Friday, July 18, 2014

To welcome the new settlers they laid thorns on the way…….

The decision by the Patan district Collector on 27th November 2013  to allot residential plots to  the Vansfoda families from Jesda village of Patan’s Sami block brought an end to our 3 year long  pursuit to acquire residential plots for these nomadic families. 

The land these families have been allotted is a little away from the village. The sarpanch of Jesda and other families are helping the Vasfoda families to settle down on their new acquisitions but the farmers with whom these families share land boundaries are resisting this move. Just when the families were to receive the documents of ownership from the government these farmers laid down bushes full of thorns on the common approach road, a road that lead these families to their plots. ‘ You all will not enter our farms to reach your land' was the dictate by the farmers to the Vasfoda families. VSSM repeatedly opposed such hostile action by these bunch of famers but they never paid any heed. We also wrote about this matter to the Mamlatdar and Dy. Collector but nothing changed. At last we presented the case to the District Collector Shri H. N. Thakkar. He in turn wrote the Mamlatdar asking him to issue a written notice to the farmer. The Mamlatdar was also asked to inform him on the developments on the case. The Mamlatdar visited the area, issued a notice to the farmers, in response two farmers removed the thorny bushes  from their side of the farms.  While 2 farmers have obliged 2 still have to obey the order. The Sarpanch is trying to convince them hope they listen to him at least……….

This is not an isolated case but a common scenario when it comes to accepting nomadic families as  neighbours or fellow villagers.. as much as we try for acceptance of the nomads in the mainstream the resistance still persist. 

ગુજરાતીમાં અનુવાદ..
પાટણ જીલ્લાના સમી તાલુકાના જેસડા ગામમાં રહેતા વાંસફોડા પરિવારોને vssmની મદદથી ત્રણ વર્ષની મહેનત પછી ૨૭ નવેમ્બર ૨૦૧૩ ના રોજ રહેણાંક અર્થે પ્લોટ આપવાની કલેકટર શ્રીએ જાહેરાત કરી અને એ માટેના હુકમ પણ આપ્યા. 
આ પરિવારોને જે જગ્યાએ પ્લોટ મળ્યા છે એ જગ્યા ગામથી દુર આમતો સીમમાં છે. ગામના સરપંચ અને અન્ય આ પરિવારોને વસાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે પણ આ પરિવારોને જ્યાં પ્લોટ ફળવાયા છે એ જગ્યાની આસપાસના ખેડૂતો વાંસફોડા પરિવારો આ જગ્યા પર ના રહે એ માટે કોશિશ કરી રહ્યા છે. જેવા પ્લોટના હુકમ પછી સનદ મળવાની તૈયારી થવા માંડી એટલે આ ખેડૂતોએ આ પરિવારોને તેમની વસાહતમાં આવવા – જવાનો રસ્તો કાંટા નાખી બંધ કરી દીધો અને કહ્યું, ‘અમારા ખેતરમાંથી તમારે નહિ નીકળવાનું.’ અમે ખેડૂતોને કહ્યું, ‘આ પરંપરાગત રસ્તો છે. એ આ રીતે બંધ ના થઇ શકે.’ પણ એ કંઈ સંભાળવા તૈયાર નહિ. આપણે સ્થાનિક મામલતદાર શ્રી, પ્રાંત કલેકટર શ્રી સૌને રજૂઆત કરી પણ કંઈ કાર્યવાહી ના થઇ. એટલે છેવટે જીલ્લા કલેકટર શ્રી એચ.એન.ઠક્કરને રજૂઆત કરી. તેમણે મામલતદાર શ્રીને આ મુદ્દે લેખિતમાં કાર્યવાહી કરવા અને કાર્યવાહી સંદર્ભે જાણ કરવા લખ્યું અને ફોન થી સુચના પણ આપી તેમની સુચનાથી મામલતદાર શ્રી સ્થળ તપાસ માટે આવ્યા અને ખેડૂતોને રસ્તા પરનું દબાણ હટાવવા નોટીસ આપી. બે ખેડૂતોએ દબાણ દુર કરી દીધું છે હજુ બીજા ખેડૂતોનું બાકી છે સરપંચ આ ખેડૂતોને સમજાવી રહ્યા છે.. આશા રાખીએ આ મુદ્દો ઝડપથી ઉકલે.

વિચરતા સમુદાયોના સંદર્ભે વારંવાર એક જ પ્રશ્ન થાય કે, આ પરિવારોનો વસવાટ કેમ કોઈને ગમતો નથી? અત્યાર સુધી ખુલ્લો રહેતો રસ્તો ફક્ત આ પરિવારો વસવાના છે પણ એ ના વસે એ માટે બંધ કરી દેવામાં આવે એ કેવી માનસિકતા છે?? 

Wednesday, July 16, 2014

As Vadia moves forward…...

