Tuesday, November 15, 2022

With the support of Civil Supplies Department team of Ahmedabad VSSM could obtain ration cards that entitle grains to these low-income nomadic families.

Mittal Patel with the nomadic families of Ahmedabad

 

Ration-cards

In my second book, “Ahiya Sukh Nathi Aavtu” I have written at length about the issues of ration cards and the importance of this document in the lives of the marginalized.

There was a time, not long ago, when obtaining a ration card took months. I remember in 2007, even after a recommendation letter from Shri Narendrabhai, Additional Director _____  it took more than a year to obtain ration cards for 35 nomadic families living in Narol. Later, we got a special resolution issued to ease the process of obtaining a ration card for the nomadic and de-notified families we worked with. More than anything else, it has facilitated access to food for the poorest of the poor families.

Recently,  we launched the process for obtaining ration cards for some families living in Ahmedabad who still did not have any ration cards.

Shri Jaswant Jegoda and the entire District Civil Supplies Department team have always been very supportive and sensitive towards our cause, and as a result, the families received cards within no time. For the families who lacked supporting documents, the officials visited their residences to gather the proofs and expedite the process.

Shri Mohammad Shahid, Secretary for Food and Civil Supplies Department, taking cue from our suggestions has always made special orders to ease the issuance of ration cards whenever we bring such families to his notice. 

We have always been vocal and lobbied for some relaxation in rules when the applicant family is living in poverty and finds it difficult to earn even a single meal but does not have supporting documents to get a ration card. Also, we have never seen such flexibility being a threat to an official’s job.

The families who received the cards are happy; at least the PDS ration will ease their daily quest for food.

A ration card is just a document for most of us, but the authority to issue it as _______ lies in the hands of the issuing officer. I hope the nitty-gritty of obtaining one of the most essential documents is eased, and no one finds a reason to write an entire chapter on the complexities of it.

Our pranam to the entire team of Civil Supplies Department team of Ahmedabad. As a result of their support, we could obtain ration cards that entitle grains to these low-income families. We are also grateful to Shri Pratulbhai Shroff for his continued support to help us sustain our Human Rights endeavours.

રેશનકાર્ડ...

મારુ બીજુ પુસ્તક ... 'પણ અહીંયા સુખ નથી આવતું' એમાં આ કાર્ડની રામાયણની વાત મે પ-રેશાનકાર્ડના નામે લખી છે. તકવંચિત જેના ઘરમાં સતત અભાવ છે તેમના માટે આ કાર્ડ ખુબ અગત્યનું. 

એક વખત હતો જ્યારે આ કાર્ડ કઢાવવા દિવસો, મહિનાઓ વીતી જતા. 2007માં તો નારોલમા રહેતા કેટલાક પરિવારોના કાર્ડ કઢાવવા માટે નાયબ નિયામક વિ.જા. શ્રી નરેન્દ્રભાઈ જાતિનો ભલામણ પત્ર મારે લાવવો પડેલો અને ત્યારે જતા એક વરસે 35 પરિવારોના કાર્ડ નીકળેલા. ખેર એ પછી તો વિચરતી વિમુક્ત જાતિઓને સરળતાથી કાર્ડ મળે તે માટે અલાયદો ઠરાવ થયો અને એના લીધે રેશનકાર્ડ એ પણ અનાજ મળે તેવા મળવાનું સહેલુ થયું. 

હમણાં અમદાવાદમાં રહેતા કેટલાક રેશનકાર્ડ વિહોણા પરિવારો અમારા ધ્યાને આવ્યા. અમે એમને કાર્ડ મળે તે માટે પ્રક્રિયા હાથ ધરી. 

જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી જસવંત જેગોડા અને તેમની આખી ટીમ બહુ મજાની અને એકદમ લાગણીશીલ એટલે તુરત બધાના કાર્ડ બન્યા. અધિકારીની ટીમે જેમની પાસે પૂરતા પુરાવા નહોતા તેમની પાસે જઈને જાત તપાસ કરીને કાર્ડની પ્રક્રિયા હાથ ધરી.

મારા ખ્યાલથી આ સાચ્ચો રસ્તો. અન્ન નાગરિક પૂરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગના સચિવ શ્રી મોહમ્મદ શાહિદ પણ ખુબ જ સંવેદનશીલ જ્યાં પણ રેશનકાર્ડને લગતા મુદ્દા આવ્યા અને એમના ધ્યાને મુક્યા ત્યાં એમણે સૂચના આપી ને લોકોને અનાજ મળે તેવા કાર્ડ મળવા માંડ્યા.

અમે હંમેશાં કહીએ સાચા અને જરૃરિયાતવાળા માણસોને થોડી બાંંધછોડ કરીને પણ રેશનકાર્ડ આપવું જોઈએ. એમા કોઈ દિવસ કોઈ અધિકારી સસપેન્ડ થયાનું જોયું નથી. 

ખેર અમદાવાદના જે પરિવારોને આ રેશનકાર્ડ મળ્યું તે બધા ખુબ રાજી. કેટલાય એવા છે જેમને આ અનાજથી ટેકો મળી ગયો એવું લાગ્યું. 

