'વિચરણ' શબ્દ બહુ સારો છે. પણ વિચરતા સમુદાયની વાત કરવાની આવે ત્યારે સમજાય કે, એમના માટે 'વિચરણ' કેટલું કષ્ટદાયક છે! આજીવિકા માટે અહીંથી અહીંથી ત્યાં રઝળતા - ભટકતા રહેવાનું. વગડા વચ્ચે વલવલતું એમનું જીવન... અને ઘર તો શું? ઘરના નામે આછી - પાતળી આડશો... અને ક્યાંક તો તે પણ નહિ, છત પર માત્ર ઘાસ છાયેલું હોય કે ક્યાંકથી લાવેલું મીણીયું કે પ્લાસ્ટિક! આ સમુદાયોના પરિવારોમાંથી કોઈ ક્યારેય પાકા ઘરમાં રહ્યું નથી. vssm આવા પરિવારોને ઘર બાંધી આપવામાં મદદરૂપ થાય છે. આ વર્ષે અમે ૪૬૮ પરિવારોને 'વગડામાંથી વહાલપની વસાહત'માં લઇ જવામાં નિમિત બનવાના છીએ. જેની પહેલી site ડીસામાં શરુ કરી છે જ્યાં ૫૬ પરિવારોના ઘર બંધાઈ રહ્યા છે.
નીચે ફોટોમાં ડીસામાં બંધાઈ રહેલા ઘરો...
નીચે ફોટોમાં ડીસામાં બંધાઈ રહેલા ઘરો...