Monday, August 07, 2023

Our campaign of tree plantation has now started in Patan...

Mittal Patel visits tree plantation site in patan

Just read the book written by respected Shri Dhruvdada (Bhatt). The story is fictional. The story is about how the man had to leave the polluted earth and was forced to live elsewhere. However, in reality we don't have an option to go to another planet. We do not have a choice but to stay on this earth. Therefore we do not have a choice but to keep the earth clean & beautiful. We may survive but what about our next generation?

In an effort to provide a clean environment to the next generation, we started planting trees.

In Jaswantpura village in Patan planted 4000 trees in the village graveyard and cemetery with the help of Anuhpharma. Thank you Anuhfarma &  Respected Bipinbhai and family.. We will take care of these trees for three years.

Our campaign of tree plantation has now started in Patan.

The village sarpanch himself took the initiative and invited us to plant the trees and take care of the trees. He saw the trees raised by us in the Shia of Banaskantha and the cemetery of Totanagam and invited us to do similar work in his village as well.We planted nice trees. This type of work has to be done continuously. We cannot be complacent. Like we regularly eat, walk similarly we environmental work also have to be done regularly. We just have to steadfastly keep ourselves committed to the task.

 આદરણીય ધ્રુવદાદા (ધ્રુવભટ્ટ) લીખીત ન ઈતિ પુસ્તક હમણાં વાચ્યું. પુસ્તકમાં વાત કાલ્પનીક છે. પણ એ કલ્પનામાં પૃથ્વી આપણે એટલી હદે પ્રદુષીત કરી કે પછી માણસે પૃથ્વી છોડી અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર થવું પડ્યું. દાદાએ કલ્પના કરી પણ હકીકતમાં અન્ય ગ્રહ પર કે અન્ય જગ્યાએ રહેવા જવાના વિકલ્પો આપણી પાસે નથી. ત્યારે આપણી ધરતીને ચોખ્ખી અને સુંદર રાખવાનું આપણે કરવું પડશે નહીં તો આપણે કદાચ જીવી જશું પણ આપણી આવનારી પેઢી?

ખેર આવનારી પેઢીને શુદ્ધ વાતાવારણ આપવાના પ્રયાસ રૃપે અમે વૃક્ષો વાવી ઉછેરવાનું શરૃ કર્યું. 

પાટણના હારીજનું જશવંતપુરાગામ. ગામના સ્મશાન અને કબ્રસ્તાનમાં અમે 4000 વૃક્ષો અનુહફાર્માની મદદથી વાવ્યા. આભાર અનુહફાર્મા. આદરણીય બીપીનભાઈ અને પરિવારજનોનો..  આ વૃક્ષોનું અમે ત્રણ વર્ષ સુધી જતન કરીશું.

આમ હવે વૃક્ષ ઉછેરનું અમારુ અભીયાન પાટણમાં પણ શરૃ થયું. 

ગામના સરપંચે સામે ચાલીને વૃક્ષો વાવી ઉછેરવા અમને આમંત્રણ આપ્યું. એમણે બનાસકાંઠાના શિયા અને ટોટાણાગામના સ્મશાનમાં અમે ઉછેરેલા વૃક્ષો જોયા બસ એ જોઈને પોતાના ગામમાં પણ આવું સુંદર કાર્ય થાય એ માટે અમને આમંત્રણ આપ્યું. અને અમે સરસ વૃક્ષો કર્યા. 

કેટલાક કામો નિરંતર કરવા પડે. એમાં આળસ કરીએ તો ચાલે નહીં. જેમ કે જમવું, ચાલવું.. આ કાર્યો જેમ નિત કરવા પડે એજ રીતે પર્યાવરણના કામો પણ નીત - નિરંતર કરવા પડે. બસ આપણે એ માટે કટીબદ્ધ થઈએ એ ઈચ્છનીય...

#MittalPatel #vssm #TreePlantingChallenge #treecare #treecareservices



Mittal Patel at tree plantation site 

Mittal Patel visits Jashvantpura tree plantation site

Mittal Patel with the villagers and Sarpanch of Jashwantpura
village in Patan

VSSM planted 4000 trees in Jashvantpura village 

VSSM planted 4000 tree in the village
graveyard and cemetary


We are grateful to the officials of Sabarkantha and our well-wishers for being instrumental in ensuring nomadic families have a roof over their heads...

Mittal Patel meets Bharthari families of Raigadh village 

"During monsoon we had to put cotton in the ears of the children &  then tie the ears with cloth & make them sleep. Many times while cooking, small black caterpillars would fall in the cooking vessel. What to do ? It would be nauseating to see them pile up. But we are helpless. We do not have a concrete house and who does not wish that ? But we are "Bhartharis" and our whole life we just played a primitive musical instrument & sang Bhajans and lived on whatever society gave us. We never could have surplus money so could not build or own a house. It is my desire that I have my own house with a foreground. My parents & grandparents also wished that they had their own house. Their wish remained unfulfilled. But because of Tohidbhai from VSSM our wish has been fulfilled"

This was said by Bhikhiben Bharthari of Raigadh village in Sabarkantha.

In 2017, the ration cards of these people staying in temporary structures became APL from BPL. In BPL one gets more food grains which is very important for them. Met Tohidbhai at the Collector's office while resolving the row related to BPL cards.