હવે  બધા પરિવારો માટે રેશનકાર્ડ ફક્ત રેશનકાર્ડ છે. પણ એને પ-રેશાનકાર્ડ બનાવવું એ અધિકારીના હાથમાં છે. બસ ઈચ્છીએ મારા જેવા કોઈએ ફરી પ-રેશનકાર્ડના ચેપ્ટર ન લખવા પડે...

અમદાવાદ પૂરવઠા વિભાગની સમગ્ર ટીમને પ્રણામ.. તેમની લાગણીથી અમે ઘણા પરિવારોના કાર્ડ એ પણ અનાજ મળે એવા કઢાવી શક્યા. અમારા માનવ અધિકારના કાર્યોમાં અમને આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફ ઘણી મદદ કરે છે તેમની લાગણી માટે આભારી છીએ..

#MittalPatel #vssm

Nomadic families of Ahmedabad recieves their ration cards

Mittal Patel addresses nomadic families at VSSM's office

Mittal Patel with the nomadic families who are happy after
receiving the ration cards




VSSM could link 70 elderly widows living in Kheda to the government’s widow pension scheme...


Mittal Patel meets elderly ladies of Dabhan village

If you were required to survive an entire month on Rs. 1250, would you be able to manage

I recently met many elderly ladies living in  Kheda’s Dabhan village, and these facts surfaced during our conversation.

The older women in the picture had come to thank us for our support. All these women are widows; it has been years since their husbands’ death, from as less as three years to as long as 40 years, but none of them is receiving any widow pension. 

“We do not like to stretch our hands for food or our basic needs, but we have no choice. I have a son, but he does not want to support me. I used to work as agriculture labor, and domestic help, but with age catching up, no one prefers to employ us.” Dahi Ma tells me.

She would manage and ask for financial help only under dire conditions. “Sometimes, I would sleep hungry, but the Rs. 1250 I receive has made  life a little tolerable.” I felt numb, was at loss of words after listening to such heart-wrenching narration.

The District Collector of Kheda is a sensitive individual, and as a result of his support, we could link 70 elderly widows living in Kheda to the government’s widow pension scheme.

Kamla ba was in tears while sharing her plight. The names of most of these Ba are on the ration cards with their sons, we require these ration cards to file applications for separation of cards, but the sons still need to be ready to give us the cards. They would rather see their mothers suffer instead of give us the required documents.

After witnessing the plight of these and many other elderlies, I urge families yearning for a male child to come and meet these elders. The interaction will change your perspective towards an insistence on birthing a son to support them during their old age. 

VSSM’s Rajnibhai is a great support to these elderlies, who come and share their anguish. Rajnibhai also takes them in his auto to run errands. The Ba would shower blessings for his thoughtful gestures.

If the revenue officer and Gram Sevak are committed to ensuring that help reaches the needy, there would be no destitute.

We are grateful to  Shri Pratulbhai Shroff of Dr.  K. R. Shroff Foundation for his continued support to enable us to carry our  Human Rights pursuit

1250માં આખો મહિનો કાઢવાનો?

વિચારમાત્રથી અઘરુ લાગે ને?

પણ ખેડાના ડભાણમાં રહેતા કેટલાક બાને હું મળી. એમની સાથે ઘણી વાતો થઈ એમાં એમણે આ કહ્યુ. 

આમ તો ફોટોમાં દેખાય એ બધા બા મારી પાસે ફરિયાદ કરવા નહી પણ આભાર માનવા આવેલા. તેમના પતિને ગુજરી ગયે ઘણો વખત આમ તો કોઈના પતિ ત્રણ વર્ષ તો કોઈના પતિને ગયે ચાલીસ વર્ષ થયેલા છતા તેમને વિધવા સહાય મળતી નહોતી. 

ડાહી માએ કહ્યું, 'આમ તો મફતનું કોઈ પાહે માગવું ગમે નહીં પણ શું કરીએ મજબૂરી છે. દિકરો છે પણ એ એમનું કરે, કોઈ મદદ ન કરે. ખેતરમાં મજૂરીએ કે વાસણ ઘસવાના કામે પહેલાં જતા પણ હવે અમારા જેવા ઘરડાને લઈ કોણ જાય? એટલે હખે ડખે જેમ તેમ ચલાવતા. ના ગમે તોય છોકરા સામે હાથ લાંબો કરવો પડતો. ક્યારેય પેટ કાપવું પડતું(ભૂખ્યા રહેવું પડતું)  પણ હવે આ 1250 મળતા થયા તે હખ થઈ ગ્યું. 

બાની આ વાત સાંભળી મન શૂન્ય થઈ ગયું. શું કહું?

ખેડા કલેક્ટર શ્રી બાચાણી સાહેબ ભલા અધિકારી. તેમની મદદથી અમે ખેડામાં રહેતા આવા 70 થી વધુ બાઓને છેલ્લા એકાદ વર્ષમાં વિધવા સહાય આપવી શક્યા.

