Monday, July 13, 2015

Though, VSSM intervened, It took five years to get allotted the residential plots

A Vansfoda women ( Nomadic tribes)  showing  her
allotment letter of residential plots
12 families from Vansfoda community have been staying in the village of Oon for many years now. They continue practice the traditional occupation of bamboo basketry, an occupation that requires them to wander for major part of the year. The families also enjoyed cordial relations with the village hence they had no difficulty in accessing the residential proofs from the village. 6 of these families have also been listed in the village BPL list and residential plots to these 6 families were sanctioned in the year 2011.  The challenge we faced was from the Block Panchayt Office. Inspite of the 2011 order approving of residential land,  as per the BPL guidelines,  these 6 families weren’t allotted land. We made numerous efforts to get the orders but the requests fell to deaf ears. Acquiring information through RTI also failed.

Recently when the Kankrej TDO was on leave his charge was taken over by the Diyodar TDO who is very familiar and supportive to VSSMs activities. VSSM’s Naranbhai brought to her notice the long pending issue of nomadic families of Oon. She was quick to give her peace of mind to the authorities anchorage of the case, “ we will not be aware of the challenges these families face because we do not have to survive the way they do, its not me or you spending our fortunes for them, the schemes are for them and their right,  take the necessary steps urgently!!” she demanded. The talk had strong impact on the authorities and to the absolute delight of the families and us they received allotment letters for the plots in a couple of days.


On behalf of these families in particular and nomadic communities in general we are grateful to such committed officials for the continued support.

vssmની મદદથી 5 વર્ષે ઊણગામના વાંસફોડા પરિવારોને કબજા પાવતી મળી.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઊણગામમાં વિચરતી જાતિના વાંસફોડા સમુદાયના ૧૨ પરિવારો વર્ષોથી રહે. વાંસમાંથી સુડલા ટોપલા બનાવવાનું કામ આ પરિવારો કરે અને એ માટે વર્ષનો ઘણો ખરો ભાગ વિચરણ કરે. ગામ સાથે આ પરિવારોનો સંબંધ ખુબ સારો. એટલે ઊણ ગામના વતની હોવાના આધારો એમને સરળતાથી મળ્યા. ૧૨ પરિવારોમાંથી ૬ પરિવારોના નામ તો BPL યાદીમાં પણ દાખલ થયા. પણ મુશ્કેલી અહિયાં તાલુકા પંચાયતની. સરકારે કરેલી જાહેરાત પ્રમાણે BPL યાદીમાં હોય અને જેમની પાસે રહેવા ઘર કે પ્લોટ ના હોય તેવા પરિવારોને પ્લોટ ફાળવી મકાન બાંધકામ માટે સહાય કરવાની હતી. ઊણગામમાં રહેતા ૧૨ માંથી ૬ BPL પરિવારોને સરકારે રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યાના હુકમો ૨૦૧૧માં કર્યા પણ પ્લોટની સનદ કે કબજો આપવાનું કામ થાય નહિ. ખુબ લખ્યું, RTI પણ કરી પણ કોઈ જવાબ મળે નહી..

આ દરમ્યાન કાંકરેજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રજા ઉપર ગયા અને એમનો ચાર્જ દિયોદરના તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યો. તેઓ vssmના વિચરતી જાતિઓ સાથેના કામથી પરિચિત અને ખુબ મદદ પણ કરે. એમનાં ધ્યાને ઊણગામના વાંસફોડા પરિવારોની વિગત vssmના કાર્યકર નારણ લાવ્યા. અધિકારી બહેને નીચેના અધિકારીઓને બોલાવ્યા અને કડક શબ્દોમાં ખખડાવ્યા.. ‘આપણે આ પરિવારો રહે છે એવી સ્થિતિમાં રહેતા નથી એટલે એમની તકલીફ સમજાતી નથી.. આપણા ખિસ્સામાંથી ક્યાં કશું આપવાનું છે પણ જેમના હકનું છે એતો એમને આપીએ’ એમની આ વાત અસર કરી ગઈ.. આ પરિવારોને કબજા પાવતી મળી ગઈ. પાંચ વર્ષે કબજા પાવતી મળી. ૬ પરીવારો ખુબ રાજી છે. હજુ ૬ પરિવારોને પ્લોટ મળે એ માટે તજવીજ કરવાની છે. અધિકારી ગણનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ..

ફોટોમાં કબજા પાવતી સાથે વાંસફોડા બહેન

No comments:

Post a Comment