We got the BPL Ration Cards done. Also after much effort, the land was allotted for these families thanks to the co-operation of the panchayat. On this plot of land , the houses will be constructed. I went to the settlement to decide what type of houses they wanted. I was welcomed very warmly. They said they wanted roofed homes. Roofed home with one room, kitchen, toilet, bathroom would be quite expensive. The families said Rs 1.32 lakhs will come from Government, VSSM well wishers will contribute and the balance amount would be contributed by Villagers. They said they would not like to have houses free. What a noble thought.

Donation came from Dr Nitin Suman Shah's Heart Foundation. I am grateful to Dr Nitinbhai.

We decided to start the work immediately. We will get the foundation work done as soon as the rains stop. The Prime Minister's resolve, administration's support and society come together, the houses will definitely be constructed.

Many thanks to the administration of Sabarkantha. With their kind feelings this work was done.

 'ચોમાસામાં તો છોકરાંઓને કાનમાં રૃ નાખી કપડુ બાંધીને ઊંઘાડવા પડે.  ઘણી વખત રસોઈ કરતી વખતે છાપરાં ઉપરથી આ ચુડેલો(નાની કાળી ઈયળ) રાંધવાનું રાંધતા હોય એમાં પડે. શું કરવાનું? એમનો ઢગલો જોઈને ચીતરી ચડે પણ શું કરીએ? પોતાનું ઘર એ પણ પાક્કુ થાય એની હોંશ કોને ન હોય પણ અમે રહ્યા ભરથરી આખી જીંદગી રાવણહથ્થો વગાડી હાલરડાં ને ભજન ગાઈને સમાજ જે આપે તેના પર નભ્યા. પૈસા ટકાની ઝાઝી સગવડ અમારી પાસે ન મળે એટલે અમે પોતે ઘર કરી શકીએ એવી સ્થિતિયે નહીં. પણ સાચુ કહુ મારી બહુ ઈચ્છા મારો ચોકો (મૃત્યુ સમયે ઘરના આંગણામાં કે ઘરમાં મૃતદેહને ગાયના છાણનું લીંપણ કરીને સુવડાવે તે) મારી પોતાની જગ્યા, મારા ઘરમાં થાય એવી હતી. મારા જેવી ઈચ્છા અમારા મા-બાપે એમના મા-બાપે કરી હશે. પણ કોઈની ફળી નહીં. પણ આ તોહીદભાઈ(VSSMના કાર્યકર)ના પ્રતાપે મારી ફળી.

સાબરકાંઠાના રાયગઢના ભીખીબહેન ભરથરીએ આ વાત કરી. 

2017માં છાપરાંમાં રહેતા આ પરિવારોના રેશનકાર્ડ BPL માંથી APL થઈ ગયા. BPL રેશનકાર્ડમાં તેમને અનાજ વધારે મળે જે એમના માટે મોટો આધાર સમુ. વળી એમની સ્થિતિ તો જેવી હતી એવી જ હતી તો BPL રેશનકાર્ડમાંથી તેમના કાર્ડ APL કેવી રીતે થયા? એની રાવ લઈને કલેક્ટર કચેરીએ ગયા ને ત્યાં તોહીદભાઈ સાથે ભેટો થયો. 

રાશનકાર્ડ તો અમે BPL કરાવી આપ્યા. સાથે તેમને રહેવા જમીન મળે તે માટે પણ મથ્યા. આખરે પંચાયતની લાગણીના લીધે આ પરિવારોને પ્લોટ ફળવાયા.

હવે આ પ્લોટ પર ઘર બંધાશે.

કેવા ઘર બાંધવા એની વાત કરવા વસાહતમાં ગઈ. એમણે સુંદર સ્વાગત કર્યું. પછી ધાબાવાળા ઘર કરજોનું કહ્યું.

ધાબાવાળા વળી એક રૃમ રસોડુ, ટોયલેટ, બાથરૃમવાળા ઘર બાંધવા ઘણા પૈસા થાય. તો આ પરિવારોએ કહ્યું, સરકારના 1.32 આવશે. VSSM મદદ કરે ને અમે પણ થોડા કાઢીશું. સાવ મફતનું અમારે નથી જોઈતું. કેવી અદભૂત લાગણી. 

સરકાર, આ પરિવારોની પોતાની રકમ ઉપરાંતની મદદ હાર્ટ ફાઉન્ડેશન- ડો. નિતીન સુમન શાહ કરશે. આદરણીય નિતીનભાઈની આ લાગણી માટે આભારી છું.

ઝટ કાર્ય શરૃ કરવાનું નક્કી કર્યું છે. બસ વરસાદ થોડા ખમૈયા કરે તો પાયા ખોદાઈ જાય ને કામ ચાલુ થઈ જાય. 

પણ ઘર વગરના તમામ પરિવારોને ઘર આપવાનો વડાપ્રધાન શ્રીનો સંકલ્પ વહીવટીતંત્ર અને સમાજ સાથે આવે તો ચોક્કસ પૂર્ણ થાય.

સાબરકાંઠા વહીવટીતંત્રનો પણ આભાર. એમની લાગણીથી આ કાર્ય થઈ શક્યું. 



Bharthari families discusses what type of houses they want
with Mittal Patel

The current living condition of nomadic families

Mittal Patel visits bharthari settlement and discusses 
what type of house they want

Mittal Patel with bharthari families in Sabarkantha

The current living condition of nomadic families

Mittal Patel meets bharthari families in their settlement