કમળા બા તો પોતાની કથની કહેતા કહેતા રડી પડ્યા. દિકરાઓ ભેગા રેશનકાર્ડમા બાઓનું નામ. એ રેશનકાર્ડ છુટુ થાય તો અંત્યોદય કાર્ડ માટે બાની અલગ અરજી કરી શકીએ. પણ દીકરા કાર્ડ આપવા તૈયાર નહીં. કેવી કરુણતા...

દીકરો ઘડપણની લાઠી, દીકરા જોઈએ જ એવી માનસીકતા ધરાવતા સૌએ આ બાઓને મળવા જેવું.. છતે દીકરે કેટલાક તો સાવ ઓશિયાળા.

અમારા કાર્યકર રજનીભાઈનો આ બધાને ઘણો સધિયારો. એમની પાસે આ બધા ગમે ત્યારે આવીને પોતાનું હૈયુ ઠાલવી શકે. વળી જરૃર પડે રજનીભાઈ એમની રીક્ષામાં કોઈ ભાડુ લીધા વગર બાને જ્યાં જવું હોય ત્યાં લઈ પણ જાય. તે બધા બા રજનીભાઈને ખુબ આશિર્વાદ આપે.. 

વિધવા સહાય મેળવવા આ બધા બાને ઘણી રાહ જોવી પડી.

પણ જો તલાટી અને ગામમાં રહેતા ગ્રામસેવક આ પ્રકારની સહાય માટે કટીબદ્ધ થાય તો ગામમાં રહેતા ખરેખર જરૃરિયાતમંદ એક પણ વ્યક્તિ સહાયથી વંચિત ન રહે. 

માનવ અધિકારનું આ કાર્ય કરવા માટે અમને  ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફ મદદ કરે તેમની લાગણી માટે આભાર..

#MittalPatel #vssm


The older women in the picture had come
to thank us for our support

Mittal Patel with VSSM's Rajnibhai and elderly ladies who
come to thank us for our support


VSSM’s efforts result into allotment of plots to nomadic families in Tadav….

Mittal Patel with Vadi families, leaders, Government officials

Banaskantha’s Tadav has a huge concentration of Vadi families. The families have been living here for decades, but when we first met them in 2006, they had no identity proof. VSSM’s interventions helped them gradually obtain their documents.

The yearning was to own a residential plot to build a house over it.

In 2016, VSSM assisted the families in filing individual appeals to the government for the allotment of residential plots. But despite the supportive attitude of the panchayat and villagers, the applications remained pending.

Shri Jai Goswami got appointed as Block Development Officer of Vav block. An extremely compassionate individual, Jaibhai has made it a practice to ask us about pending works in whichever region he gets deputed. At Vav, these files were awaiting his arrival. He immediately allotted plots to the Vadi families and sanctioned the aid for constructing houses on the allotted plots. And also donated Rs. 10,000 for the construction of houses.

The new developments promised light at the end of the tunnel, and the Vadi families of Tadav were a thrilled lot. Finally, the homes they had dreamt of were set to be a reality.

Our well-wishers, Shri Dharmenbhai Shah, assured of providing the deficient amount required to accomplish houses for these families. “We will work hard, take a loan but build bigger houses that will last for generations.

We will ensure their dreams turn into a reality,  and we are also grateful to Jaibhai and the administration of Banaskantha for their support. A few families are still awaiting the allotment of plots; we hope that also happens soon and we can build an equipped colony.

Our gratitude to all for your continued support.

સુખનું સરનામુ ક્યારે...

બનાસકાંઠાનું ટડાવ. વાંસફોડા વાદી પરિવારો ત્યાં રહે. આમ તો વસવાટ વર્ષોનો પણ જ્યારે એમને પહેલીવાર મળેલી એ વખતે તો એમની પાસે ઓળખના આધારોય નહોતા. ધીમે ધીમે એ બધુ થયું.

પણ એમની ઈચ્છા એમને રહેવા પ્લોટ, કાયમી જગ્યા મળે એની જેથી એના પર મકાન બાંધી શકાય. 

2016માં પ્લોટ ફાળવણી માટે અરજી કરેલી. પંચાયતથી લઈને સૌનો અભીપ્રાય એકદમ હકારાત્મક પણ કોણ જાણે કામ ક્યાં અટકતું હતું તે સમજાતું નહોતું. પણ કહે છે ને જેના હાથમાં જશ રેખા હોય એના હાથે આ કાર્ય થાય. બસ આ વિધાન સાચુ પડ્યુ.  

જય ગોસ્વામી તાલુકા વિકાસ અધિકારી તરીકે વાવમાં મુકાયા. એકદમ ઋજુ હૃદયના અધિકારી. એમની જ્યાં પણ બદલી થાય ફોન કરીને બેન મારા લાયક કશું પણ હોય જણાવજો એવું અચૂક કહે, તે બસ અહીયા એમના લાયક કામ પડતર હતું. 

એમણે તુરત વાદી પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવી દીધા સાથે મકાન બાંધવા મકાન સહાય પણ મંજૂર કરી દીધી. 

