![]() |
Mittal Patel visits water management site |
"We are undertaking the task of constructing water temples in North Gujarat. So far, we have renovated 325 ponds and water temples.
Sometimes we wonder, will we do something for future generations, just like our ancestors and forefathers did for us? The world has seen tremendous changes in the last 50-60 years. Technological innovations have come about, and though they are a blessing, they have also led to challenges.
The importance of water resources, such as ponds, for collecting rainwater, has diminished with the advent of technology and the rise of borewells. As a result, an immense amount of underground water has been depleted. It is said that since 1974, the groundwater level has been decreasing at an average rate of 20 meters per decade.
Understanding this situation, we thought about what we, as responsible citizens of the country, could do, and we began working on the construction of ponds, which is the largest medium for rainwater harvesting.
Many relatives joined us in this effort, and as a result, we have been able to dig around 325 ponds. As summer begins, we have resumed our work on water conservation. With the help of VSSM and Vimukt Foundation, our goal this year is to create a large number of ponds.
With the help of Parikh Foundation in Mumbai, we have started deepening the pond in Bodal village in Banaskantha. The village Sarpanch is extremely enthusiastic. He said, 'Let’s make the pond as big as possible. If needed, we will also contribute.'
We enjoy working in such awakened villages. We are grateful to the Parikh Foundation, respected Vikrambhai, Sonakbhai, Milanbhai, and the entire Parikh family. With their support, we have renovated many water temples.
We humbly request all of you to join us in this work, which is dedicated to serving nature."
જલમંદિર નિર્માણનું કાર્ય અમે ઉત્તર ગુજરાત કરીએ. અત્યાર સુધી 325 તળાવો- જલમંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો.
ક્યારેક થાય આપણા દાદા, પરદાદા આપણા માટે જે કરી ગયા આપણે આવનારી પેઢી માટે આવું કશું કરીને જશું? દુનિયા આખીમાં જે ફેરફારો થયા તે પાછલા પચાસ - સાહીઠ વર્ષમાં. ટેકનોલોજીનો આવિષ્કાર થયો. એ આશિર્વાદ રૃપ પણ બની પણ ક્યાં એના લીધે જ સ્થિતિ વણસી પણ ખરી.
તળાવો જેવા વરસાદી પાણી સંગ્રહ કરવાના જળ સ્ત્રોતોની મહત્તા ટેકનોલોજી આવી બોરવેલ બન્યા એના કારણે ઘટી. ભૂગર્ભમાંથી અમાપ પાણી ઉલેચાયા. કહે છે, 1974 થી દરેક દાયકામાં ભૂગર્ભજળ 20 મીટરની એવરેજથી ઘટી રહ્યા છે.
આ સ્થિતિ અમને સમજાઈ ને દેશના જવાબદાર નાગરિક તરીકે શું કરી શકીએ એનો વિચાર આવ્યો ને અમે વરસાદી પાણીના સંગ્રહનુ સૌથી મોટુ માધ્યમ એવા તળાવોના નિર્માણનું કાર્ય શરૃ કર્યું.
અનેક સ્વજનો આ કાર્યમાં સાથે જોડાયા જેના કારણે 325 જેટલા તળાવો ખોદી શક્યા. ઉનાળો શરૃ થવાની કગાર પર છે અને અમે જળસંચયના કાર્યો પાછા આરંભ્યા. VSSM અને વિમુક્ત ફાઉન્ડેશનની મદદથી આ વર્ષે મોટી સંખ્યામાં તળાવો કરવાનો લક્ષાંક છે.
પરીખ ફાઉન્ડેશન મુંબઈની મદદથી અમે બનાસકાંઠાના બોડાલ ગામનું તળાવ ઊંડુ કરવાનું શરૃ કર્યું. ગામના સરપંચ એકદમ ઉત્સાહી. એમણે કહ્યું, શક્ય એટલું મોટુ તળાવ કરીએ. જરૃર પડે અમે ભાગીદારી પણ નોંધાવશું.
આવા જાગૃત ગામોમાં કામ કરવું ગમે. પરીખ ફાઉન્ડેશન, આદરણીય વિક્રમભાઈ, સોનકભાઈ, મીલનભાઈ અને સમગ્ર પરીખ પરિવારના આભારી છીએ. એમની મદદથી અમે ઘણા જલમંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો છે..
સમગ્ર પ્રકૃતિને સાતા આપનારા આ કાર્યમાં જોડાવવા આપ સૌને નમ્ર વિનંતી..
![]() |
Mittal Patel with the sarpanch and others at bodal water management site |
![]() |
Ongoing lake deepening work |
![]() |
Lake deepening in bodal village |