Tuesday, November 15, 2022

VSSM’s efforts result into allotment of plots to nomadic families in Tadav….

Mittal Patel with Vadi families, leaders, Government officials

Banaskantha’s Tadav has a huge concentration of Vadi families. The families have been living here for decades, but when we first met them in 2006, they had no identity proof. VSSM’s interventions helped them gradually obtain their documents.

The yearning was to own a residential plot to build a house over it.

In 2016, VSSM assisted the families in filing individual appeals to the government for the allotment of residential plots. But despite the supportive attitude of the panchayat and villagers, the applications remained pending.

Shri Jai Goswami got appointed as Block Development Officer of Vav block. An extremely compassionate individual, Jaibhai has made it a practice to ask us about pending works in whichever region he gets deputed. At Vav, these files were awaiting his arrival. He immediately allotted plots to the Vadi families and sanctioned the aid for constructing houses on the allotted plots. And also donated Rs. 10,000 for the construction of houses.

The new developments promised light at the end of the tunnel, and the Vadi families of Tadav were a thrilled lot. Finally, the homes they had dreamt of were set to be a reality.

Our well-wishers, Shri Dharmenbhai Shah, assured of providing the deficient amount required to accomplish houses for these families. “We will work hard, take a loan but build bigger houses that will last for generations.

We will ensure their dreams turn into a reality,  and we are also grateful to Jaibhai and the administration of Banaskantha for their support. A few families are still awaiting the allotment of plots; we hope that also happens soon and we can build an equipped colony.

Our gratitude to all for your continued support.

સુખનું સરનામુ ક્યારે...

બનાસકાંઠાનું ટડાવ. વાંસફોડા વાદી પરિવારો ત્યાં રહે. આમ તો વસવાટ વર્ષોનો પણ જ્યારે એમને પહેલીવાર મળેલી એ વખતે તો એમની પાસે ઓળખના આધારોય નહોતા. ધીમે ધીમે એ બધુ થયું.

પણ એમની ઈચ્છા એમને રહેવા પ્લોટ, કાયમી જગ્યા મળે એની જેથી એના પર મકાન બાંધી શકાય. 

2016માં પ્લોટ ફાળવણી માટે અરજી કરેલી. પંચાયતથી લઈને સૌનો અભીપ્રાય એકદમ હકારાત્મક પણ કોણ જાણે કામ ક્યાં અટકતું હતું તે સમજાતું નહોતું. પણ કહે છે ને જેના હાથમાં જશ રેખા હોય એના હાથે આ કાર્ય થાય. બસ આ વિધાન સાચુ પડ્યુ.  

જય ગોસ્વામી તાલુકા વિકાસ અધિકારી તરીકે વાવમાં મુકાયા. એકદમ ઋજુ હૃદયના અધિકારી. એમની જ્યાં પણ બદલી થાય ફોન કરીને બેન મારા લાયક કશું પણ હોય જણાવજો એવું અચૂક કહે, તે બસ અહીયા એમના લાયક કામ પડતર હતું. 

એમણે તુરત વાદી પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવી દીધા સાથે મકાન બાંધવા મકાન સહાય પણ મંજૂર કરી દીધી. 

વળી મકાન બાંધવા એમણે વ્યક્તિગત 10,000નું અનુદાન પણ આપ્યું. 

ટડાવમાં રહેતા તમામ પરિવારો રાજી રાજી. વર્ષોથી વાટ જોતા એ ઘર હવે થવાના.

અમારા ધર્મેનભાઈ શાહે આ પરિવારોના મકાન બાંધવા ખૂટતી મદદ કરવાની ખાત્રી આપી છે. તો વળી જેમના ઘર બંધાવાના એ લોકોએ પણ કહ્યું, કે ઘર થોડા મોટા બાઁધીશું. અમે મેનત મજૂરી કરીશું. તમે લોન આપજો. પણ સારા ઘર થાય એવું કરજો. 

આ પરિવારોની એષણા પુર્ણ થાય એવું તો કરવાનુ જ. પણ જયભાઈ અને બનાસકાંઠાના તમામ વહીવટીતંત્રનો પણ આભાર. એમની લાગણીના લીધે આ કાર્ય પૂર્ણ થયું.. સાથે હજુ કેટલાક પરિવારોને પ્લોટ ફાળવવાના બાકી એ કાર્ય પણ સત્વરે પૂર્ણ કરવા વિનતી. જેથી મજાની કોલોની ત્યાં થઈ જાય. 

મદદ કરનાર સૌને પ્રણામ...

Vadi settlement of Banaskantha's Tadav village 

Shri Jay Goswami Block Development Officer of Vav
 donated Rs. 10,000 for the construction of houses.

The current living condition of Vadi families

Shri Jay Goswami immediately allotted plots to the
Vadi families and sanctioned the aid for constructing
houses on the allotted plots




No comments:

Post a Comment