાનના કીડા ખરી પડ એવું એ લોકો બોલ્યા.’
ગફારભાઈ એક શ્વાસે બોલી રહ્યા હતા. બોલતા બોલતા એમના ગળે ડૂમો બંધાઈ ગ્યો.
‘નથ સહન થાતુ બેન...’ તેઓ આગળ કશું બોલી ના શક્યા.
એ રડી રહ્યા હતા... એમના પત્ની શકીનાબહેને ફોન લીધો, ‘અમારો વાંક ગનો હોય ને તો હો વાર ભલે સાપરે આવે પણ કોય ગના વગર આઈન અમારી જુવાન છોડીઓની હામે.... મે કીધુ કે, હું તમારી મા જેવી સુ જરા જીભાન હંભાળો. પણ એતો નાગુ બોલે જ જાય બેન. તમને હું કહુ... હમણાં હમણાંથી રોજ ઉપાડો લીધો સે, તે આજે ગામલોકોએ ગામ ખાલી કરીને જતા રેવા કઈ દીધુ. એ લોકો કે સે કે, પોલીસે કીધુ સે તમન બારા કાઢવાનું! બેન મારા સોકરાંઓ ને ઈના પરિવારને બીજે ઠેકાણે મોકલી દીધા. અમે ઘણા ટેમથી રેથળમાં રહીએ સીએ. અમારા મતપત્રક, રેશનકેડ હોત આંયના સે. અમને જમીન મલે ઈ હાટુ તો તમે ધોડા કરોસો. ગામનાય હા પાડતા તા પણ આ પોલીસના રોજ રોજના કેડાથી ઈયે કંટાળ્યા સે તે આજે બોલાઈને ગામમાંથી જતા રેવા કઈ દીધુ... હવે ક્યાં જવું બેન?’
કોઈ વ્યક્તિને ગામમાં રહેવા દેવા કે નહીં તે નક્કી કરવાનું કામ પોલીસનું તો નથી જ. વળી ગુનેગારને સજા કરો એને પકડીને લઈ જાવ. પણ એ ગુનેગાર સામે ચાલીને હાજર થઈ જાય પછી એના પરિવારને હેરાન કરવાનો શું મતલબ? ડફેર લૂંટ કરે પણ લૂંટ કેમ કરવી પડે છે એ સમજવાની જરૃર છે... પોલીસની બર્બરતા હવે હદ વટાવી રહી છે.
ગફારભાઈ અને શકીનાબહેનને આજે અમે કહી દીધુ કે, ‘પોલીસ આવે ને તો કેજો અહીંયાથી નહીં હટુ, આંય જ રહીશ. તમારાથી થાય ઈ કરો... છતાં ના માને તો મને ફોન કરજો.’ આટલું કહ્યાથી એમનામાં હિંમત આવી. ગફારભાઈને પોલીસે આપેલા નંબર પર ફોન જોડ્યો પણ વાત થતી નથી.
ગાંધીનગર આ બાબતે ફરી લખીશ. પણ કેટલા કાગળ આ બાબતે અમે ચીતર્યા છે. ડીજીપી આ બાબતે નિર્ણય લે એવી અપેક્ષા રાખીએ છીએ પણ હાલ તો તેઓ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ફલાણા ઢીકણા કાર્યક્રમમાં વ્યસ્ત છે. ઝટ ફ્રી થાય એવું ઈચ્છીએ... દર વખતે માંગવામાં આવેલા સમયમાં આવા કાર્યક્રમો જ નડી જાય છે... કંટાળો આવે છે અમને અને આ પ્રજાને...
No comments:
Post a Comment