Wednesday, August 23, 2017

Nomads cry-out their sufferings due to recent Floods

From where do we begin??

Patni Odha is a hamlet of Khariya village. Recently the village has been in news for the devastation and loss of life it suffered in the recent floods. Reading and watching about devastation is one thing and witnessing it in person is a totally different ball game.

The village has a substantial population of Devipujak community, almost 100 Devipujak families reside here. This is a community known for its enterprising and hardworking character. The entire village was submerged in water and the flow of the water was so intense that the families took refuge over their roofs and some who did not trust the roofs stayed on the neem trees.

These chiefly agrarian population is facing land erosion and are dealing with the deaths of their cattle wealth. Their goats and buffaloes were swept away while the ones times to the noose drowned to death. “The government has given 5-7 thousand rupees. How are we supposed to manage so much loss with so little money?” questioned a completely shattered Champaben, who now worries of how and where to restart from!!
How we wish such occasions too had a restart option!! VSSM will be supporting these families rebuild their lives but the number of families in need is way beyond our financial ability to provide support.
These families have been talking to VSSM’s Naran and make frequent calls to me.. they have buried the dead cattle but, no one has come to their door step to inquire about the loss nor has any one offered any help!!
VSSM is planning to support these families buy cattle so that they can commence on the path to rebuild their fate……

પટણી ઓઢા ખારીયા ગામનું પરુ. ખારીયામાં પૂરમાં જાનહાની થયાનું અને ઘણુયે નુક્શાન થયાનું આપણે વાંચ્યું. પણ નજરે જોઈએ તો આ બધું વધુ ભયાનક દેખાય.
દેવીપૂજક ખુબ મહેનતુ જાતિ. સ્વબળે આગળ આવવા મથતી આ જાતિના આ ગામમાં 100 ઉપરાંત પરિવાર રહે. પૂરના પાણી એવા ધસમસ્યા કે ઘરની છત માથે ચડાય એ ત્યાં ચડ્યા ને જેને છત ઉપર વિશ્વાસ નહોતો એમણે લીંબડા માથે ખાટલો બાંધ્યો. સાત આઠ જણા એની ઉપર બેસી રહ્યા.
ખેતી અને પશુપાલન કરનારા આ પરિવારોની જમીન ધોવાઈ ગઈ. ભેંસો ને બકરાં મરી ગયા. ચંપાબેને કહ્યું, 'સરકારે પોચ થી હાત હજાર આલ્યા. પણ એટલાથી બેઠું ના થવાય. ભેંસો મરી ગઈ. એ હોત તો ડેરીમાં દૂધ ભરાવી ને ખાત પણ....અને ઘર તો જુઓ ભઈસાબ.. ફેર ચમના બેઠા થઈશું....'
આપણે મદદ કરીશું. પણ આવા લોકોની સઁખ્યા વધુ છે.... ને આર્થિક રીતે અમે નાના છીયે...
કાર્યકર નારણ આગળ આ પરિવારોએ ખુબ વાતો કરી. મારી સાથે ફોન પર વાત કરી, ભેંસો મરી ગયાનું કહ્યું તો અમે કહ્યું, 'સરકારે પૈસા નથી આપ્યા?' જવાબમાં ચંપાબેને કહ્યું ' બકરાં ને બીજુંય ઘણું તો તણાઈ જ ગયું. ખીલે બંધાયેલી ભેંસો મરી ગઈ. ગંધ મારતું તું બધું, તે પાણી ઉતર્યા પછી ખાડા કરી ને એને દાટી દીધી... પણ કોઈ આ બારામાં પૂછવા નથી આવ્યું,ના મદદ માટે કીધું.'
આ પરિવારોને ભેંસ માટે વગર વ્યાજે લૉન આપવાનું પહેલા કરીશું. જેથી એ બેઠા થઇ શકે...બાકીની વિગત એમના જ મોઢે સાંભળો...

No comments:

Post a Comment