Monday, November 14, 2022

VSSM became instrumental in providing ration and feed to the elderly...

Mittal Patel meets Mangu Ma

Mangu Ma resides in Ridrol village in Gandhinagar.

“Welcome, ben!” Mangu Ma called from afar; her thunderous voice astounded me. “Why do we need to give Mangu ma a monthly ration kit?” I had wondered.

But as I reached closer, I. noticed her inability to walk.

“Is there anyone to care for you?” I inquired.

“Ben, I never had children!”

I had nothing more to ask. Mangu Ma receives a widow pension, and we provide her a monthly ration kit. She cannot bend her leg but manages to cook sitting on a chair.

“May God Bless you all; no one shows such compassion these days!”

“There is a supreme power that knows it all; hence it sent us to care for you!” we responded.

She held my hand and showered her affection on me.

“There is a lady who stays behind my house; her fate is worse than mine. I have a house to stay in, but she doesn’t even have that. Can you go see her before leaving?” requested Mangu Ma.

Mangu Ma reflected compassion; she was talking about Dhudi Ma. We had plans to see her, but it felt good when Mangu Ma directed us to help others in need. Usually, there is a sense of envy, and work for the well-being of others is a rarity.

Ridrol’s Kiranbhai volunteers to help us identify elders in need. It was he who led us to Mangu Ma and other elderlies. VSSM’s Rizwan looks after these elders once the connection has been established. He brings them the monthly ration kits.

We are grateful to all our donors who have helped us reach  316 such elders.

You may GPay on 9909049893 to help us provide monthly rations kits to destitute elderlies.

#MittalPatel #VSSM #માવજત #નિરાધાર #ગાંધીનગર

 'એ આવો બેન..' એવી બૂમ અમારાથી ઘણે છેટે ઊભેલા મંગુમાએ પાડી..એમનો પહાડી અવાજ સાંભળી ઘડીક તો આમને આપણે કેમ અનાજ આપીયે? એ હજુ કામ કરી શકે એમ છે એવું થયું.પણ પછી નજીક પહોંચી ત્યારે ખ્યાલ આવ્યું કે એમનાથી ચલાતુ નથી પગ વળતો નથી. ગાંધીનગરના રિદ્રોલમાં મંગુ મા રહે. મે પુછ્યું, 'તમારુ ધ્યાન રાખે એવું કોઈ?''બેન પેટ મોડ્યું જ નહીં..'હવે વધારે કશું પુછવાનું નહોતું. એમને માસીક પેન્શન મળે ને અમે આપીયે એ રાશનકીટ તે એમને હવે શાંતિ થઈ ગઈ. પગ વળતો નથી તે ખુરશીમાં બેઠા બેઠા પોતાનું રાંધી લે. એમણે કહ્યું, 

'ભગવોન તમારા બધાનું ખુબ હારુ કરે. નકર આ કળજુગમો કુણ ધ્યોન રાખ..'અમે કહ્યું, 'ધ્યાન રાખવાનું તો કુદરત કરે માટે જ અમને મોકલી આપ્યા.'એમણે હાથ પકડ્યો.. એક જુદી રીતે વહાલ વર્ષાવ્યું. અમે જવા કહ્યું તો એમણે કહ્યું, 

'મારા ઘર પાછળ મારા જેવી જ દુઃખી બઈ હ્. માર તો રેવા ઘર હ્ પણ ઈનું તો... તમે એક ફેરા જોતા જો..'

મંગુમાની આંખોમાં કરુણા હતી. એ જેમની વાત કરતા હતા તે ધુળી મા.. એમને પણ મળવાનું હતું. પણ મને ગમ્યું કે એ એમની તકલીફની સાથે અન્યોની પણ સમજે છે ને કોઈ એમને પણ સહારો આપે એ માટે આંગળી ચીંધે છે. સામાન્ય રીતે માણસમાં ઈર્ષાભાવ હોય એટલે આવું આંગળી ચિંધવાનું ઘણી વખત ન થાય..

ખેર રિદ્રોલમાં રહેતા કીરણભાઈ સ્વયમસેવક તરીકે અમને મદદ કરે. તેમણે જ મંગુ મા અને અન્ય માવતરોને શોધી આપ્યા. બાકી અમારો કાર્યકર રીઝવાન વખતો વખત એમનું ધ્યાન રાખે... ને તમે સૌ આવા માવતરોને રાશન આપવામાં મદદ કરો...

આભાર આપ સૌનો.. તમારી મદદ થકી આજે 316 માવતરોને દર મહિને રાશન પહોંચાડી શક્યા છીએ... 

તમે આવા માવતરોને મદદ કરવા 9909049893 પર ગુગલ પે કરી શકો..

 #MittalPatel #VSSM #માવજત #નિરાધાર #ગાંધીનગર



Mittal Patel with Mangu Ma , VSSM Co-ordinator Rizwan
and VSSM's volunteer Kiranbhai


No comments:

Post a Comment