I was recently given the opportunity to speak on ‘The Road Less Travelled’ in a talk hosted jointly by Amita Memorial Trust and the Bombay Chartered Accountant Society. It was a pleasure to speak about the endeavors of VSSM in presence of the friends of VSSM our dear Pradipbhai Shah, Rashminbhai Sanghvi, Nanditaben Parekh, Mihirbhai Sheth, K. K. Jhunjhunwala, Meenaben Shah and numerous other friends and well-wishers of VSSM. Along with them the talk was well attended by numerous other sensitive and compassionate members from the society.
The event was in memory of dear Amitaben and I am grateful to respected Pradipbhai and Nanditaben for giving me this opportunity to speak about VSSM’s journey and the daily struggles of working with some of the most vulnerable and marginalized groups of this country.
Such occasions are instrumental towards taking the message of the nomadic and de-notified communities to wider number of people.
અમીતા મેમોરીયલ ટ્રસ્ટ અને બોમ્બે ચાર્ટર્ડ એકાઉટન્ટન્ટ સોસાયટીના ઉપક્રમે એક અનેરો માર્ગ વિષય પર વકતવ્ય આપવાનું થયું. આદરણીય અને પ્રિય એવા પ્રદીપભાઈ શાહ, રશ્મીનભાઈ સંઘવી, નંદીતાબહેન પારેખ, મીહીરભાઈ શેઠ, કે કે ઝુનઝુનવાલા, મીનાબહેન શાહ વગેરે જેવા ફ્રેન્ડસ ઓફ વિ.એસ.એસ.એમ. સાથે સંકળાયેલા સૌ સ્વજનો જેઓ હંમેશાં વિચરતી જાતિઓ સાથેના કામોમાં સાથે ઊભા રહ્યા છે તેઓ અને તેમના સિવાયના પણ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
પ્રિય અમીતાબહેનની સ્મૃતિમાં આયોજીત આ કાર્યક્રમમાં વિચરતીજાતિઓ સાથેના કામની સફર વર્ણવાનો મોકો મળ્યો તે માટે આદરણીય પ્રદીપભાઈ અને નંદીતાબહેનની આભારી છું.
વિચરતી જાતિઓની વાત વધુ લોકો સુધી પ્રસરાવવાનું માધ્યમ આવા વકત્વયો બને છે જેનો આનંદ છે.