વળી મકાન બાંધવા એમણે વ્યક્તિગત 10,000નું અનુદાન પણ આપ્યું. 

ટડાવમાં રહેતા તમામ પરિવારો રાજી રાજી. વર્ષોથી વાટ જોતા એ ઘર હવે થવાના.

અમારા ધર્મેનભાઈ શાહે આ પરિવારોના મકાન બાંધવા ખૂટતી મદદ કરવાની ખાત્રી આપી છે. તો વળી જેમના ઘર બંધાવાના એ લોકોએ પણ કહ્યું, કે ઘર થોડા મોટા બાઁધીશું. અમે મેનત મજૂરી કરીશું. તમે લોન આપજો. પણ સારા ઘર થાય એવું કરજો. 

આ પરિવારોની એષણા પુર્ણ થાય એવું તો કરવાનુ જ. પણ જયભાઈ અને બનાસકાંઠાના તમામ વહીવટીતંત્રનો પણ આભાર. એમની લાગણીના લીધે આ કાર્ય પૂર્ણ થયું.. સાથે હજુ કેટલાક પરિવારોને પ્લોટ ફાળવવાના બાકી એ કાર્ય પણ સત્વરે પૂર્ણ કરવા વિનતી. જેથી મજાની કોલોની ત્યાં થઈ જાય. 

મદદ કરનાર સૌને પ્રણામ...

Vadi settlement of Banaskantha's Tadav village 

Shri Jay Goswami Block Development Officer of Vav
 donated Rs. 10,000 for the construction of houses.

The current living condition of Vadi families

Shri Jay Goswami immediately allotted plots to the
Vadi families and sanctioned the aid for constructing
houses on the allotted plots




Our pranams to such altruistic souls like Devu Ma. And to all of you who support the Maavjat initiative...

Mittal Patel meets Devu Ma

"I have immense faith in God; he has always cared for me. I worked until my body was able and never begged for anything. It was only after I had difficulties with my health that I reluctantly stretched my hands for food. I always prayed for some help to come my way, and here you are! It feels like God sent me for you!"

Devu Ma from Banaskantha's Vav block is a staunch believer and immensely wise. She is also well-versed in religious and mythological scriptures. "Compassion is the foundation of all religions" is a phrase she keeps repeating.

Devu Ma has no one to look after her, VSSM provides her with a monthly ration kit, and she shares the food with her cat, dogs, and birds. "How would we feel if we had to remain hungry? These animals wait for food at my doorstep; I cannot refuse to feed them. They eat from their destined share."

VSSM provides monthly ration kits to 316 needy elderly under its Mavjat initiative.

Meeting such wise elders brings great joy, and many, like Devu Ma, always enlighten us. 

"I don't need anything extra," Devu Ma reiterates. As we walked out of her house,  Devu Ma's neighbor stopped us as she wanted us to witness Ma's selflessness. She brought some empty plastic bags from her home and handed them to Devu Ma. "I hope you have not filled them with food; I am getting enough," Devu Ma tells her. And we get to witness Devu Ma's selflessness.

Our pranams to such altruistic souls like Devu Ma. And to all of you who support the Maavjat initiative, your generosity enables us to reach such noble humans!

'મન ભગવોન પર ખુબ વિસવા. એ મારુ ખુબ ધ્યોન રાખ.. જો હુધી મારાથી થતું'તું તો હુદી મે કોય હોમે હાથ લોબો ના કર્યો. હાથ પગ કોમ કરતા બંધ થ્યા તાણ ગોમમોંથી થોડુ મોગી લાવતી. પણ એ ગમતુ નતુ. ભગવોનન રોજ આ મોગવાનું બંધ થાય એ હારુ પાર્થના કરતી. તે જુઓ ઈને તમન મેલ્યા...'

બનાસકાઠાના વાવના દેવુ માની ગજબ શ્રદ્ધા. ધર્મનું જ્ઞાન દેવુમાનું ખુબ ઊચુ. કેટલીયે ચોપાઈયો એમના મોંઢે. દયા ધરમકા મૂળ હૈ એ વાત એ વારે વારે બોલે ને એને પાછા એ માને પણ ખરા. 

પોતે નિરાધાર. અમે રાશન આપીયે એમાથીયે એ પોતાના આંગણે આવતા કૂતરા, બિલાડા અને પક્ષીઓને ચણ નાખે. એ કહે, 'આપણે ભૂસ્યા હોઈએ તો આપણન ચેવું થાય તો બચારુ કૂતરુ મારા ઓગણે રોટલો મલસે ઈમ વિચારીન આયુ હોય ઈન ઠાલુ ચમનુ મેલાય? ઈના નસીબનુ એ ખાય..

અમારો માવજત કાર્યક્રમ જેમાં અમે 316 બા-દાદાઓને સાચવીએ દર મહિને એમને રાશન આપીયે. આ બધાને મળીએ ત્યારે એક જુદો જ આનંદ થાય. વળી દેવુ મા જેવા તો આપણને ઘણું શીખવી જાય.

