Thursday, October 17, 2024

We are grateful to our well-wisher Fine Jewellery Mfg Ltd. for their help in planting and nurturing trees...

Mittal Patel plants saplings at Kuwata tree plantation site

The branches of a tree, with its thousand hands, worship God and call upon Him. When God recognizes its qualities of selflessness, He blesses it in the form of rain clouds. Through the tree, wonderful acts are performed, such as providing shelter to countless lives and bearing fruits to satisfy many hunger.

Who wouldn’t want to establish such trees that are worthy of being called true saints? Let’s make sure they are welcomed in every village, and the villages enthusiastically join this effort.

Kuwata, a delightful village in Banaskantha, invited us to plant trees in their cemetery. We asked the villagers to promise to care for the trees we plant, and they committed, with water in their hands and in the presence of Mahadev, to nurture as many trees as would be planted.

This year, with the blessings of the rain god, we planted 4,366 trees in the Kuwata cemetery, with the help of Fine Jewelry. Honorable Prembhai and his entire family are tree lovers. Last year, they helped plant 7,000 trees in Raviayana village, and those trees are also thriving beautifully.

If each industry group helps establish small gramvans like this, the earth can become green again.

We decided to hold a tree worship program in Kuwata, and the entire Fine Jewelry team came from Mumbai to participate in this event. The warm welcome from the villagers made the whole team happy and showed them who supports all these initiatives.

We are grateful to Fine Jewelry for their help in planting and nurturing trees. The proverb "drop by drop, the lake fills; pebble by pebble, the dam is built" is being realized by VSSM. Currently, 1.25 million trees are thriving in 225 gramvans, and the credit for this goes to Fine Jewelry and other supporters.

The opportunity to repay Mother Earth’s debt comes through water and environmental work.

Let’s come together and engage in even more intensive efforts!

વૃક્ષની ડાળીઓ એના હજાર હાથથી ઈશ્વરની આરાધના કરે, એને બોલાવે. એના પરોપકારના ગુણને ઈશ્વર સમજે એટલે જ એના પર મેઘરૃપી મહેર કરે. હજારો જીવોને આશરો આપવાનું, અનેકોની ભૂખ ભાંગવા ફળ આપવાનું વગેરે જેવા ઉત્તમ કાર્ય વૃક્ષ થકી થાય...

સાચા સંતનું બિરુદ જેને આપી શકાય એવા આપણા વૃક્ષોનું સ્થાપન કરવું કોને ન ગમે? અમે દરેક ગામમાં એની પધરામણી થાય એવું કરીએ. ગામ પણ ઉત્સાહથી આ કાર્યમાં જોડાય. 

બનાસકાંઠાનું કુવાતા મજાનું ગામ. ગામે અમને સ્મશાન ભૂમિમાં વૃક્ષો વાવી ઉછેરવા આમંત્રણ આપ્યું. અમે ગ્રામજનોને વાવેલા વૃક્ષો બરાબર ઉછેરવાનું વચન આપવા કહેલું ને એમણે હાથમાં જળ લઈને સ્મશાનમાં મહાદેવની સાક્ષીએ જેટલા વૃક્ષો વવાશે એનું બરાબર જતન કરીશુંનું વચન આપેલું.

આ વર્ષે મેધરાજાએ મહેર કરીને અમે કુવાતાના સ્મશાનમાં 4366 વૃક્ષો વાવ્યા. આ કાર્યમાં મદદ કરી ફાઈન જ્વેલરીએ. આદરણીય પ્રેમભાઈ અને તેમનો આખો પરિવાર વૃક્ષ પ્રેમી. એમણે ગત વર્ષે પણ રવિયાણા ગામમાં  7000 વૃક્ષો વાવી ઉછેરવામાં મદદ કરી. એ ગ્રામવનના વૃક્ષો પણ સરસ ઉછરી રહ્યા છે.

એક એક ઉદ્યોગ જુથ આ પ્રમાણે નાના નાના ગ્રામવનો ઊભા કરવામાં મદદ કરે તો ધરતી પાછી હરિયાળી થઈ જાય.

કુવાતામાં વૃક્ષપૂજન કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું ને ફાઈન જવેલરીની આખી ટીમ મુંબઈથી ખાસ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી. ગામલોકોએ જે આવકારો આપ્યો એનાથી આખી ટીમ રાજી ને ગામને પણ આ બધા કાર્યોમાં કોણ મદદ કરે તેનો ખ્યાલ આવ્યો.

ફાઈન જવેલરીએ વૃક્ષો વાવી ઉછેરવામાં મદદ કરી એ માટે એમના આભારી છીએ.. પેલું ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય એ કહેવતનો અનુભવ VSSM ને થઈ રહ્યો છે. હાલ 12.50 લાખ વૃક્ષો 225 ગ્રામવનોમાં ઉછરી રહ્યા છે... ને એ બધાનો શ્રેય ફાઈન જ્વેલરી જેવા અન્ય સ્વજનોને જાય છે..

ધરતીમાનું ઋણ ચુકવવાનો અવસર પાણી અને પર્યાવરણ ના કામો થકી મળે.

ચાલો સાથે મળીને હજુ વધારે સઘન કાર્યો કરીએ...

#mittalpatel #explorepage #viral #environment #climatechange #savetheplanet #gujarat #trees #banaskantha #vrukshropan🌱

Mittal Patel, VSSM coordinators, Fine Jewellery team and
Kuwata Villagers during tree worship program

Mittal Patel performs Puja during tree worship program

Fine Jewellery team from Mumbai visited Kuwata tree 
plantation program

Mittal Patel on her way to Kuwata tree plantation site

Mittal Patel with Fine Jewellery team from Mumbai at 
Kuwata tree plantation site


No comments:

Post a Comment