Thursday, October 17, 2024

VSSM began providing a ration kit to Bhanudada nad VasantiBa through our Mavjat initiative...

Mittal Patel with Bhanudada and Vasantiba

Patan was once the capital of our Gujarat... It has been over a thousand years since that time. The tales of its grandeur are written in books. Yet even today, passing through Patan evokes memories of its magnificent history and dominance.

The foresight of Meenal Devi and Siddhraj Solanki, along with the construction of the Sahastraling Talav—there's so much to say... The fort of Patan can now be seen in a dilapidated state, but Rani Ki Vav and Patola City still stand proudly.

You might wonder why I'm talking about Patan today?... It happened that I unexpectedly wandered through the streets of Patan. Usually, if I go to Patan, I meet with the Collector regarding the issues of the marginalized and return to Ahmedabad. I often get to travel to Patan’s villages, but not to the city.

This time, our worker Mohanbhai said we need to meet a Ba and Dada in Patan who are in need, to provide them with ration.

Honoring this request, I met the Collector and made my way through the streets of Patan to reach Bhanudada and VasantiBa's home. Since the onset of old age, fewer people have visited them. Only a few neighbors come to check on them, but they can’t stay long.

They couldn’t manage alone. We decided to start providing them with rations, and now they have some relief.

We provide rations to 600 elderly individuals every month. Many volunteers help in this effort, making it possible. You too can participate in this work.

Bhanudada is weary of life. He has no expectations anymore. He often says, "God, it would be good if you take me now..." Witnessing such hardships can be heart-wrenching. Anyway, I pray that nature grants everyone sustenance, and I thank Ashwinbhai from Palanpur for becoming a caretaker for Bhanudada.

પાટણ એક વખતની આપણા ગુજરાતની રાજધાની.. હજાર કરતા વધુ વર્ષ થયા આ વાતને. એની જાહોજલાલીની વાત તો પુસ્તકોમાં વાંચેલી. પણ આજેય પાટણમાંથી પસાર થવું ત્યારે એ ભવ્ય ઈતિહાસ - પાટણની પ્રભુતા યાદ આવે. 

મીનળદેવી, સિદ્ધરાજ સોલંકીની દુરંદેશી ને સહસ્ત્રલીંગ તળાવની રચના ને એવું તો કાંઈ કેટલુંયે.. પાટણનો ગઢ હવે તો જર્જરીત અવસ્થામાં જોઈ શકાય.. પણ રાણકીવાવ ને પટોળા નગરી આજેય કડેધડે..

તમને થશે આજ પાટણની વાત કેમ?... વાત જાણે એમ બની કે અનાયાસે પાટણની ગલીઓમાં ફરવાનું થયું. આમ તો પાટણ જવું તો કલેક્ટર કચેરીમાં કલેક્ટર શ્નીને વિચરતી જાતિઓના પ્રશ્ને મળીને અમદાવાદ પરત ફરુ. પાટણના ગામડાઓમાં ઘણું ફરવાનું થાય. પણ શહેરમાં નહીં.

આ વખતે અમારા કાર્યકર મોહનભાઈએ કહ્યું, પાટણમાં આપણે એક બા દાદા જેઓ નિરાધાર છે તેમને રાશન આપીયે છીએ એમની ઈચ્છા તમને મળવાની છે.

આ ઈચ્છાને માન આપી કલેક્ટર શ્રીને મળીને પાટણની ગલીઓમાં થઈને ભાનુદાદા ને વસંતીબાના ઘરે પહોંચ્યા. ઘડપણ જ્યારથી ઘરમાં આવ્યું ત્યારથી બહારના લોકોએ આવવાનું ઓછુ કર્યું. આજુબાજુમાં રહેનાર થોડા પડોશીને એમની ચિંતા એટલે એ ખબર પુછવા આવે.. પણ એય કાંઈ કલાકો તો ન આપી શકે. 

એમનાથી કામ થાય નહીં. ઓશિયાળી વેઠવાની થતી. અમારા સંપર્કમાં આવતા અમે રાશન આપવાનું શરૃ કર્યું. હવે એમને નિરાંત છે. 

અમે 600 બા દાદાઓને દર મહિને રાશન આપીયે. ઘણા સ્વજનો આ કાર્યમાં મદદ કરે એટલે આ થઈ શકે. તમે પણ આ કાર્યમાં સહભાગી બની શકો..

ભાનુદાદા જીવનથી થાક્યા છે. એમને જીવનથી કોઈ અપેક્ષા નથી. એ વારે વારે કહે, ભગવાન હવે લઈ લે તો સારુ... આવા માવતરોનું ઘડપણ જોવું ત્યારે જીવ બળે.. ખેર કુદરત સૌને સાતા આપે તેવી પ્રાર્થના.. ને પાલનપુરના અશ્વિનભાઈનો આભાર તેઓ ભાનુદાદાના પાલક બન્યા તે માટે...

#mittalpatel #Gujarat #HumanityFirst #vssm


Mittal Patel meets Bhanudada at his home


No comments:

Post a Comment