VSSM facilitates issuance fo citizenry proofs to the Gadaliyaa families of Rajkot.
Gadaliyaa families A Nomadic Tribes from Gujarat with their Voter ID Cards, Adhar Cards, Reshan Cards |
Within one year of our working with the Gadaliyaa Families a Nomadic Community from Ghanteshwar in Rajkot, 28 individuals have acquired Voter ID cards and Adhar cards, 9 families received APL ration cards (though they stand to be eligible for BPL ration cards), 20 individuals have opened bank accounts, who have also began saving regularly.
Vicharata Samuday Samarthan Manch - VSSM has also extended financial support to 3 individuals, to help them strengthen their current occupations, consequently they are doing well and their earnings have increased.
VSSM’s team member Kanubhai works tirelessly to change the lot of these families, as he says “ the issues faced by the nomadic communities in Saurashtra are immense, earlier we were a bit apprehensive whether we’ll be able to find solutions to these chronic issues, but things are changing and we are sure change will happen….”
In the picture Gadaliyaa families with their citizenry documents..
રાજકોટમાં રહેતાં ગાડલિયા પરિવારને vssmની મદદથી પોતાની ઓળખના આધારો મળ્યા...
રાજકોટમાં વિચરતા પરિવારો ખુબ મોટી સંખ્યામાં રહે છે. પણ તેમની સ્થિતિ ખુબ જ કરુણ છે. આ પરિવારોને પણ પોતાની ઓળખના પ્રશ્નો તો ખરા જ. આવામાં એમના મતદારકાર્ડ તો સહેલાઈથી નીકળી ગયા પણ રેશનકાર્ડ માટે ખુબ માથાકૂટ કરવી પડી છેક ગાંધીનગર સુધી લખવું પડ્યું અને કલેકટરે એમાં દરમ્યાનગીરી કરી ત્યારે જતા રેશનકાર્ડ નીકળવાનું શરુ થયું છે. હા સહેલું તો નથી જ પણ હવે અધિકારીઓએ થોડું સાંભળવાનું શરુ કર્યું છે.
રાજકોટના જ ઘંટેશ્વરમાં રહેતાં ગાડલિયા પરિવારો vssmના સંપર્કમાં આવ્યા પછી છેલ્લા એક વર્ષમાં આ પરિવારોમાંથી ૨૮ પુખ્તવયના વ્યક્તિને મતદારકાર્ડ અને આધારકાર્ડ,
૯ વ્યક્તિને APL રેશનકાર્ડ, (સ્થિતિ પ્રમાણે BPL આપવા જોઈએ પણ એ નથી મળ્યાં)
૨૦ વ્યક્તિના બેંકમાં ખાતા ખોલાવ્યા જેમાં તેઓ નિયમિત બચત કરે છે..
vssm દ્વારા ૩ વ્યક્તિને એમનો વ્યવસાય વધારે સારી રીતે કરી શકે એ માટે લોન આપવામાં આવી અને એમાંથી એ ખુબ સારું કમાય છે. આમ એક પરિવારને સંપૂર્ણપણે બેઠો કરવા vssm ના કાર્યકર કનુભાઈ ખુબ મહેનત કરી રહ્યા છે.. એ કહે છે એમ, ‘ આખા સૌરાષ્ટ્રમાં વિચરતી જાતિના પ્રશ્નો ખુબ છે પહેલાં આનું સમાધાન જડશે કે કેમ એ પ્રશ્ન હતો પણ હવે રસ્તો દેખાઈ રહ્યો છે... અને બદલાવ આવશે એવો વિશ્વાસ વધ્યો છે..’
ફોટોમાં પોતાને મળેલાં આધારો સાથે ગાડલિયા પરિવારો..