Mittal Patel addressing VSSM wellwishers at a gathering at Mumbai |
Transparency and accountability are two of the core principles VSSM believes in and such annual talks brings us closer to people who have put faith in us and share our ups and downs with them. We are extremely thankful to all our supporters and well-wishers for their continued support and participating in the event to boost our morale.
In the picture- Respected Shri. Pradeepbhai Shah, VSSM trustee Shri. Liladhar Gada (Adhaa) and Shri. Rashminbhai Sanghvi at the recent program.
vssm સાથે સંકળાયેલા શુભેચ્છકો સાથે વિચરતા સમુદાયો સાથેના કામો સંદર્ભે બેઠક..
vssm દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે જે કામ થઇ રહ્યું છે એ કામમાં સમાજનો સક્રિય સહયોગ મળી રહ્યો છે. મુંબઈમાં રહેતાં કેટલાય પરિવારો આપણા કામમાં ખુબ જ સરસ રીતે મદદરૂપ થઇ રહ્યા છે. આ દાતાઓ, શુભેચ્છકો સાથે વર્ષમાં એક વખત એમણે આપેલા અનુદાનથી શુ કામ થયું છે એ અંગે વાત કરવાનો ઉપક્રમ મુંબઈમાં ‘ફ્રેન્ડસ ઓફ vssm’ દ્વારા તા.૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ આયોજિત કરવામાં આવતો હોય છે. આમ તો ‘ફ્રેન્ડસ ઓફ vssm’ એટલે આદરણીય શ્રી પ્રદીપભાઈ શાહ, શ્રી રશ્મિનભાઈ સંઘવી, શ્રી કે કે ઝુનઝુનવાલા, શ્રી મીનાબેન શાહ, શ્રી અભય ભગત, શ્રી અતુલ દોશી વગેરે મિત્રો.. જેમના કારણે vssmના માધ્યમથી વિચરતી જાતિનું કામ સરળતાથી થઇ શકે છે. મૂળ તો આર્થિક ભાર જ એમણે ઉપાડી લીધો છે એટલે.. એમના દ્વારા જ દાતાઓ સાથે આ ઉપક્રમ યોજાય છે. આ સૌ મિત્રો, વડીલોનો વિચરતી જાતિઓ માટે અખૂટ પ્રેમ છે અને એમની સતત ચિંતા પણ કામો સંદર્ભે હોય છે. આ વહાલા સ્વજનોને નત મસ્તક વંદન..
વિચરતા સમુદાયો સાથેનું કામ જેમના સહયોગ વગર થવું મુશ્કેલ હતું એવા દાતાઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. તેઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આપણા કામમાં તેઓ સતત સાથે છે એવો સધિયારો આપ્યો.
કાર્યક્રમ નીમિતની તસવીર જેમાં આદરણીય શ્રી પ્રદીપભાઈ શાહ, vssm ના ટ્રસ્ટી શ્રી લીલાધર ગડા(અધા), શ્રી રશ્મિનભાઈ સંઘવીને જોઈ શકાય છે.
No comments:
Post a Comment