Tuesday, March 14, 2017

At a Dafer wedding someone uttered the word Police and there was chaos all around…


“Ben, we have a Dafer wedding in Dholka, can you please request the police not to harass us during the occasion. Nobody will turn up for the wedding if they fear police bustle at the ceremony,” pleaded Hamirbha from Nagra, over the phone.

This is not for the first time that we have received such a phone call. Whenever there is a wedding scheduled in the Dafer community, we invariably receive a call from the family, requesting us to speak to the police to allow them to enjoy the dignity of the occasion. I asked them to relax and assured that Tohid and Maulikraj from VSSM will remain present at the wedding to ensure the entire event remains free of any untoward situation.

The wedding happened peacefully, the guests were showering their blessings and gifts to the newlyweds and suddenly some boy announced, “Police!”

There was fear everywhere, all the men were prepared to sprint and hide for protection, Hamirbha yelled, “Relax, there is no need to run,   VSSM has spoken to the police, they will not be coming here and we also have with us team members from the organization. There is no need to fear!!” Hamirbha’s assurance could pacify and calm the marriage party for a while. But after the brief commotion the men decided to sit near the fields, so that they can get an easy escape or hide if at all the police decides to make an appearance.

The fear the men from Dafer community experience is of a very different nature. Inspite of being innocent they fear being caught and tormented by the police just because they belong to this community. We usually seek police protection but, have you ever experienced the need to seek protection ‘from police brutality.’ Strange and sad but this is the bitter truth Dafer must live with.

“We are humans but the police can sense us from anywhere, even if we are in a middle of a crowded bazaar, even if our face is covered so…. They just sense us …

That fear in the eyes is so truly captured by Maulikraj…

ડફેરના લગ્નમાં પોલીસ એવું બોલ્યા કે સૌ ભાગ્યા...

‘બેન ધોળકામાં ડફેરના લગ્ન સે તમે પોલીસને ભલામણ કરી દેજોને નકર બધા હેરાન થઈ જાહે અને લગનમાં કોઈ આવશે નહીં’ નગરાથી હમીરભાનો ફોન આવ્યો. કોઈ પણ ડફેર વસાહતમાં લગ્ન લેવાય કે તે પહેલાં પોલીસ શાંતિથી લગ્ન કરવા દે તે માટેની ભલામણ કરવાનો ફોન અચૂક આવે. મે ચિંતા ના કરવા કહ્યું અને vssmમાંથી બે કાર્યકર તોહીદ અને મૌલિકરાજ લગ્નમાં ઉપસ્થિત રહેશે તેમ કહ્યું. 

લગ્ન પત્યા ચાંલ્લો લખાવવાનું ચાલતું હતું ત્યાં અચાનક એક છોકરાએ આવીને કહ્યું, ‘પોલીસ’ બધાએ સાંભળ્યું. એક ક્ષણ માટે તો રેડી સ્ટેડી ગો બોલ્યા પછી સૌ ભાગે તેવો માહોલ થઈ ગયો. હમીરભા મોટેથી બોલ્યા, ‘અરે ભાગશો નહીં, બીવાની જરૃર નથી. સંસ્થાના માણસો આપણી સાથે છે. પોલીસમાં ભલામણ થઈ ગઈ છે કોઈ નહીં આવે.’ તેમની બૂમોથી થોડીવારમાં વાતાવરણ શાંત થયું. તે પછી મોટાભાગના પુરુષો ખેતર તરફ કે જ્યાંથી સરળતાથી ભાગી શકાય અને સંતાઈ પણ શકાય તે તરફ જઈને બેઠા. કોઈ ગુનો કર્યો નથી છતાં એક જુદા જ ભયના ઓથાર નીચે આ પરિવારો જીવતા હોય છે. 

ખેર આપણા ત્યાં કે તે સિવાયના કોઈ પણ સમાજમાં થતા લગ્નો માટે આપણે ક્યારેય પોલીસને શાંતીથી લગ્ન થવા દેવાની ભલામણ કરતા નથી પણ ડફેરને કરવી પડે છે એ કરૃણતા છે...

‘અમે છીએ માણસ પણ બજારમાંય પોલીસ અમને જોઈ જાય ને તો એમને તુરત ખબર પડી જાય કે અમે ડફેર.. ચહેરો આમ ઢાંક્યો હોયને તોય ખબર પડી જાય.. 

તસવીર મૌલિકરાજ

No comments:

Post a Comment