Tuesday, October 15, 2024

VSSM planted 20,000 trees in Ravidham village...

Mittal Patel performs vruksh puja

Thank you Lord for a beautiful life you have given. Hey tree, give us life, give us life, give us anything like fruit, flower, shade etc. I thank you for the satisfaction of our many needs from birth till death.

What happened to you today did they start giving thanks like this?

I would say thank you darshan fun process to do everyday. Thanksgiving opens the heart, opens and understands everything with empathy. So thanking is also open to me.

Thus, innumerable people in our life, creatures played a small role in their own way. Let's thank all of them. But water and trees thanks to both I'll believe immediately after parents. Selflessness makes us live..

We restored water temples and thank the water - express gratitude. When planting trees, thanks to the tree god..

Planted 3.5 lakh trees this year. 12.50 lakh trees planted since 2019 till now are growing now.

We plant trees by worshiping. Banaskantha's Ravidham and there cowshed. 20,000 trees planted in the land of cowshed with the help of Parikh Foundation - Mumbai. The leaders of the village were specially present during the tree worship. And also talked about planting more trees.

Several lands of Dhanera taluka were rented by solar companies. Many trees were cut in this circumstances, it is also necessary to balance the environment by planting the cut trees.

Ravidham is awake.. We wish you all come forward in the matter of planting trees and growing..

હે ઈશ્વર તે ખુબ સુંદર જીવન આપ્યું એ માટે તારી આભારી છું. હે વૃક્ષ તુ અમને પ્રાણવાયુ આપી જીવાડે, ફળ, ફૂલ, છાંયડો વગેરે જેવું કાંઈ કેટલુંયે આપે. આમ તો જન્મ થી લઈને મરણ સુધી તુ અમારી સાથે રહે ને અમારી ઘણી જરૃરિયાત તુ સંતોષે માટે તારો આભાર માનુ છું.

તમને થશે આજે થયું છે શું તે આમ આભાર માનવા માંડ્યા? 

હું કહીશ આભાર દર્શન મજાની પ્રક્રિયા રોજે રોજ એ કરવા જેવી. આભાર માનવાથી હૃદય ખુલ્લુ, મોકળુ બને અને એ સંવેદનાથી દરેક વાતને સમજે. એટલે આભાર માનવો એ પણ ખુલ્લા મને. 

આમ તો આપણા જીવનમાં અસંખ્ય લોકો, જીવોએ પોતાની રીતે નાનકડી ભૂમિકા ભજવી. આ બધાનો આભાર માનીયે. પણ પાણી અને વૃક્ષ એ બેયનો આભાર હું માતા પિતા પછી તુરત માનીશ. નિસ્વાર્થભાવે એ આપણને જીવાડે.. 

અમે જલમંદિરોનો જીર્ણોદ્ધાર કરી પાણી પ્રત્યે આભાર- કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરીએ. જ્યારે વૃક્ષો વાવી વૃક્ષદેવ પ્રત્યે આભાર દર્શન..

આ વર્ષે 3.5 લાખ વૃક્ષો વાવ્યા. આમ 2019 થી લઈને અત્યાર સુધીમાં વાવેલામાંથી 12.50 લાખ વૃક્ષો અત્યારે ઉછરી રહ્યા છે.

અમે પુજન કરીને વૃક્ષો વાવીએ. બનાસકાંઠાનું રવીધામ ને ત્યાંની ગૌશાળા. ગૌશાળાની જમીનમાં 20,000 વૃક્ષો પરીખ ફાઉન્ડેશન -મુંબઈની મદદથી વાવ્યા. ગામના આગેવાનો વૃક્ષપૂજન વખતે ખાસ હાજર રહ્યા. અને વધારે વૃક્ષો વાવવા અંગે વાતો પણ કરી. 

ધાનેરા તાલુકાની ઘણી જમીન સોલાર કંપનીઓએ ભાડેથી લીધી. એમાં ખુબ વૃક્ષો કપાયા આવા સંજોગોમાં કપાયેલા વૃક્ષો વાવી વાતાવરણને સમતુલીત કરવું પણ જરૃરી.. 

રવિધામ તો જાગ્યું.. તમે સૌ પણ વૃક્ષો વાવી ઉછેરવાની બાબતમાં આગળ આવો તેમ ઈચ્છીએ..

#vssm #mittalpatel #treeplantation #ClimateCrisis

Mittal Patel discusses tree plantatation with the 
 leaders of Ravidham village


20,000 trees planted in the land of cowshed with the
help of Parikh Foundation - Mumbai.

Mittal Patekl with VSSM team, ravidham villagers ,
leaders, tree caretakers and others at Ravidham tree 
plantation site


No comments:

Post a Comment