વધારાનું મન કોય ના જોવ એવું એ વારે વારે કહે, અમે એમને મળીને નીકળી રહ્યા હતા ત્યારે એમના પડોશીએ કહ્યું, 'દેવુમાનો નિસ્વાર્થ સમજવો હોય તો એક મીનીટ ઊભા ર્યો.' એમ કહીને એમણે પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ બાને આપી. દેવુ માએ એમને કહ્યું, 'ખાવાનુ ભરેલી કોથળી ના આલતી. મને હવ મલહ્....'

વધારાનું લેવાની જરાય લાલચ નહીં.. એવા દેવુ માના ચરણોમાં વંદન. સાથે આવા માવતરોના નિભાવ ખર્ચમાં મદદ કરનાર સૌ સ્નેહીજનોનો આભાર. તમે આવા માવતરોના પાલક બની રહ્યા છો માટે જ આ કાર્ય આગળ વધી રહ્યુ છે. આપને પણ પ્રણામ...

#MittalPatel #vssm #માવજત #eldercare #માવતર #Banaskantha #Vav #socialchangemakers

VSSM is instrumental in providing food security to needy families with a monthly ration kit...

Mittal Patel meets Jivi Ma

My life is at peace now; God will bless you with abundance and happiness!”  Jivi Ma showered us with her blessings. A resident of Zainabad of Patdi’s Dasada block, Jivi Ma, lost her young son to a heart attack two years ago. Madhuben, her daughter-in-law, could not take the shock; she lost her mental strength and suffered a stroke. Gradually she lost her ability to speak and remains confined to bed.

“It was better if god had taken me; this pain is unbearable….! But death does not come when asked for!” Jivi Ma reels under constant anguish.

Jivi Ma is a very senior citizen. Although ideally, Madhuben should be her caregiver, instead, at this age, it is Jivi Ma who has to take care of Madhuben.

Jivi Ma has a mentally challenged granddaughter, while the grandson is small. And sustaining all of them is now upon Jivi Ma. It is an everyday battle she fights to provide for the family.

The family lives near Bajaniya settlement, and the neighbors are supportive and help whenever possible, but they, too, survive under tremendous financial stress, so Jivi Ma, too cannot expect much from them.

VSSM began providing a monthly ration kit after we learned about this family. Our Kanubhai and Chayaben bring the kit to this family.

Recently, I had the opportunity to go see them, it seemed Madhuben was trying to convey something, but it was difficult for me to comprehend; her painful condition was difficult to witness. So I prayed for her well-being and that she may find freedom and peace.

VSSM is instrumental in providing food security to needy families with a monthly ration kit. If you wish to adopt an elderly person, contact us at 9099936013 or GPay on 9909049893.

 હવે મને ઘણી શાંતી સે બાપા. ભગવાન તમારુ હારુ કરશે. તમારુ અભરેભરાશે.. '

આ આશિર્વાદ સુરેન્દ્રનગરના દશાડાના જૈનાબાદમાં રહેતા જીવીમાંએ આપ્યા. જીવામાંના જુવાન દીકરાને બે વર્ષ પહેલાં હાર્ટ એટેક આવ્યો ને એ ગુજરી ગયો. પણ દીકરાના ગયા પછી તેમની પુત્રવધુ મધુબહેન આ આઘાત સહન ન કરી શક્યા. એ માનસીક રીતે પડી ભાંગ્યા. લકવો થઈ ગયો અને ધીમે ધીમે બોલવાનું પણ બંધ થઈ ગયું. આજે એ પથારીવશ છે. 

જીવી મા કહે, 'આનુ દુઃખ નથી જોવાતું ભગવાન એને લઈ લે તો સારુ...' પણ મોત ક્યાં માંગ્યું મળે?

જીવીમાની ઉંમર ઘણી. પુત્રવધુ તરીકે મધુબહેને એમની ચાકરી કરવી પડે પણ સ્થિતિ એવી નિર્માણ થઈ કે જીવીમાને મધુબહેનની ચાકરી કરવી પડે છે.

જીવીમાને એક પૌત્રી જે માનસીક રીતે વિકલાંગ. ને એક નાનો પૌત્ર.. જીવામા આ બધાનું પુરુ કરવા કોશીશ કરે.. પણ પહોંચી ન શકે. 

એ જ્યાં રહેતે તે બજાણિયા વસાહતના લોકો તેમને મદદ કરે પણ એમની આસપાસમાં રહેતા સૌની સ્થિતિ પણ એક સાંધે ત્યાં તેર તુટે એવી. આમાં કાયમી મદદ કરવી તો મુશ્કેલ.

અમારા ધ્યાને આ પરિવારની સ્થિતિ આવી અમે ત્યાં રાશનકીટ આપવાનું શરૃ કર્યું. અમારા કનુભાઈ અને છાયાબહેન ત્યાં કીટ પહોંચાડે..

હમણાં આ પરિવારને મળવા ગયા તો મધુબહેન બે હાથ જોડી કશુંક કહેવા માંગતા હોય એવું લાગ્યું. જો કે મને કશું સમજાયું નહીં.

