Nomadic families have been staying in absolutely inhumane conditions |
40 families of Vansfoda-Vanza, Devipujak, Saraniyaa, Nathbawa and Salat nomadic communities stay on the government wasteland of Rafadeshwar in Morbi. These families have been staying on this land for many years now. VSSM has ensured these families acquire Voter ID cards and Ration Cards and is now striving to get residential plots allotted to them. We have presented the case in the District Collectors office as-well, but no progress has been made in positive direction. On the contrary, the families recently received oral orders from Morbi police headquarters to vacate the place an move to some place else. When VSSM’s Rameshbha and Kanubhai reached the police HQ to inquire further on the matter they came to know that the land has been accorded to government for their use hence, they have been asked to empty the place.
Monsoon is just round the corner and asking the families to vacate their homes at this juncture is unacceptable. Unless alternate residential facility is provided families can’t be asked to vacate says a High Court order which is also overruled in this matter. The VSSM team members have also met the District Collector with a letter requesting allotment of plots, we are still awaiting response to the request.
As seen in the picture these nomadic families have been staying in absolutely inhumane conditions and yet such unexplainable delay is allotting plots, when the authorities are expected to show empathetic approach.
Hope thousands of other similar families who are yearning for plots to build their dreams soon find their permanent address……...
વિચરતી જાતિના પરિવારોને જગ્યા ખાલી કરવાની મૌખિક સુચના સંદર્ભે vssm દ્વારા કલેકટર શ્રીને રજૂઆત કરવામાં આવી...
મોરબીના રફાળેશ્વરમાં વિચરતી જાતિના વાંસફોડા- વાંઝા, દેવીપૂજક, સરાણીયા, નાથબાવા તથા સલાટ સમુદાયના ૪૦ પરિવારો વર્ષોથી રહે છે. આ પરિવારો જે સરકારી ખરાબાની જમીન પર રહે છે ત્યાંના મતદારકાર્ડ અને રેશનકાર્ડ vssmની મદદથી આ પરિવારોને મળી ગયા છે. આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે vssm દ્વારા કલેકટર કચેરીમાં રજૂઆત પણ કરવામાં આવી છે. પણ એ દિશામાં કોઈ કાર્યવાહી થઇ નથી.. તાજેતરમાં જ મોરબી પોલીસ મથકેથી આ પરિવારોને જમીન ખાલી કરીને બીજે જવાનો મૌખિક આદેશ આપવામાં આવ્યો છે. આ સંદર્ભે vssmના કાર્યકર રમેશ અને કનુભાઈને જાણ થતાં તેઓ પોલીસ મથકે પહોચ્યાં અને એમને ખબર પડી કે, આ જગ્યા સરકારી હેતુસર નીમ કરી દેવામાં આવી છે અને એટલે આ જગ્યા ખાલી કરાવવાનો આદેશ પોલીસને આપવામાં આવ્યો છે.
વૈકલ્પિક જગ્યા આપ્યા વગર આમ ચોમાસામાં ગેરકાયદેસર વસવાટ હોય તો પણ કોઈ પરિવારને જગ્યા ખાલી ના કરાવી શકવાના કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન થઇ રહ્યું છે. કલેકટર શ્રીને વિચરતી જાતિના આ પરિવારોને રહેણાંક અર્થે સ્થાઈ જગ્યા આપવાના ઠરાવ મુજબ પ્લોટ આપવા વિનંતી કરતો પત્ર લખીને વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો સાથે vssmના કાર્યકરો મળ્યા પણ હજુ એ દિશામાં કોઈ કાર્યવાહી થઇ નથી..
સદીઓથી વીચરતું જીવન જીવતા આ પરિવારો જે અમાનવીય સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે હવે એમને એક જગ્યાએ સ્થાઈ થવું છે પણ એમની વિટંબણા સમજી સામે ચાલીને એમના હિત માટે એમને સ્થાઈત્વ આપવામાં કોણ જાણે કેમ વિલંબ થઇ રહ્યો છે... વિચરતી અને વિમુક્ત જાતિના ઘર વિહોણા તમામ પરિવારોને ઝડપથી પોતાનું સરનામું મળે એ માટે સરકાર પણ સકારાત્મક રીતે વિચારે એવી પ્રાર્થના..