Mittal Patel meets Muslim Oad community in Vadodara |
"There might be around five hundred families of ours throughout Gujarat. Just look at our situation; we are in a tough spot. We keep wandering around to find work. But our name is not listed among the nomadic communities..."
Rajubhai Oad, who lives in Vadodara, said this.
I couldn't understand why Rajubhai was saying this, given that the Oad community is included among the nomadic tribes. So, I told him, "The Oad community is indeed listed among the nomadic tribes."
"Yes, the Hindu Ods are included in the list, but we are Muslim Oads. The officials say that Muslim Oads are not part of the nomadic tribes, which is why we don’t receive certificates."
"Oh..."
"We have been living in makeshift shelters in Vadodara, Bhadrava, Baska, Himmatnagar, Kheda, Jethlod, and other villages for a long time. There are more than 500 of our shelters across Gujarat. Our financial condition is poor. We don’t have the means to buy land or a house. When we applied for residential plots for nomadic communities, the officials said, 'You don’t qualify as nomadic.'"
What a complicated issue... The population is quite small, yet we face difficulties in securing a permanent address.
Well, we will make a representation. But who knows when the fundamental issues of the nomadic communities will be resolved...
આખા ગુજરાતમાં અમારા પાંચસો પરિવાર માંડ હશે. સ્થિતિ તો તમે જુઓ છો અમે કેવામાં પડ્યા છીએ. માટી કામ કરવા અમે ફરતા રહેતા. પણ અમારુ નામ વિચરતી જાતિમાં નથી..’
વડોદરામાં રહેતા રાજુભાઈ ઓડ એ આ વાત કરી.
ઓડ સમુદાયનો સમાવેશ વિચરતી જાતિમાં થયો છે તો રાજુભાઈ આવું કેમ કહી રહ્યા છે મને સમજાયું નહીં. મે એમને કહ્યું,
‘ઓડ સમુદાયનો સમાવેશ વિચરતી જાતિમાં છે જ.’
‘હા, હિંદુ ઓડનો સમાવેશ યાદીમાં છે પણ અમે મુસ્લિમ ઓડ. અધિકારી કે છે કે મુસ્લિમ ઓડનો સમાવેશ વિચરતી જાતિમાં નથી. એટલે પ્રમાણપત્ર મળે નહીં.’
‘ઓહ...’
‘વડોદરા,ભાદરવા, બાસ્કા, હિંમતનગર ખેડા, જેઠલોદ વગેરે ગામોમાં અમે ઘણા વખતથી છાપરા કરીને રહીએ. આખા ગુજરાતમાં 500 થી વધુ અમારા છાપરા નથી. અમારી આર્થિક હાલત ખરાબ છે. જમીન કે ઘર ખરીદી શકીએ એવી તાકાત નથી. સરકાર વિચરતી જાતિઓને રહેણાંક અર્થે પ્લોટ ફાળવે તે અમે એ ઠરાવ હેઠળ અરજી કરી તો અધિકારી કે છે તમે વિચરતીમાં ન આવો..’
કેવો પેચીદો પ્રશ્ન.. જન સંખ્યા બહુ જ નાનકડી.. પણ કાયમી સરનામુ મેળવવામાં મુશ્કેલી.
ખેર અમે રજૂઆત કરીશું. પણ કોણ જાણે વિચરતી જાતિઓના પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે...
#mittalpatel #vssm #humanrights #viral #explorepage #gujarat #gujarati #humanityfirst #nomadsofindia #nomads #travel
Mittal Patel assures Oad community to represent their fundamental issues |
Mittal Patel listens to the Oad community |
The Oad community of Vadodara |
No comments:
Post a Comment