A lot has been written about the on Vadia a village where in prostitution is practised as a traditional occupation. And no one can deny this fact, the families here still need to fall back on prostitution as there is absence of other options of earning livelihood. This precisely was the reason why almost six decades ago few women of this village had taken up this trade to meet the needs of their family. Later as time went by pimps entered this village and the trade. For them money was of utmost import ace and hence a practice that was taken up voluntarily began to be forced upon small and young girls of this village. The men in the families rather than working to earn living enjoyed the incomes the women fetched. The families also began to fall prey of the debt traps that the pimps strategically weaved around them. The victim families have had no option but to push their daughters/sisters in to prostitution. 
VSSM has been working in Vadia since 2006. The activities of VSSM in this village influence social, economical, education aspects of the families here. A lot of families have pledged to stop sending the daughters in their families into prostitution. VSSM is striving to pull these families out of the traps of the pimps, it supports families and youth willing to start up their own business so that the women in their families can live a dignified life. 
The picture below is of young man who has set up his own kiosk with the funds provided by VSSM. 

ગુજરાતીમાં અનુવાદ..
‘બનાસકાંઠાના વાડિયાગામના સરાણીયા પરિવારો પોતાની બહેન દીકરીઓ પાસે દેહવ્યાપાર કરાવે છે’ આ લખાણ સાથે વાડિયાની કેટલીયે વાર્તાઓ અત્યાર સુધી વિવિધ માધ્યમોમાં છપાઈ ગઈ છે. જોકે આ હકીકત પણ હતી. (અલબત આજે પણ કેટલાક પરિવારોમાં આજ સ્થિતિમાં જીવે છે) આર્થિક મુશ્કેલી અને રોજગારના વિકલ્પો ના શોધી શકવાના કારણે આ ગામમાં વસતા પરિવારોની દીકરીઓએ આજથી ૬૦ કે ૬૫ વર્ષ પહેલાં દેહવ્યાપાર અપનાવેલો. પણ પછીતો દલાલોને આ લોહી
ના વ્યાપારમાં પૈસા દેખાતા એ સક્રિય થયા અને કોઈ પરિવારની ઈચ્છા પોતાની દીકરીને આ દોઝખભરી જિદગીમાં ધકેલવાની ના હોય તો પણ એનકેન પ્રકારે ફરજ પાડવામાં આવે. જેમકે જરૂરિયાતના સમયે પૈસા આપે અને એ પૈસાનું તગડું વ્યાજ ગણે. આ વ્યાજ સહિતની રકમ ત્યાં સુધી માંગવામાં ના આવે જ્યાં સુધી આ પરિવારની દીકરી ૧૦ કે ૧૨ વર્ષની ન થાય અને દીકરીની ઉમંર ૧૦ – ૧૨ ની થાય એટલે એ પરિવારનું જીવવું હરામ કરી નાખે. છેવટે એ પરિવારને પોતાની લાડલી દીકરીને આ વ્યવસાયમાં મુકવાની ફરજ પડે. આ પરિવારોથી આસપાસના ગામલોકો પણ આભડછેટ રાખતા હોય એટલે ક્યારેય મદદમાં ના આવે. (જોકે હવે વાડિયાગામની આસપાસના ગામલોકો આ પરિવારોને મદદરૂપ થઇ રહ્યા છે.)
૨૦૦૬ થી આપણે આ ગામમાં કામ શરુ કરું છે. ગામના વિકાસની સાથે જે પરિવારો દલાલોની ચુંગાલમાંથી નીકળવા ઈચ્છતા હોય તેમને આપણે આવકના સાધનો ઉભા કરવામાં મદદરૂપ થઇ રહ્યા છીએ. ગામના પુરુષો પહેલાં કામ કરવાનું ટાળતા આજે એ vssm પાસેથી લોન લઈને એમને ગમે અને ફાવે તેવા વ્યવસાય કરી રહ્યા છે અને પોતાના પરિવારની દીકરીઓને સમાજમાં માન સન્માન મળે એ માટે પ્રયત્ન કરે છે.  નીચે ફોટોમાં આવા જ એક યુવાને vssmની મદદથી ગામમાં ગલ્લો કર્યો છે અને એમાંથી સારું કમાઈ રહ્યો છે...

Monday, July 14, 2014

‘Finally we got our basic Right’

It has taken almost a year for the Devipujak and Bajaniya families living in Ranod village in Sankheshwar block of Patan district to get their ration cards. Inspite of their names featuring in the BPL list these families were not issued ration cards.  8 months back applications were made for the ration cards but 
the concerned authorities did not pay any heed. We also took the issue to the Consumer and Civil supply department but the general elections halted the process. The follow up in the matter resumed once the elections were over, but nothing moved. Ultimately we spoke to the concerned Social Welfare officer Shri Narendrabhai Jani requesting him to intervene in the matter. He in turn wrote to the concerned Mamlatdar and called him up as well. Finally on 8th July 2014 these 19 families were called and issued ration cards. 