તેમની સ્થિતિ દયનીય છે. 

મધુબહેનના જીવને સાતા આપે અને તેમને ઝટ આ દુનિયામાંથી મુક્તિ આપે તેવી પ્રાર્થના તેમના માથે હાથ મુકીને કરી..

આવા માવતરો કે પરિવારોને અમે દર મહિને રાશનકીટ આપીયે..

તમે પણ આવા માવતરોના પાલક બની શકો. એ માટે  90999-36013 પર સંપર્ક કરવા વિનંતી..

અથવા 9909049893 પર ગુગલ પે કરી શકાય.

#MittalPatel #vssm #mavtar #elderlycaregiving



Mittal Patel meets Jivi Ma and her daughter-in-law madhuben
was trying to convey something


VSSM began providing maonthly ration kit after we learned 
about Jivi Ma


20 Vadi and Madari families living in Kapadvanj’s Aantroli and Taiyabpur villages received papers to their plots from the TDO of Kheda...

Nomadic families recievd their plot allotment letter

A decent roof over our heads is a dream most of us work to achieve. Although many of us would migrate to other regions or foreign lands to earn a decent living, the journey begins with finding a rented house that grows to own as soon as possible. After that, most of us aspire to have a permanent address, a home where time stops.

VSSM strives to find addresses for the nomadic and de-notified communities. We had filed applications for allotment of plots for homeless families of Kheda, but the applications moved only after District Collector Shri Bachani Saheb and DDO Shri Mehul Dave took charge. Many sluggish-moving files found wings after the duo came to the office.

Recently, the TDO allotted plots to 20 Vadi and Madari families in Kapadvanj’s Aantroli and Taiyabpur villages.

We are grateful to the Kheda administration. Hoping that the few files still waiting to see the light of the day also progress to completion.

VSSM’s Rajnibhai Raval has worked hard to ensure these families are linked with government welfare schemes. He liaised with the government authorities along with the community members. As a result, they have allotment letters to their plots. Hopefully, soon they will have their own houses too.

The shared images throw light on their current living conditions. In addition, the documents of their plots are shared in another photo.

#MittalPatel #VSSM

 બસ માથુ ઘાલવા મારુ પોતાનું ઘર થઈ જાય તો ઘૈઈક.. આવી એષણા એક વ્યક્તિની નહીં અનેક વ્યક્તિઓની. આપણે પણ મૂળ વતન છોડી રોજી રોટી અર્થે દેશ કે દુનિયા ફરીએ ભલે તે બધી જગ્યાએ શરૃઆત ભાડાના ઘરમાં કરીએ પણ ઝંખના તો પોતાના ઘરની, સરનામાંની તો હોય જ.

વિચરતી જાતિના પરિવારોને પણ આવું સરનામુ મળે તે માટે અમે કોશીશ કરીએ. ખેડામાં ઘણા ઘરવિહોણા પરિવારોને પ્લોટ મળે તે માટે અમે અરજી કરેલી. પણ કલેક્ટર તરીકે બાચાણી સાહેબ અને ડીડીઓ તરીકે મેહુલ દવે આવ્યા પછી અરજીઓને પગ આવ્યા. ઘણા કામો જે નહોતા થતા તેમાં ઝડપ આવી.

તાજેતરમાં જ કપડવંજના આંતરોલી અને તૈયબપુરામાં રહેતા 20 વાદી અને મદારી પરિવારોને ટીડીઓ શ્રીએ રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા. 

આભાર ખેડા વહીવટીતંત્રનો.. બસ હજુ કેટલુંક આપની કચેરીમાં પડતર છે જે ઉકેલાય તેની રાહ છે. એ પૂર્ણ કરવા પણ વિનંતી..

અમારા કાર્યકર રજનીભાઈ રાવળની આમાં ઘણી મહેનત. અધિકારીઓ સાથે એ સતત સંપર્કમાં રહ્યા અને વસાહતના લોકોએ એમને સહયોગ કર્યો જેના લીધે આ પરિવારો પ્લોટવાળા થયા હવે ઝટ એ ઘરવાળા પણ થશે. 

હાલ આ પરિવારો જે સ્થિતિમાં છે તે જોઈ શકાય છે અને હવે તેમને પોતાના પ્લોટની સનદ મળી તે પણ જોઈ શકાય. 

#MittalPatel #VSSM

TDO handed over plot allotment letter to nomadic families

Vadi and Madari families with their plot allotment letter

Nomadic families recieved their plot allotment letter


Vansfoda Women gives Bamboo Basket to Mittal Patel

"We want to unite and work for our community's education and economic growth." The Vansfoda community leader for Saurashtra shared during a meetup. Saurashtra's Vansfoda community has realized the strength of uniting to overcome challenging issues the community is steeped in; as a result, they have decided to work collectively. 

A community gathering was organised at Rajkot's Tramba. Pratapbhaii Vansfoda had worked tirelessly to host the event, Balubhai came all the way from Palanpur. VSSM's Kanubhai and Chayabahen also worked tirelessly to plant the gathering. And by the end of the assembly, a formal community organization had come into being.

