![]() |
Bhikhabapa gives blessings to Mittal Patel |
"હૃદયમાં નિત હું એકલો કેમ એની ઊથલપાથલ થાય.
આમ તો જીંદગી આખી આનો જવાબ શોધવા મથ્યો.
કે છે ઈશ્વર ને તમે સાંભળવા મથો તો એ જવાબ આપે.
તે એનેય સાદ કર્યો પણ એનેય મારો અવાજ ન સંભળાયો.
મને એકલો, નિરાધાર કેમ રાખ્યો એ જ પુછવું'તુ એને.
પણ ખેર હવે તો પ્રશ્ન પુછવાથી પણ થાક્યો.
હવે વાટ એના સમીપની ને એ હેમખેમ લઈ જાય એની.."
"There is always turmoil in my heart, and I often wonder why I am alone.
I have sought an answer throughout my life.
It is said that He answers if you call Him, and I have tried to call out.
Yet somehow, my voice seems unheard.
I long to understand why I am kept at a distance and feel helpless.
Alas, I have grown weary of asking repeatedly,
Now just waiting for Him to embrace me, protect me, and keep me close."
We provide provisions to 700 destitute seniors who have no one in this world to call their own. Whenever we meet these seniors, they often express their feelings of loneliness. It saddens me to hear how they feel. Yet we remind them, "How can you say you are alone? You are not! You called out to God, and He sent people like us to be with you." Listening to us, many reflect, "What you say is absolutely true."
Bhikhabaapaa lives in Lodaraa, Gandhinagar. While his family takes care of him, he often seems unhappy being dependent on them. However, he has found comfort since we began providing him with rations. He says, "Now I eat with dignity." It is a wonderful feeling to enjoy one’s food with pride.
Many well-wishers support our mission, but the majority of assistance comes from the respected Pratulbhai Shroff of the Dr. K. R. Shroff Foundation. We are grateful for his help and the support of all our contributors.
હૃદયમાં નિત હું એકલો કેમ એની ઊથલપાથલ થાય.
આમ તો જીંદગી આખી આનો જવાબ શોધવા મથ્યો.
કે છે ઈશ્વર ને તમે સાંભળવા મથો તો એ જવાબ આપે.
તે એનેય સાદ કર્યો પણ એનેય મારો અવાજ ન સંભળાયો.
મને એકલો, નિરાધાર કેમ રાખ્યો એ જ પુછવું'તુ એને.
પણ ખેર હવે તો પ્રશ્ન પુછવાથી પણ થાક્યો.
હવે વાટ એના સમીપની ને એ હેમખેમ લઈ જાય એની..
જેમનું આ દુનિયામાં કોઈ નથી એવા 700 નિરાધાર માવતરોને અમે રાશન આપવાનું કરીએ. આ માવતરો પાસે જઈએ, બેસીએ ત્યારે બધાની લગભગ અમે એકલા કેમની વાત..
સાંભળીને મન ખિન્ન થાય. પણ પછી અમે કહીએ, "તમે એકલા ક્યાં? તમે હરીને સાદ કર્યો ને અમારા જેવા ને તમારી પાસે એણે મોકલી આપ્યા."
અમારી વાત સાંભળી બધા પાછા એ વાત હાવ હાચી એમ કહે..
ભીખાબાપા ગાંધીનગરના લોદરામાં રહે. તેમની ચાકરી કરનાર કોઈ નહીં. કુટુંબીજનો સાચવે પણ કાકાને ઓશિયાળી લાગતી. અમે રાશન આપવાનું શરૃ કર્યું ને કાકાને એનાથી નિરાંત. રસોઈ કુટુંબીજનો બનાવી આપે પણ કાકા કહે, "હું સ્વમાનથી ખાવું."
સ્વમાનથી ખાવું બહુ મોટી વાત..
આ કાર્યમાં અનેક સ્વજનો મદદ કરે. પણ આદરણીય પ્રતુલભાઈ શ્રોફ -ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનો આમાં ઘણો મોટો સહયોગ એ માટે એમના ને મદદ કરનાર અન્ય સૌના આભારી..
![]() |
Bhikhabapa an elderly destitute gets ration kit with the help from VSSM |
![]() |
Mittal Patel meets Bhikhabapa |
![]() |
VSSM Cordinator Rizwan , Mittal Patel meets Bhikhabapa |