In the picture below Dy. Mamlatdar Shri. Prakashbhai Rami  and heads of the family with their Ration Cards. 

ગુજરાતીમાં અનુવાદ..

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના રણોદગામમાં દેવીપૂજક અને બજાણિયા પરિવારો રહે છે. આ પરિવારોના નામ BPL યાદીમાં ખરા પણ એમને BPL રેશનકાર્ડ આપવામાં આવેલા નહિ. આ પરિવારોની પરિસ્થિતિ જોઈ એમને BPL રેશનકાર્ડ મળે એ માટે ૮ મહિના પહેલા મામલતદાર શ્રીને અરજી કરેલી પણ આ સંદર્ભે કોઈ કાર્યવાહી થતી નહોતી. આ અંગે ‘અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ’માં રજૂઆત કરી પણ પછી ચૂંટણી આવતા આ બધું ખોરંભે પડ્યું.  ચુંટણી પત્યા પછી ફરી રજૂઆત કરી, વારંવાર ધક્કા પણ ખાધા પણ કામ થતું નહોતું. આખરે સમાજ કલ્યાણ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ જાનીને વાત કરી અને મદદરૂપ થવા વિનંતી કરી. એમણે મામલતદારને આ બાબતે લખ્યું સાથે સાથે ફોનથીવાત પણ કરી. આ થયા પછી તા. 9 જુલાઈ ૨૦૧૪ના રોજ ૨૫ પરિવારમાંથીમાંથી ૧૯ પરિવારોને રૂબરૂ બોલાવીને કાર્ડ આપ્યા. 
નીચે ફોટોમાં કાર્ડ આપી રહેલા નાયબ મામલતદાર પ્રકાશભાઈ રામી અને બીજા ફોટોમાં BPL કાર્ડ સાથે પરિવારના મોભી..

Vadis at Dhrangadhra…Setting a new Example


The Vadee can never work hard, is the outlook people have for the Vadee tribe. This tribe has been forced to turn to begging to earn living after the Wildlife Protection Act compelled them to give up their traditional occupation of snake charming. The 155 Vadee families living in Dhangadhra have been allotted plots by the government to construct homes for living. But when it came to construct homes everyone felt who will do the job cause Vadee just cannot work hard enough!! But this point of view has been proved wrong cause all the 155 Vadee families of Dhangadhra have decided to pitch in as labour along with the masons who are constructing homes for them.  The government provided Rs. 45,000 where as VSSM with support from its well wishers provides Rs. 25,000/-. The technical support for this project at Dhagadhra is provided by a well wisher of VSSM Shri Ujamshibhai Khandla of Monarch India Infracom Pvt. Ldt. 
The sample house is about to be finished and the way the Vadee are pursuing the entire project they are on the threshold of setting a new benchmark…….

ગુજરાતીમાં અનુવાદ...

ધ્રાંગધ્રામાં વસતા ૧૫૫ વાદી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા છે. વાદી પરિવારોના મકાન બાંધકામની વાત આવી તો મોટાભાગના લોકોએ કહ્યું, ‘વાદી કોઈ દિવસ મહેનત ના કરે. તમે બાંધી આપો તો રેહવા જશે.’ પણ આવું કહેવાવાળા તમામને હાલ પૂરતા તો આ પરિવારો ખોટા સાબિત કરી રહ્યા છે. ધ્રાંગધ્રામાં બંધાઈ રહેલા ૧૫૫ મકાનો વાદી પરિવારોએ જાતે કડિયા રાખીને બાંધવાનો નિર્ણય કર્યો છે. આ પરિવારોને ટેકનીકલ માર્ગદર્શન vssmના શુભેચ્છક અને સ્વજન ‘મોનાર્ક ઇન્ડિયા ઇન્ફ્રાકોન પ્રા.લી. કન્સ્ટ્રકશન’ કંપનીના ઉજમશીભાઈ ખાંદલા આપી રહ્યા છે. આ પરિવારોને મકાન બાંધકામ માટે રૂ. ૪૫,૦૦૦ સરકાર આપે છે જયારે vssmએ દાતાઓના સહયોગથી પ્રત્યેક પરિવારને મકાન બાંધકામ માટે રૂ.૨૫,૦૦૦ની મદદ કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત પ્રથમ સેમ્પલ હાઉસ તૈયાર થઇ રહ્યું છે અને ઉપર જણાવ્યું તેમ સૌને ખોટા પાડતા હોય તેમ  પોતાના મકાનમાં કડિયાની સાથે હેલ્પર તરીકે કામ કરી રહેલા વાદી જે નીચે ફોટોમાં જોઈ શકાય છે.