અમારે સંગઠીત થવું છે ને શિક્ષણ અને આર્થિક સદ્ધરતા માટે કોશીશ કરવી છે.

સૌરાષ્ટ્રના વાંસફોડા સમાજના આગેવાનોએ આ કહ્યું. 

જે સમાજ સંગઠિત છે તે પ્રગતિ સાધી શકે છે તે વાતને સૌરાષ્ટ્રના વાંસફોડા સમુદાય સમજ્યો ને એટલે એમણે સંગઠીત થવા કમર કસી.

રાજકોટના ત્રાંબામાં આ નિમિત્તે આગેવાનોનું સંમેલન યોજાયું. પ્રતાપભાઈ વાંસફોડાએ એ માટે ભારે જહેમત ઉઠાવી. બલુભાઈ છેક પાલનપુરથી આવ્યા. 

તો અમારા કાર્યકર કનુભાઈ, છાયાબહેને પણ બરાબર મહેનત કરી.

સંમેલનના અંતે સૌએ સરસ સંગઠનનું નિર્માણ કર્યું. 

#MittalPatle #vssm


Mittal Patel addresses Vansfoda Community at Rajkot's Tramba

Mittal Patel with VSSM's Coordinator Chhayaben and
Vansfoda Community Women

VSSM's Co-ordinator Kanubhai work tirelessly to host the event

Mittal Patel addresses the vansfoda community to unite,
work for community's education and economic growth

Vansfoda families gathered at Rajkot's Tramba village

VSSM's coordinator chhayaben work tirelessly to plan the
gathering

Vansfoda cmmunity during gathering

Vansfoda community during gathering


Monday, November 14, 2022

VSSM has helped file residential plot applications for Oad families of Prantij's Sabarkantha...

Mittal Patel visits Oad families of Sabarkantha's Prantij

 “We have been staying here for decades, yet no one has cared for us. Earlier, we used to roam around the villages to build mud houses; now we work as labor at brick kilns.”

“How long have you been staying in Karol?”

“It has been years. Our forefathers used to wander for work, but gradually the need for our skills reduced, and work stopped coming our way. There was no need to keep wandering. So we made the wasteland of Karol our home. The village too did not oppose our staying here; as a result, we have continued to remain on this land. Although, most of the time, we remain  away from our village to work on the brick kilns.”

The Oad families of Sabarkantha’s Prantij shared the above. The families have no land to call their own. The Oads are skilled at working with mud and traditionally made mud houses to earn a living. They have also built the ones on the wasteland. They are kuccha but home nonetheless. Since these houses are on government wasteland, there is this constant fear that they would be asked to vacate them!

VSSM’s Tohid has helped file residential plot applications for these families. The District Collector is a compassionate official; he has initiated the process of finding and allotting plots to these families at the earliest opportunity.

We also hope the families are allotted plots as soon as possible.

#MittalPatel #VSSM

'અમે અહીંયા વર્ષોથી રહીએ પણ અમારી ભાળ કોઈયે કાઢી નહીં. પહેલાં માટીના ઘરો બાંધવા ગામે ગામ ફરતા પણ હવે એ બધુ કાંઈ ચાલે નહીં. અમે હાલ ઈંટોના ભઠ્ઠામાં ઈંટો પાડવાની મજૂરી કરીએ.''તે તમે કરોલમાં ક્યાંરથી રહો?'

'વર્ષો થયા. બાપ દાદા પહેલાં ફરતા પણ પછી કામ જ મળવાનું બંધ થયું તે આ કરોલના ખરાબામાં છાપરાં વાળ્યા. ગામેય કાંઈ વાંધો ન લીધો તે બસ અહીંયા રહીએ છીએ. જો કે ઘણો સમય તો અમે ગામ બહાર ઈંટો પાડવા જતા રહીએ..'

સાબરકાંઠાના પ્રાંતિજના કરોલમાં રહેતા ઓડ પરિવારોએ આ વાત કરી. વર્ષોથી ખરાબામાં રહેતા આ પરિવારોના નામે જગ્યા નથી. આ પરિવારોની માટીમાંથી ઘરો બનાવવાની આવડત તે એમણે પોતાના ઘરો માટીમાંથી બાંધ્યા. હા એ ઘરો કાચા પણ એમણે એ બાંધ્યા. પણ એમને સતત ભય જગ્યા કોઈ ખાલી કરાવશે તેનો? 

અમારા કાર્યકર તોહીદભાઈએ આ પરિવારોને પ્લોટ મળે તે માટે કલેક્ટર શ્રીને અરજી કરી દીધી છે. કલેક્ટર શ્રી પોતે પણ ભલા માણસ છે એમણે આ પરિવારોને ઝડપથી પ્લોટ ફાળવવા તજવીજ હાથ ધરી છે.બસ સત્વરે આ પરિવારોને પ્લોટ મળે તેવી આશા....

