The 'Dafer' (A Denotified tribe) with newly issued BPL Ration card |
70 years old Mishribhai Dafer and his wife Haseenaben reside in Mehsana's Vijapur settlement since past many years. Many Dafer families (A Denotified tribe) have been staying in this particular settlement for decades. Both Mishribha and Haseenaben are alone and stay on their own. Inspite of their age they are required to earn their living. Mishribhai works on farms in the vicinity. Finding work everyday is impossible for this couple and such an age does not allow them to do such labour intensive work everyday. VSSM’s Tohid has been striving to ensure that the family gets a BPL ration card. He spoke to the ever supportive Mamlatdar Shri. Tank, requesting him to issue a BPL ration card to this family. Shri. Tank personally visited the couple and looking at their living condition immediately ordered for the issuance of a BPL card for the Mishribhai.
"I have difficulty breathing, can’t work hard enough, Tohidbhai tried really hard to get this card for us. The BPL card will ensure food for us and whatever little else we need will come from the money I earn working at potato and cotton farms or selling seasonal agricultural produce. Nowadays we sell Jamun near a school. The money is enough to buy vegetables,” said a rather relieved Mishribhai.
There are hundreds of families like Mishribhai’s requiring support from the various government welfare schemes, VSSM is trying hard to ensure these families receive benefits, but extremely complex norms makes it difficult for the deserving families and individuals access these schemes. For e.g. only those whose name feature in the village BPL list are eligible for a BPL ration card, as the BPL list is prepared by the villagers in a gramsabha and since the nomadic families aren’t part of any village their names never feature in a BPL list. Reeling under abject poverty these families are truly entitled to a BPL card.
Hope the continuous advocacy VSSM undertakes enables easing out such complex conditions so that the benefits reach those who deserve the them the most…..
ડફેર પરિવારને મળ્યું BPL રેશનકાર્ડ
મહેસાણાના વિજાપુરમાં ડફેર પરિવારો વર્ષોથી રહે છે. આ વસાહતમાં ૭૦ વર્ષના મિશરીભાઈ ડફેર એમના પત્ની હસીનાબહેન સાથે રહે. બંને એકલા. ઉંમર ઘણી થઇ પણ ઘરમાં કમાવીને ખવડાવે એવું કોઈ નહિ. મિશરીભાઈ બટેકાની સિઝનમાં ખેતરમાં બટેકા વીણવાનું કામ કરે અને કપાસની સિઝનમાં કાલા ફોલવાનું કામ કરે.. બંને પતિ –પત્ની મહેનત ખુબ કરે પણ કામ હમેશા મળે નહિ અને વળી પાછી ઉંમર પણ થઇ એટલે વધુ કામ પણ થાય નહી.. આ પરિવારને BPL રેશનકાર્ડ મળે એ માટે vssmના કાર્યકર તોહીદ પ્રયત્ન કરે. મામલતદાર શ્રી ટાંક સાહેબ ખુબ ભલા અધિકારી. એમની સાથે તોહીદે મિશરીભાઈની સ્થિતિ અંગે વાત કરી અને એમને BPL રેશનકાર્ડ ફાળવવા વિનંતી કરી. મામલતદાર શ્રીએ રૂબરૂ આ પરિવારોની મુલાકાત લીધી અને મિશરીભાઈને તત્કાલ BPL રેશનકાર્ડ મળ્યું.
મિશરીભાઈ ખુબ રાજી છે એ કહે છે, ‘કેટલા વખતથી તોહીદભાઈ મથતા હતાં પણ કંઈ થતું નહોતું.. મને શ્વાસની બીમારી છે હવે બહુ મહેનત નથી થતી.. BPL રેશનકેડના લીધે મને હવે અનાજ મળી જાય છે બાકીના નાના મોટા ખર્ચ માટે અત્યારે સીઝન પ્રમાણે ધંધો કરું છું. હાલ જાંબુ લઈને નિશાળ પાસે ઉભા રહીએ છીએ એટલે શાક – પાંદળાનો ખર્ચ નીકળી જાય છે..હવે થોડી નિરાંત છે’
જરૂરિયાતમંદ આવા દરેક વિચરતા પરિવારને સરકારની વિવિધ યોજનાઓની મદદ મળે એ માટે vssm પ્રયન્ત કરે છે પણ સરકારી યોજનાઓની કેટલીક આંટી ઘૂંટી એવી છે કે, એના કારણે સાચા પરિવારોને મદદ મળતી નથી. જેમકે BPL રેશનકાર્ડ, BPL યાદીમાં જેમના નામ હોય એમને જ મળે અને BPL યાદી ગ્રામસભા નક્કી કરે. વિચરતા અને વિમુક્ત પરિવારો ગામનો હિસ્સો જ નથી હોતા આથી એમના નામ BPL યાદીમાં હોતા નથી અને એટલે એમને BPL રેશનકાર્ડ મળતા નથી.. જબકી ખરા અર્થમાં BPL રેશનકાર્ડના આ પરિવારો સાચા હકદાર છે. આ બધી આંટી ઘૂંટી ઉકેલાય એ માટે vssm પ્રયત્નશીલ છે અને અમે સફળ થઈશું એવી આશા પણ છે.
No comments:
Post a Comment