Thursday, October 17, 2024

VSSM shines through its workers like Naran , and such events bring honor...

VSSM Coordinator Naranbhai received the Van Pandit Award
from the Chief Minister of Gujarat

Naran... When he was small, he was called Naran, but now, as he has grown in experience and age, he is referred to as Naranbhai.

He completed his education and joined VSSM as a Bal Dost (child friend). At that time, VSSM was working on a small scale. In many settlements of nomadic communities, not a single child was attending school. Naran started his work as a Bal Dost in the Mira settlement in Diyodar.

His dedication to work is remarkable. Without limiting himself to Diyodar, he took on the responsibilities of working with nomadic communities throughout Banaskantha. A true team leader inspires others to rise alongside him. Gradually, Naranbhai established a strong team in Banaskantha that could diligently carry out the organization’s work. He continuously keeps this team united and active.

Alongside addressing the primary issues of nomadic communities, we also started water management projects and tree planting initiatives in North Gujarat. Naranbhai became the leader of these efforts.

Today, we have successfully planted over 1.2 million trees and deepened 300 ponds, all thanks to the entire team's efforts. However, the main responsibility was taken up by him.

This year, Naranbhai received the Van Pandit Award from the Chief Minister. It was a truly proud moment. Just like a peacock always dances with its feathers... VSSM shines through its workers, and such events bring honor.

Receiving recognition as a caretaker and maintainer of forests, we all felt grateful.

We wish Naranbhai continued success in life and hope he prepares a strong team at VSSM like himself... and may he receive many more awards like this one.

Naranbhai’s progress is significantly supported by the local team at VSSM, but the biggest contribution comes from his wife, Nayna, and their two children. They dedicated their time to Naranbhai, allowing this wonderful work for the livelihood of beings to happen. We are indebted to Naranbhai’s family.

Thank you, honorable Chief Minister, for recognizing a true gem... and best wishes for even greater achievements ahead.

#VSSM #NaranRaval #MittalPatel #VanPandit #Banaskantha

નારણ... નાનકડો હતો એટલે નારણ કહેતી પણ હવે એ કામમાં, અનુભવમાં ને ઉંમર બેયમાં મોટો થયો એટલે નારણભાઈ...

ભણવાનું પુરુ થયું ને VSSM માં બાલદોસ્ત તરીકે જોડાયો. ત્યારે VSSM નાના પાયે કામ કરે. વિચરતી જાતિઓની ઘણી વસાહતોમાંથી એક પણ બાળક નિશાળમાં ન જાય. આવી જ  દિયોદરમાં આવેલી મીર વસાહતમાં બાલદોસ્ત તરીકે એણે કાર્ય શરૃ કર્યું.

પણ કામ માટેની એની નિષ્ઠા ગજબ. દિયોદર પુરતી પોતાની જાતને સમિતિ ન રાખતા સમગ્ર બનાસકાંઠામાં વિચરતી જાતિઓના કાર્યો સંભાળ્યા.

સાચો ટીમ લીડર પોતાની સાથે અન્યોને પણ ઊભા કરે.  નારણ પણ ધીમે ધીમે નારણભાઈ થયો પોતાની સાથે સંસ્થાના કાર્યો નિષ્ઠાથી કરી શકે તેવી મજબૂત ટીમ બનાસકાંઠામાં ઊભી કરી. આ ટીમને એક તાંતણે બાંધી રાખી, તેને સતત દોડતી રાખવાનું કામ સતત કરે. 

વિચરતી જાતિઓના પ્રાથમિક પ્રશ્નોની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં અમે જળ વ્યવસ્થાપનના કાર્યો અને વૃક્ષો વાવી ઉછેરવાનું શરૃ કર્યું.. નારણભાઈ આ કાર્યોનો આગેવાન થયો. 

આજે 12 લાખથી વધુ વૃક્ષો અને 300 તળાવો અમે ઊંડા કરી શક્યા. આમાં ટીમના તમામ કાર્યકરનો શ્રેય. પણ મુખ્ય જવાબદારી તો એણે ઉપાડી...

આવા અમારા નારણભાઈને મુખ્યમંત્રીના હસ્તે આ વર્ષનો વન પંડિત એવોર્ડ મળ્યો.. રાજી થવાય એવી જ ઘટના... મોર સદાય એના પીંછાથી રળિયામણો...VSSM પણ કાર્યકરોથી ઊજળું ને આવી ઘટનાઓ તો ગૌરવ આપે.

વન પંડિત - વનોનો રખેવાળ- વનોની જાળવણી કરનાર તરીકેનું સન્માન નારણભાઈને મળતા અમે સૌ ધન્યતા અનુભવીયે..

નારણભાઈને જીવનમાં આગળ વધવા ને પોતાની જેમ VSSM ની મોસમોટી ફોજ તૈયાર કરે તેવી શુભેચ્છા.... ને આવા અનેક પારિતોષિક પ્રાપ્ત કરે તેવી શુભકામના...

નારણભાઈની તરક્કીમાં VSSM ની સ્થાનીક ટીમનો ફાળો પણ મહત્વનો પણ સૌથી મોટો ફાળો એમની પત્ની નયનાનો ને બે બાળકોનો.. એમણે પોતાનો સમય નારણભાઈને આપ્યો એટલે જીવસૃષ્ટિ માટેનું મજાનું કાર્ય થઈ શક્યું.. નારણભાઈના પરિવારના અમે ઋણી..

માનનીય મુખ્યમંત્રી નો આભાર તમે ખરા હીરાને પારખ્યો.... ફરી ટોપલા ભરીને શુભેચ્છા... 

#VSSM Naran Raval #MittalPatel #વનપંડિત #બનાસકાંઠા

No comments:

Post a Comment