#MittalPatel #VSSM

Mittal Patel visits Prantij's nomadic families

The current living condition of nomadic families

The Oads are skilled at working with mud and traditionally
made mud houses to earn a living.

Mittal Patel with the nomadic families


VSSM became instrumental in providing ration and feed to the elderly...

Mittal Patel meets Mangu Ma

Mangu Ma resides in Ridrol village in Gandhinagar.

“Welcome, ben!” Mangu Ma called from afar; her thunderous voice astounded me. “Why do we need to give Mangu ma a monthly ration kit?” I had wondered.

But as I reached closer, I. noticed her inability to walk.

“Is there anyone to care for you?” I inquired.

“Ben, I never had children!”

I had nothing more to ask. Mangu Ma receives a widow pension, and we provide her a monthly ration kit. She cannot bend her leg but manages to cook sitting on a chair.

“May God Bless you all; no one shows such compassion these days!”

“There is a supreme power that knows it all; hence it sent us to care for you!” we responded.

She held my hand and showered her affection on me.

“There is a lady who stays behind my house; her fate is worse than mine. I have a house to stay in, but she doesn’t even have that. Can you go see her before leaving?” requested Mangu Ma.

Mangu Ma reflected compassion; she was talking about Dhudi Ma. We had plans to see her, but it felt good when Mangu Ma directed us to help others in need. Usually, there is a sense of envy, and work for the well-being of others is a rarity.

Ridrol’s Kiranbhai volunteers to help us identify elders in need. It was he who led us to Mangu Ma and other elderlies. VSSM’s Rizwan looks after these elders once the connection has been established. He brings them the monthly ration kits.

We are grateful to all our donors who have helped us reach  316 such elders.

You may GPay on 9909049893 to help us provide monthly rations kits to destitute elderlies.

#MittalPatel #VSSM #માવજત #નિરાધાર #ગાંધીનગર

 'એ આવો બેન..' એવી બૂમ અમારાથી ઘણે છેટે ઊભેલા મંગુમાએ પાડી..એમનો પહાડી અવાજ સાંભળી ઘડીક તો આમને આપણે કેમ અનાજ આપીયે? એ હજુ કામ કરી શકે એમ છે એવું થયું.પણ પછી નજીક પહોંચી ત્યારે ખ્યાલ આવ્યું કે એમનાથી ચલાતુ નથી પગ વળતો નથી. ગાંધીનગરના રિદ્રોલમાં મંગુ મા રહે. મે પુછ્યું, 'તમારુ ધ્યાન રાખે એવું કોઈ?''બેન પેટ મોડ્યું જ નહીં..'હવે વધારે કશું પુછવાનું નહોતું. એમને માસીક પેન્શન મળે ને અમે આપીયે એ રાશનકીટ તે એમને હવે શાંતિ થઈ ગઈ. પગ વળતો નથી તે ખુરશીમાં બેઠા બેઠા પોતાનું રાંધી લે. એમણે કહ્યું, 

'ભગવોન તમારા બધાનું ખુબ હારુ કરે. નકર આ કળજુગમો કુણ ધ્યોન રાખ..'અમે કહ્યું, 'ધ્યાન રાખવાનું તો કુદરત કરે માટે જ અમને મોકલી આપ્યા.'એમણે હાથ પકડ્યો.. એક જુદી રીતે વહાલ વર્ષાવ્યું. અમે જવા કહ્યું તો એમણે કહ્યું, 

'મારા ઘર પાછળ મારા જેવી જ દુઃખી બઈ હ્. માર તો રેવા ઘર હ્ પણ ઈનું તો... તમે એક ફેરા જોતા જો..'

મંગુમાની આંખોમાં કરુણા હતી. એ જેમની વાત કરતા હતા તે ધુળી મા.. એમને પણ મળવાનું હતું. પણ મને ગમ્યું કે એ એમની તકલીફની સાથે અન્યોની પણ સમજે છે ને કોઈ એમને પણ સહારો આપે એ માટે આંગળી ચીંધે છે. સામાન્ય રીતે માણસમાં ઈર્ષાભાવ હોય એટલે આવું આંગળી ચિંધવાનું ઘણી વખત ન થાય..

ખેર રિદ્રોલમાં રહેતા કીરણભાઈ સ્વયમસેવક તરીકે અમને મદદ કરે. તેમણે જ મંગુ મા અને અન્ય માવતરોને શોધી આપ્યા. બાકી અમારો કાર્યકર રીઝવાન વખતો વખત એમનું ધ્યાન રાખે... ને તમે સૌ આવા માવતરોને રાશન આપવામાં મદદ કરો...

આભાર આપ સૌનો.. તમારી મદદ થકી આજે 316 માવતરોને દર મહિને રાશન પહોંચાડી શક્યા છીએ... 

તમે આવા માવતરોને મદદ કરવા 9909049893 પર ગુગલ પે કરી શકો..

 #MittalPatel #VSSM #માવજત #નિરાધાર #ગાંધીનગર



Mittal Patel with Mangu Ma , VSSM Co-ordinator Rizwan
and VSSM's volunteer Kiranbhai