Tuesday, October 15, 2024

Let’s come together to adorn this earth with greenery...

Mittal Patel meets Smt. Archanben Parikh
during her visit to Mumbai

 The birth of a son at their daughter's house filled them with immense joy. They distributed sweets and gave gifts to the newborn. However, Vyoma Ben, who lives in Mumbai, felt that something was still missing.

She decided to give a memorable gift to the little Arjun by donating to the Arjun village forest. With Arjun's growth, many lives found shelter as the trees began to flourish.

Within a year, the trees planted in the fields of Vav, Banaskantha, thrived beautifully. Vyoma Ben then created Chandragram in memory of her father.

In 2023, she established Maitrigrama to commemorate the enduring friendship of her four cousins.

With her help, a total of 8,763 trees were planted in Dharadhara, Kunwarva, Padar, and Vagharol in Banaskantha, out of which 7,329 are thriving.

Vyoma Ben, who is sensitive towards nature, believes that everyone should plant and nurture at least 150 trees in their lifetime. Only then can we restore the damaged environment to its former richness.

By planting 8,763 trees, Vyoma Ben and her loved ones have given back to nature, properly caring for the trees they planted. I salute her commitment.

Arjun's grandmother, Archana Ben Parikh, and her family, through the Parikh Foundation, have helped nurture over 50,000 trees. I had the chance to meet them at Vyoma Ben's place. I will share more about their family sometime in the future.

Recently, when I visited Mumbai, I had the opportunity to go to Vyoma Ben's house. She holds us in great affection, for which I am grateful.

Like Vyoma Ben, you too can contribute to creating small forests or plant a designated number of trees in memory of your loved ones by contacting 90999-36013 between 10 AM and 6 PM.

Let’s come together to adorn this earth with greenery.

દિકરીના ઘરે દિકરાનો જન્મ થયો.. નાની બન્યાના હરખનો પાર નહોતો. મીઠાઈ તો વહેંચી, જન્મેલા બચ્ચાને ભેટસોગાદો પણ આપી.. પણ હજુ કાંઈક ખુટે એવું અમારા મુંબઈમાં રહેતા વ્યોમાબેનને લાગ્યું...

આજીવન યાદ રહી જાય તેવી ભેટ તેમણે નાનકડા અર્જુનને આપવાનું નક્કી કર્યું ને એમણે અમને અર્જુન ગ્રામવન માટે ડોનેશન આપ્યું. અર્જુનની સાથે સાથે અસંખ્ય જીવોને આશરો મળી રહે તે વૃક્ષો પણ ઉછરવા માંડ્યા.

એક વર્ષમાં બનાસકાંઠાના વાવના ધરાધરામાં વાવેલા વૃક્ષો મસ્ત ઉછર્યા. વ્યોમાબેને પછી પિતાના સ્મૃતિમાં ચંદ્રગ્રામ પણ બનાવ્યું. 

2023માં એમણે એમની ચાર બહેનપણીઓની પાક્કી દોસ્તી કાયમ યાદ રહે તે માટે મૈત્રીગ્રામ પણ બનાવ્યું. 

તેમની મદદથી બનાસકાંઠાના ધરાધરા, કુંવારવા, પાદર, વાઘરોલમાં કુલ 8763 વૃક્ષો વવડાવ્યા જેમાંથી7329 ઉછરી રહ્યા છે. 

મજાના વ્યોમાબેન.. પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ.. કહે છે દરેક વ્યક્તિએ આછોમાં ઓછા 150 વૃક્ષો પોતાની હયાતીમાં વાવી ઉછેરવા જોઈએ, તો જ બગાડેલું વાતાવરણ આપણે પાછુ સમૃદ્ધ કરી શકીશું.

વ્યોમાબહેને 8763 વવડાવી પોતાના ને પોતાના તમામ સ્નેહીજનોએ કુદરત પાસેથી જે લીધું તે વૃક્ષો વવડાવી એનું બરાબર માવજત કરાવી કુદરતને અપર્ણ કર્યું... તેમની આ કટીબદ્ધતાને પ્રણામ કરુ છું.

અર્જુન જેમનો પૌત્ર એ અર્ચનાબહેન પરીખ.. એમના પરીવારે પરીખ ફાઉન્ડેશન થકી 50,000 થી વધારે વૃક્ષો ઉછેરવામાં મદદ કરી.. વ્યોમાબેનના ત્યાં એમને પણ મળવાનું થયું. એમના પરિવારની વાત પણ ક્યારેક વિસ્તારથી અહીંયા કરીશ. 

હમણાં મુંબઈ ગઈ ત્યારે વ્યોમાબેનના ઘરે જવાનું થયું., ખુબ હેત રાખે અમારા પર.. તેમની લાગણી માટે આભારી છું. 

ને વ્યોમાબેનની જેમ તમે પણ તમારા પ્રિયજનની ભેટમાં, સ્મૃતિમાં નાના જંગલો ઊભા કરાવવા હોય કે નિયત સંખ્યામાં વૃક્ષો વવડાવવા અનુદાન આપી શકો એ માટે  90999-36013 પર 10 થી  6માં સંપર્ક કરી શકો...

ચાલો સાથે મળી આ ધરતીને લીલુડો શણગાર ચડાવીએ. 

#VSSM #MittalPatel #TreePlantation

Mittal Patel with Smt. Vyomaben Parikh

Smt. Vyomaben decided to give a memorable gift to the
little Arjun by donating to the Arjun village forest

Vyoma Ben then created Chandragram in memory of her father.

Mittal Patel with Smt. Archanaben Parikh


Vyomaben Parikh established Maitrigrama to commemorate
the enduring friendship of her four cousins

No comments:

Post a Comment